मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

गुजरात शासन योजना

            ગુજરાત શાસન મારફતે તમામ સામાન્ય નાગરિક માટે વિવિધ યોજના જાહેર કરવામાં આવેલ છે. પરંતુ બધાજ નાગરિકોને આ તમામ યોજનાની માહિતી અહી આપેલ પીડીએફ માં મળશે.

          સિંધુ ખીણ સંસ્કૃતિ હોય, ઈજીપ્ત, રોમન, ગ્રીક કે મેસોપોટેમિયાનું શાસન હોય, દરેક સારી શાસક હંમેશાં એવી મહત્વાકાંક્ષા રાખતો હોય છે કે તેનો પ્રદેશ વિકાસને પંથે આગળ વધતો હોય. થોડીક નજીકના સમયની વાત કરીએ તો અકબર, કૃષ્ણ દેવરાય, ચંદ્રગુપ્ત મૌર્ય, રાજારાજા ચોલા, ટીપુ સુલતાન વગેરેએ સારી વહિવટી વ્યવસ્થા પૂરી પાડીને પોતાના પ્રદેશમાં સારૂ શાસન આપવા માટેનો પ્રયાસ કર્યો હતો. આ તમામ શાસકો પોતાની પ્રજાની સમૃધ્ધિ માટે સર્વગ્રાહી આર્થિક- સામાજીક વિકાસનું મહત્વ સમજ્યા હતા.

            આજે રાષ્ટ્રના વિકાસની બાબતે ઘણાં નમૂનારૂપ ઉદાહરણો ધ્યાન પર લઈ શકાય તેમ છે. વિકાસને આજે માત્ર રાષ્ટ્રની આર્થિક વૃધ્ધિની પરિભાષામાં જોવામાં આવતો નથી, પણ તેમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને ખેડૂતોનું કલ્યાણ, કૌશલ્ય વિકાસ અને યુવાનો માટે રોજગારીની તકો જેવા માપદંડોનો સમાવેશ કરવામાં આવે છે. ભારત સરકાર પણ દેશના વિકાસને પ્રોત્સાહિત કરવામાં પાછળ રહી નથી. આજે સમાવેશી વૃધ્ધિનો મંત્ર અપનાવાયો છે, કે જેથી વિકાસના ફળ દેશના ગરીબમાં ગરીબ લોકો સુધી પહોંચી શકે અને આ માટે સરકારની નીતિઓ પણ તે તરફની રહે તે દિશામાં વાળવામાં આવી છે. અર્થતંત્રથી શરૂઆત કરીએ તો સરકારે કર માળખાનું તાર્કિકરણ કરીને જીએસટી અને બેંકિંગ સેક્ટરના સુધારા જેવા પગલાં ભર્યા છે. જીએસટી એ અત્યાર સુધીનો દેશનો સૌથી મોટો કર સુધારો છે, જે દેશમાં કરવેરા ક્ષેત્રે તેજી લાવવામાં દૂરગામી પરિબળ પૂરવાર થશે. ટેક્સ ઈન્ફોર્મેશન નેટવર્ક (TIN) ઈલેક્ટ્રોનિક રિટર્નને સ્વિકૃતિ અને કોન્સોલિડેશન સિસ્ટમ (ERACS) ઈ-સહયોગ વગેરે દ્વારા સીધા કરવેરા વ્યવસ્થાનું સરલીકરણ ક૨વામાં આવ્યું છે.

         સ્વચ્છ ભારત મિશન સાચા અર્થમાં લોક ચળવળ અથવા તો જન આંદોલન બની રહ્યું છે. આ ખૂબ જ મહત્વનાં સરકારી ફ્લેગશીપ પ્રોગ્રામને અભૂતપૂર્વ પ્રતિભાવ મળ્યો છે. ૨ ઓક્ટોબર, ૨૦૧૪થી શરૂ કરીને ૭.૧ કરોડ જેટલા આવાસો માટે ટોયલેટસનું બાંધકામ કરવામાં આવ્યું છે અને એ દ્વારા રૂરલ સેનિટેશનનો વ્યાપ ઓક્ટોબર ૨૦૧૪માં ૩૯ ટકા હતો તે આજે ૮૩ ટકા સુધી પહોંચીને બમણાથી પણ વધુ થયો છે.

          આરોગ્ય સુવિધાઓ એ વિકાસનો વધુ એક મહત્વનો દ્રષ્ટિકોણ છે. વાજબી ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે ગરીબો માટે પડકારરૂપ બાબત હતી. પ્રધાન મંત્રી જન ઔષધિ પરિયોજના દ્વારા દેશભરમાં કેન્દ્રો સ્થાપીને આ સમસ્યા હલ કરવામાં આવી છે. દયનિય સ્થિતિમાં જીવતા લોકોની સુરક્ષા કરવી તે સરકાર માટે મહત્વની બાબત છે. બેટી બચાવો, બેટી પઢાવો જેવી કન્યાઓ માટેની યોજના તથા જેન્ડર ચેમ્પિયન્સ દ્વારા લોકોનું માનસ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુશ્કેલીમાં હોય તેવી મહિલાઓ અને બાળકો માટે હેલ્પલાઈન અને હિંસામાંથી બચાવી લેવાયેલ માટે પુનઃ વસન જેવી બાબતોમાં સરકાર હંમેશા ખાત્રી રાખી રહી છે કે ભારતની દરેક મહિલા અને બાળક એવા વાતાવરણમાં જીવન વ્યતીત કરે કે જે ભયમુક્ત હોય અને તેમના દ્વારા રાષ્ટ્રની વૃધ્ધિમાં યોગદાન મળી રહેતુ હોય.

         રાષ્ટ્રના વિકાસ માટે ગ્રામ વિકાસ એ ખૂબ મહત્વની બાબત છે. સરકાર તેની નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તથા ખેડૂતોની આવક બમણી કરવાના તથા ગામડાંઓ અને શહેર વચ્ચેની ભેદ રેખા દૂર કરતી યોજનાઓ મારફતે ખેડૂતોના કલ્યાણના મુદ્દાઓને હલ કરી રહી છે.

              આ માહિતી ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતું યોજના પોર્ટલ પરથી લીધેલી છે. આ માહિતી માટે લેખક જબબદાર નથી  કે કોઈ પણ પ્રકારના સમર્થન નથી આપતું. તમે બધા યોજનાની માહિતી મળી રહે એટલા માટે આ માહિતી નો પીડીએફ અહી આપેલ છે. તમે આ માહિતી ગમતી હોય તો બીજાને પણ શેઅર કરવાનું ભૂલતો નહી. વખતો વખત સરકાર દ્વારા માહિતી અપડેટ કરવામાં આવે છે. એટલે તમે કોઈ પણ યોજનાની માહિતી જરૂર હોય તો દરેક યોજના ના સરકારી કાર્યાલયની મુલાકાત લેવા વિનંતી છે.

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा