मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

(MYSY) મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન સ્કોલરશીપ યોજના : 2023-24

(MYSY) મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન સ્કોલરશીપ યોજના : 2023-24

શૈક્ષણિક વર્ષ 2023-24 માં અરજી કરતા વિદ્યાર્થીઓ માટે અગત્યની સુચના


1. ગુજરાત રાજ્યમાં આવેલ માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ/ વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સન્ટાઈલ મેળવી તેમજ ડીપ્લોમાં અભ્યાસક્રમમાં ૬પ ટકા કે તેથી વધુ ગુણ મેળવી શૈક્ષણિક વર્ષ 2023-24 માં સ્નાતક ડીપ્લોમા અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને આ યોજના અન્વયે આર્થિક સહાય આપવામાં આવે

2. આ યોજનાના શિક્ષણ વિભાગના સંબંધિત તમામ ઠરાવમાં જણાવ્યા મુજબની પર્સન્ટાઈલ અને વાલીની આવકની પાત્રતા ધરાવતા અને શૈક્ષણિક વર્ષ 2023-24 માં સ્નાતક/ ડીપ્લોમાં અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

3. વિદ્યાર્થીએ ઓનલાઈન ફોર્મ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરી ભરવાનું રહેશે.

4. રજીસ્ટ્રેશન કરતા પહેલા વિદ્યાર્થીએ નોટીસ બોર્ડ પર આપેલી બધી વિગતો જેતે લાઇન પર ક્લીક કરી વાંચી લેવી તથા ત્યારબાદ જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું.

5. ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે વેબસાઇટ પર લોગ-ઇન થવાનું રહેશે.

6. રિન્યુઅલ અરજી માટે રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર Password આવેલ હશે જેના વડે વિદ્યાર્થીએ લોગ ઇન થવાનું રહેશે. વિદ્યાર્થીએ મોબાઈલ નંબર પોતાનો જ આપવો, અને સમગ્ર અભ્યાસક્રમનાં સમયગાળા દરમ્યાન બદલવો નહીં, ભવિષ્યમાં એજ નંબર પર SMS દ્વારા માહિતી મોકલવામાં આવશે).

7. લોગ ઇન થયા પછી માંગવામાં આવેલ વિગતો ભરવાની રહેશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. વિદાર્થીઓએ પોતાના ઓરીજીનલ દસ્તાવેજ સ્કેન કરીને ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાના રહેશે, અપલોડ કરવાના તમામ દસ્તાવેજો .jpg !.jpeg .pdf ફોર્મેટમાં હોવા જોઈએ. તેમજ દસ્તાવેજ ૧.pdf ફોરમેટ હોય તો મહત્તમ 1 mbps અને ૨.jpg[ jpeg ફોરમેટ હોય તો 5૧2 kbps સાઈઝમાં હોવા જોઈએ.

8. વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યા ત્યાર પછીના ક્રમિક શૈક્ષણિક વર્ષમાં રીન્યુઅલ સહાય મેળવવા માટે અગાઉ જે વર્ષે શિષ્યવૃત્તિ મળી હોય તે પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૦% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થવાનું રહેશે અને જે તે શૈક્ષણિક સંસ્થાના નીતિ નિયમો પ્રમાણે જે તે શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછી ૭૫ % હાજરી હોવી જરૂરી રહેશે, જે અંગે સંસ્થાનું પ્રમાણપત્ર જરૂરી છે. (ફોર્મેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે) છે, વિદ્યાર્થીએ પોતાનો પ્રવેશ આખરી થાય ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

૯.યોજનાના વેબપોર્ટલ પર યોજનાના તમામ ઠરાવો ઉપલબ્ધ છે.

10. વિદ્યાર્થીએ વાલીની આવક અંગેનું નાણાકીય વર્ષ ૨૦૨0-૨ ૧નું આવકનું પ્રમાણપત્ર મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી પાસેથી મેળવવાનું રહેશે. વિદ્યાર્થીએ આપવાના સેલ્ફ ડિક્લેરેશનમાં પણ વાલી (માતા-પિતા ની આવકની વિગતો આપવાની રહેશે.

આ પણ વાચો : સુકન્યા સમૃધી યોજના

II, વિદ્યાર્થીએ વાલીની આવકનું નાણાકીય વર્ષ 2023-24 નું ઇન્કમટેક્ષ રીટર્ન અથવા ઇન્કમટેક્ષ રીટને ભરવાપાત્ર ન હોય ફક્ત તેઓએ જ “આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન" આપવાનું રહેશે.

12. જે વાલીઓની નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ની આવક રૂ.૨.૫૦ લાખથી વધારે હશે તેમને ફરજીયાત ઇન્કમટેક્ષ રીટર્ન જોડવાનું રહેશે.

13. વિદ્યાર્થી જે સંસ્થામાં પ્રવેશ મેળવે તે સંસ્થાના આચાર્યશ્રી પાસેથી સંસ્થાના લેટરહેડ પર પ્રમાણપત્ર મેળવીને રજુ કરવાનું રહેશે,

14. સેલ્ફ ડિક્લેરેશન, સંસ્થાના આચાર્યશ્રી પાસેથી મેળવવાનું પ્રમાણપત્ર તથા આવકના પ્રમાણપત્રનું ફોર્મેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

15. મંજૂર થયેલ મળવાપાત્ર સહાયની રકમ વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર (DBT) હેઠળ સીધી જમા થતી હોવાથી વિદ્યાર્થીઓએ બેન્કમાં ખાતું ખોલાવવાનું રહેશે અને આ બેન્ક ખાતા સાથે વિદ્યાર્થીઓએ પૌતાના આધાર નંબર જોડવાના રહેશે (Aadhaar edling). વિદ્યાર્થીઓએ પોતાના આધારનંબરની વિગત ઓનલાઈન અરજીમાં આપવાની રહેશે.

16. વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટ લઈ નજીકની હેલ્થ સેન્ટર ખાતે અસલ દસ્તાવેજોની ચકાસણી કરાવવાની રહેશે અને અરજી સાથે નીચે જણાવેલ સ્વ-પ્રમાણિત દસ્તાવેજો જમાં કરાવવાના રહેશે.

MYSY ફ્રેશ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો

1. ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત ડીપ્લોમાં અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ.

2. ડીપ્લોમાં અભ્યાસક્રમની પરીક્ષામાં ૬૫ કે તેથી વધુ ટકા સાથે પાસ કરી મેળવી ડીગ્રી(સ્નાતક) કક્ષાના અભ્યાસક્રમનાં પ્રથમ/બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર ડી-ટુ-ડીના વિદ્યાર્થીઓ.

3. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને 4. રૂ ૬ લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનો.

MYSY રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો

1. ફેશ વિદ્યાર્થી તરીકે લાભ મેળવ્યા બાદ રીન્યુઅલ સહાય મેળવવા માટે અગાઉ જે વર્ષે શિષ્યવૃત્તિ મળી હોય તે પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૦% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થવાનું રહેશે.

2. જે તે શૈક્ષણિક સંસ્થાના નીતિ નિયમો પ્રમાણે જે તે શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછી ૭૫% હાજરી હોવી જરૂરી રહેશે જે અંગે સંસ્થાનું પ્રમાણપત્ર જરૂરી છે. (ફોર્મેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે).

આ પણ વાંચો : કોટક બૈંક કન્યા શિષ્યવૃત્તિ

List of Documents for Fresh Application 2023-24

1. આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ

2. ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ પાસ કર્યાની માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ,

3. ડીગ્રી ડીપ્લોમાં અભ્યાસક્રમમાં પ્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિનો લેટરની સ્વ-પ્રમાણિત નકલ,

4. ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની સ્વ-પ્રમાણિત નકલ,

5. સેલ્ફ ડિક્લેરેશનઅસલમાં),

6, વાલીની આવકનું પ્રમાણપત્રમામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું)ની સ્વ-પ્રમાણિત નકલ,

7, સંસ્થાના આચાર્યશ્રીનું, સંસ્થાના લેટરહેડ પર,પ્રમાણપત્રએસલમ),

8. હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની સ્વ-પ્રમાણિત નકલ, છે, બેન્કમાં બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વ-પ્રમાણિત નકલ

10. ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (અસલમાં),

List of Documents for Renewal Application 2023-24

1. વિદ્યાર્થીના આધારકાર્ડની નકલ (સ્વપ્રમાણિત)

2. સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃત્તિ રીન્યુઅલ માટેનું પ્રમાણપત્ર (અસલમાં)

3. વિદ્યાર્થીના પ્રથમ બીજા ત્રીજા (જે લાગુ પડતું હોય તે વર્ષ)ની માર્કશીટની (સેમેસ્ટર સીસ્ટમ હોય તો બન્ને સેમેસ્ટરની માર્કશીટ) નકલ (સ્વપ્રમાણિત),

4. વિદ્યાર્થીઓ અભ્યાસક્રમના બીજા ત્રીજા, ચોથા (જે લાગુ પડતું હોય તે વર્ષમાં ફી ભર્યાની તમામ પહોંચની નકલસ્વપ્રમાણિત

5. હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની તમામ પહોંચની નકલ (સ્વપ્રમાણિત),

6. વિદ્યાર્થીના બેન્કના બચત ખાતાની પાસબુકનું પ્રથમ પાનાની નકલસ્વપ્રમાણિત) 1. ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનુ સેલ્ફ ડિક્લેરેશન (અસલમાં)

- આ ઉપરાંત વિદ્યાર્થીની અરજી મંજુર કરવા જરૂર જણાય તો કચેરી વિદ્યાર્થીના પરિણામ તથા કૌટુંબિક આવકને લગતા વધારાના દસ્તાવેજો માંગી શકે છે.

મહત્વની તારીખ :

  (1) રજીસ્ટ્રેશન કરતા પહેલા અને રિન્યુઅલ અરજી કરતા પહેલા દરેક વિદ્યાર્થીએ Instructions to Students 2023-24 (વિદ્યાર્થીઓ માટેની સૂચનાઓ)ની બધી સૂચનાઓ અચૂક વાંચી લેવી. ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી.
  (2) વિદ્યાર્થીઓએ પરિણામ ન આવેલ હોય કે વિલંબ થાય તેમ હોય તો પણ એનેક્ષર-૯ ભરીને સમયમર્યાદામાં અચૂક અરજી કરવી. દરેક વિદ્યાર્થીએ ઓરીજીનલ માર્કશીટ આવ્યા બાદ તે અચૂક અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન માર્કશીટ માન્ય રાખવામાં આવશે નહિ.
  (3) શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ફ્રેશ અને રીન્યુઅલ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૩ છે અને હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ પણ ૩૧/૧૨/૨૦૨૩ છે. જેની ખાસ નોંધ લેવી.:-
  (4) શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં DtoD , મેડીકલ અને પેરા-મેડીકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ફ્રેશની લીંક ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે CMSSની લીંક ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે.

More details of Document : -  click here 

17. આ યોજનાના અમલ માટે રાજ્યભરમાં ૨૭૮ હેલ્પ સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસક્રમને સંબંધિત નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઈ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે અને ચકાસણી બાદ અરજી પત્રક અને દસ્તાવેજોની એક સેટ હેલ્પ સેન્ટર ખાતે જમાં કરાવવાનો રહેશે. હેલ્પ સેન્ટર ખાતે અરજી જમાં કરાવીને Acknowledgeanciat Receipt મેળવવાની રહેશે. હેલ્પ સેન્ટર ખાતે એરજી ચકાસણી કરાવેલ હોય અને તેની Acknowledgement Receipt મેળવેલ હશે એજ વિદ્યાર્થીઓની અરજી માન્ય ગણવામાં આવશે.

18. વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યાના ૧૫ દિવસમાં સંબંધિત અભ્યાસક્રમના નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઈ દસ્તાવેજોની ચકાસણીની કાર્યવાહી પૂર્ણ કરાવવાની રહેશે.

19. હેલ્પ સેન્ટરોના કો-ઓર્ડીનેટરોની વિગતો વેબસાઈટ પર રાખેલ છે જેઓનો કામકાજના દિવસોમાં ઓફિસ સમય દરમ્યાન જ સંપર્ક કરવા વિદ્યાર્થીઓ તથા વાલીઓને ખાસ નમ્ર વિનંતી છે.

20. ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ વિજ્ઞાનપ્રવાહ)ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સન્ટાઈલ મેળવનાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી (registration) સંબંધિત કોઈ મુંઝવણ હોય તો તેમણે પોતાની ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ ની માર્કશીટ Scan કરીને .pdf ફાઈલ mysy: technical w gujgov.edu.in પર મોકલી આપવાની રહેશે.

21. આજ રીતે ડીપ્લોમા ટુ ડીગ્રી ના વિદ્યાર્થીઓએ પણ રજીસ્ટ્રેશન સંબંધિત કોઈ મુંઝવણ હોય તો તેમણે પોતાની ડીપ્લોમાની છેલ્લા વર્ષની માર્કશીટાડીપ્લોમાં સર્ટીફીકેટ scan કરીને .pdf ફાઈલ Insivetechnical guigov.edu.in પર મોકલી આપવાની રહેશે.

22. આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ વિદ્યાર્થી યોજનાની વેબસાઈટ પર પોતાના યુઝર આઈ ડી. અને પાસવર્ડથી લોગઈન થઈ પોતાની ઓનલાઈન અરજીનું સ્ટેટસ જાણી શકશે.

23. તમામ વિદ્યાર્થીઓએ આ સહાય અંગેની કોઇ પણ પ્રકારની માહિતી, મુંઝવણ માટે ફક્ત ઉપર જણાવેલ ઈ-મેઈલ પર જ સંપર્ક કરવાનો રહેશે.

• યોજનાની વધુ માહિતી હેલ્પ લાઈન નં: ૦૭૯-૨૬૫૬૬000, ૭૦૪૩૩૩૩૧૮૧ (૧૦:૩૦ થી ૧૮:૦૦) પરથી

અ માહિતી ગુજરાત સરકારની ઓફીશીયલ વેબસાઈટ થી મળેલ માહિતી પ્રમાણે છે. આ માહિતી માં કોઈ પણ ફેરફાર થશે તો ઓફીશીયલ વેબસાઈટ પ્રમાણે માન્ય હશે. વિદ્યાર્થી હિત ધ્યાનમાં રાખીને આ માહિતી વિદ્યાર્થી સુધી શેઅર કરેલ છે. કોઈ પણ નવા ફેરફાર અને આપેલ માહિતી માં તફાવત હોય તો આ ચેનેલ જબબદાર નથી.

MYSY માટે અરજી કેવી રીતે કરવાની રહેશે :

MYSY સ્કોલરશીપ માટે અરજી ઓનલાઈન કરવાની રહેશે.

FAQ

MYSY કોને ફોર્મ ભરવાનું છે ?

- ગુજરાત રાજ્યમાં આવેલ માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ/ વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સન્ટાઈલ મેળવી તેમજ ડીપ્લોમાં અભ્યાસક્રમમાં ૬પ ટકા કે તેથી વધુ ગુણ મેળવી શૈક્ષણિક વર્ષ 2023-24 માં સ્નાતક ડીપ્લોમા અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને આ યોજના અન્વયે આર્થિક સહાય આપવામાં આવે છે.

MYSY માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે ?

- આ પોસ્ટ માં ઉપર આપેલ તમામ ડોક્યુમેન્ટ જરૂરી છે.

MYSY માં કેટલી સ્કોલરશીપ મળે છે ?

- સરકાર દ્વારા વર્તમાન ઠરાવ મુજબ સ્કોલરશીપ વિદ્યાર્થીને મળે છે.

MYSY સ્કોલરશીપ કોણ આપે છે ?

- આ સ્કોલરશીપ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે.

શિક્ષણ વિભાગની મહત્વની યોજનાઓ pdf

ગુજરાત સરકારની જાહેર યોજના : click here

અન્ય સરકારી યોજના  ની સંપૂર્ણ  વિગત :

Important link :
Apply now : click here 

Home page  : click here

             Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 


टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा