VNSGU ADMISSION 2022-23 NOTIFICATION
શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માં
સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયાની જાહેરાત
હાલ જે વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ માં અભ્યાસ કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ ની પરીક્ષા પહેલાજ ધોરણ ૧૦ ના પરિણામને આધારે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઇન નોંધણી કરાવવાની થાય છે. ધોરણ ૧૨ ની પરીક્ષા લેવાયા પહેલાં પ્રવેશ માટે નોંધણી કરાવવાનો હેતુ વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા જાણીને મહત્તમ વિદ્યાર્થીઓને પોતાની પસંદગીના અભ્યાસક્રમમાં પ્રવેશ મળી શકે તે માટે આગોતરું આયોજન ગોઠવવાનો છે.
હાલ ફોર્મ ભરવા માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન સરકારી, અનુદાનિત તથા સ્વનિર્ભર કોલેજોમાં પ્રથમ વર્ષ B.Com, B.Com. (Hons.), B.B.A, B.R.S, B.Sc, B.Sc (Computer Science), BCA તથા યુનિવર્સિટી પરિસર ખાતે ચાલતા Five Year Integrated B.Com LL.B (Hons.), Five Year Integrated M.Sc IT, Five Year Integrated M.Sc Biotechnology, Five Year Integrated M.R.S. in Sustainable Development, BFA (ફાઈન આર્ટસ), BID (ઇન્ટિરિયર ડિઝાઇનિંગ) તથા B.A Mass Communication અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માં પ્રવેશ માટે યુનિવર્સિટીની વેબસાઈટ www.vnsgu.ac.in પર ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા તારીખ ૧૨/૦૧/૨૦૨૨ ના રોજ બપોરે ૨.૦૦ કલાક પછી ચાલુ થશે.
B.R.S. તથા Five Year Integrated M.R.S. in Sustainable Development બંને માટે એક જ કોમન ફોર્મ ભરવાનું રહેશે તેજ રીતે B.Com, તથા B.Com. (Hons.). બંને માટે એક જ કોમન ફોર્મ ભરવાનું રહેશે. એ સિવાય ના પ્રત્યેક અભ્યાસક્રમ માટે અલગ અલગ પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે.
B.Cor, B.Sc, BBA, તથા B.C.A ની પ્રવેશ પ્રક્રિયા સુરત, વલસાડ, નવસારી, બારડોલી અને ભરૂચ એમ પાંચ ઝોન વાઈઝ કરવાની હોવાથી વિદ્યાર્થીઓએ પોતાની પસંદગી ની કોલેજો જે ઝોનમાં આવતી હોય તે જોઈ તે અનુસાર પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે. જો કોઈ વિદ્યાર્થી એક કરતાં વધુ ઝોન ની કોલેજો માટે પ્રવેશ ફોર્મ ભરવા માંગતા હોય તો પ્રત્યેક ઝોન માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહેશે. (કયા ઝોનમાં કઈ કોલેજો નો સમાવેસ કરવામાં આવેલ છે તેની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે, તે જોયા બાદ જ ફોર્મ ભરવાની કાર્યવાહી કરવી).
વિદ્યાર્થી ડેસ્કટોપ કોમ્પ્યુટર, લેપટોપ અથવા મોબાઈલ થી પોતે જ પોતાનું ફોર્મ ભરી શકશે. વિદ્યાર્થીઓએ સાયબર કાફેમાં ન જતાં પોતે ફોર્મ ભરવું અથવા નજીકની કોલેજ, પોતાની શાળા અથવા નજીકની અન્ય શાળામાં જઈ ફોર્મ ભરવું હિતાવહ છે. કોલેજો તથા શાળાઓ વિદ્યાર્થીઓ પાસે રૂ. ૫૦ લઈ ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવશે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કાર્ય વિસ્તારમાં આવેલ તમામ શાળાઓ અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો હેલ્પ સેન્ટર તરીકે કાર્યરત રહેશે, ડોક્યુમેન્ટ જમા કરાવવા કે વેરીફાય કરાવવા કોઈપણ કોલેજ,
કોઈ વિદ્યાર્થી એક કરતાં વધુ ઝોન ની કોલેજો માટે પ્રવેશ ફોર્મ ભરવા માંગતા હોય તો પ્રત્યેક ઝોન માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહેશે. (કયા ઝોનમાં કઈ કઈ કોલેજો નો સમાવેસ કરવામાં આવેલ છે તેની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે, તે જોયા બાદ જ ફોર્મ ભરવાની કાર્યવાહી કરવી.
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કાર્ય વિસ્તારમાં આવેલ તમામ શાળાઓ અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો હેલ્પ સેન્ટર તરીકે કાર્યરત રહેશે. ડોક્યુમેન્ટ જમા કરાવવા કે વેરીફાય કરાવવા કોઈપણ કોલેજ, યુનિવર્સિટી કે હેલ્પ સેન્ટર પર રૂબરૂ જવાનું રહેશે નહીં. ઓનલાઇન ફોર્મ ભરવામાં થતી મુઝવણ માટે હેલ્પલાઇન નંબર ૦૨૬૧૨૩૮૮૮૮૮ પર જ પૂછપરછ કરી સ્પષ્ટતા મેળવી લેવાની રહેશે.
સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન રહેશે, વિદ્યાર્થીએ નિયમિત રીતે પોતાનું ડેશબોર્ડ તથા યુનિવર્સીટી ની વેબસાઈટ ચેક કરવાની રહેશે, ઓનલાઈન ફોર્મમાં વિદ્યાર્થીએ જે કોલેજમાં પ્રવેશ મેળવવો છે તેની પસંદગી કરવાની નથી.
આ તબક્કે ઓનલાઇન ફોર્મ ભર્યેથી વિદ્યાર્થીને પ્રત્યેક ફોર્મ માટે લોગીન આઈ.ડી. તથા પાસવર્ડ આપવામાં આવશે, જે વિદ્યાર્થીએ આગળની કાર્યવાહી માટે સાચવીને રાખવાનો રહેશે.
ધોરણ ૧૨ નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીને આપવમાં આવેલ લોગીન આઈ.ડી. તથા પાસવર્ડ થી લોગીન કરતાં વિદ્યાર્થીઓને પોતાના ડેશબોર્ડ પર "Complete Registration" નામની લિંક મળશે, તેના પર ક્લિક કરીને વિદ્યાર્થીએ ધોરણ ૧૨ ના પરિણામની તથા અન્ય વિગતો ભરવાની અપલોડ કરવાની રહેશે.
વિદ્યાર્થીઓને ફાળવવામાં આવનાર પ્રવેશ પ્રોવિઝનલ ગણાશે, કોઈપણ તબક્કે રજૂ કરેલ દસ્તાવેજ (ડોક્યુમેન્ટ) ની સત્યતા બાબતે, ઓનલાઇન ફોર્મ માં વિદ્યાર્થીએ ભરેલ માહિતી બાતે અથવા પ્રવેશ માટેની નિર્ધારિત લાયકાતની પરિપૂર્ણતા અંગે કોઈ વિસંગતતા ઊભી થાય તેવા સંજોગોમાં પ્રવેશ રદ કરવા સહિતનો યુનિવર્સિટીનો નિર્ણય આખરી ગણાશે.
કુલ બેઠકો પૈકીની ૮૦% બેઠકો ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ માટે તથા કુલ બેઠકો પૈકીની ૨૦% બેઠકો CBSE તથા અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવેલ છે.
ઓફીશીયલ જાહેરાત :
નોંધ:
1. B.A. ની પ્રવેશ પ્રક્રિયા જેતે કોલેજ ખાતે કરવામાં આવનાર હોવાથી કોલેજ નો સંપર્ક કરવાનો રહેશે.
2. MBBS, BHMS, B.Sc. Nursing, B. Optometry, B. Architecture તથા B. Physiotherapy ના પ્રવેશ યુનિવર્સિટી દ્વારા કે યુનિવર્સિટી સંલગ્ન કોલેજ દ્વારા કરવામાં આવતા નથી પરંતુ ગુજરાત સરકારશ્રી દ્વારા નિયુક્ત સેન્ટ્રલાઈઝ્ડ એડમિશન કમિટી દ્વારા કરવામાં આવે છે માટે આ જાહેરાત આવા અભ્યાસક્રમોને લાગુ પડતી નથી.
टिप्पण्या