मैं योगेश जाधव (उच्च माध्यमिक शिक्षक, लेखक, कवि) अपने वेबपेज DNYAN SAGAR में आपका स्वागत करता हूं|

નામઅટક, જાતિ, જન્મતારીખ વગેરેમાં સુધારો કયારે અને કેવી રીતે કરી શકાય?

 નામઅટક, જાતિ, જન્મતારીખ વગેરેમાં સુધારો કયારે અને કેવી રીતે કરી શકાય?

નામ, અટક, જાતિ, જન્મતારીખ વગેરેમાં સુધારો કયારે અને કેવી રીતે કરવો ? એ બાબતે કરવાની થતી કાર્યવાહી અંગે જિલ્લામાં એકસૂત્રતા જળવાય અને સાચા કેસોમાં જ સુધારો કરવા માટેની દરખાસ્ત થાય તે માટેની વિસ્તૃત વિગતો આપવાનો નમ્ર પ્રયાસ અહીં કર્યો છે.


• નામ:

(૧) વિદ્યાર્થીના વાલીનું અસલ એફિડેવિટ,

(૨) સદરહુ વિદ્યાર્થીનું નામ કેમ બદલવા માંગે છે ? તે બાબતની વાલીની અરજી.

(૩) વિદ્યાર્થીના જન્મના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ / જન્મનો દાખલો.

(૪) નિયત નમૂનાનું અરજીપત્રક જેમાં આચાર્યશ્રીએ જરૂરી વિગતો ચકાસીને ભલામણ અંગેનો સ્પષ્ટ અભિપ્રાય સાથે જરૂરી સહી | સિક્કા કરી મોકલી આપવા,

(૫) કોઈપણ ફેરફાર ધોરણ ૧૦ ની પરીક્ષાના ફોર્મ ભરાઈ જતાં પહેલાં થાય તે જરૂરી છે. ત્યારબાદ શાળાના જી.આર.માં કોઈપણ ફેરફાર થઈ શકતો નથી.


*અટકઃ

(૧) વિદ્યાર્થીના વાલીનું અસલ એફિડેવિટ સામેલ કરવું.

(૨) નિયત નમૂનામાં અરજીપત્રક : જેમાં મુખ્ય શિક્ષકશ્રી એ સ્પષ્ટ ભલામણ સાથે મોકલી આપવી.

(૩) કટુંબના અન્ય સભ્યોની અટક આ પ્રમાણે છે કે કેમ ? તેની વિગત અટક બદલવા માટે કારણો સહિતની વાલીની અરજી સામેલ કરવી.


*જન્મતારીખઃ

(૧) નિયત નમૂનાના ફોર્મમાં જરૂરી વિગતો સાથે આચાર્યશ્રીની ભલામણ સાથેની અરજી મોકલી આપવી.

(ર) વાલીનું અસલ એફિડેવિટ સામેલ કરવું.

(3) જન્મતારીખના પ્રમાણિત દાખલા સાથે અસલ દાખલો મોકલી આપવો.

           તમારા મિત્રોને પણ શેર કરો અને આ માહિતી આપો. જો કે કોઈ ને કામ આવશે. એક વખત બોર્ડ ની પરીક્ષા આપશો ત્યાર બાદ કોઈ પણ બદલ નહિ થાય આ વાત ધ્યાન રાખજો.

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा