मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

Gujarat state TET 1 & 2 Notification - update

 ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી (TET 1 અને TET 2 ) નોટીફીકેશન જાહેર :

TET 1 details  :
        શ્રી પ્રાથમિક શાળા ( ધોરણ ૧ થી ૫)માં પ્રાથમિક શિક્ષક વિદ્યાસાચક તરીકે નિમણૂક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક શિક્ષક યોગ્યતા કસોટી ૧ યોજવા માટે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.


       પ્રાથમિક શાળા ( ધોરણ ૧ થી 5 ) માં પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક તરીકે નિમણુક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી ૧ - ૨૦૨૨ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા યોજવામાં આવેલ છે.સદર કસોટી / પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી મારફતે કરવામાં  આવશે.

NEW UPDATE : 

             રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.૧૭/૧૦/૨૦૨૨ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/TET-II/૨૦૨૨/૯૬૨૩-૯૭૦૯ થી “શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II)-૨૦૨૨” નું આયોજન કરવા માટેનું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ ના ઠરાવ ક્રમાંક:પીઆરઇ/૧૧૧૦-૨૨૩-ક થી ધો. ૬ થી ૮ ઉચ્ચત્તર પ્રાથમિક શાળા માટે વિદ્યાસહાયકની ભરતી અને ઉમેદવારોની પસંદગી માટે શૈક્ષણિક અને તાલીમી લાયકાત નિયત કરવામાં આવેલ જેમા કેટલીક નવી લાયકાતો ઉમેરવામાં આવી છે. જેથી શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ ના ઠરાવ થી નિયત કરવામાં આવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો નીચેની વિગતે http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેંકીંગ મારફત ફી ભરી શકશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.

• શિક્ષક યોગ્યતા કસોટી-૧ / ૨ (TET 1 OR TET 2 ) ના નો કાર્યક્રમ વિગત :


ટેટ પરીક્ષાની તારીખ :  ટેટ ૧ -  16/04/2023 
                                      ટેટ 2  - 23/04/2023 

                 વધારે માહિતી માટે અને લાયકાત જોવા માટે ઓફીશીયલ વેબસાઈટ જોવા વિનંતી.


હોલટીકીટ ડાઉનલોડ કરવાની ડાયરેક્ટ લિંક : click here

ટેટ પરીક્ષા ઓફીસીયલ વેબસાઇટ : click here

કુલ ગુણ  : ૧૫૦ 

*લેટ ફી: જે ઉમેદવારોને નિયત સમયગાળામાં ફી ભરવાની રહી ગઈ હોય તેવા ઉમેદવારોએ તા:૦૭/૧૨/૨૦૨૨ થી તા:૧૨/૧૨/૨૦૨૨ દરમ્યાન નિયત કરેલ પરીક્ષાની ફી (લેટ ફી રૂ!.૨૦૦/- સહિત) ઓનલાઈન ભરી શકાશે. 

* શૈક્ષણિક લાયકાતની વિગતો: પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫) માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતોવખત થતા સુધારાવધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા તથા અન્ય જોગવાઈ/શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવાર જ આ “શિક્ષક યોગ્યતા કસોટી-” માટે ઉપસ્થિત થઈ શકશે.

             શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા તક આપશે. તેથી પરીક્ષા આપતા પાસ થવાથી ભરતી માટે લાયક ગણી શકાશે તેવો દાવો કરી શકાશે નહી. આ અંગે ભરતી સમિતિ જે નિર્ણય લે તે આખરી ગણાશે.

1. શૈક્ષણિક લાયકાત (TET 1) : ઓછામાં ઓછી એચ.એસ.સી. પાસ અને

2. તાલીમી લાયકાત : 
(ક) બે વર્ષ પી.ટી.સી./D.EL.Ed

                                      અથવા 
(ખ) ચાર વર્ષની એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી(B.EL.Ed.) 
                                      અથવા 
(ગ) બે વર્ષનો ડિપ્લોમાં ઈન એજ્યુકેશન (સ્પેશીયલ એજ્યુકેશન)

* કસોટીનું માળખું :

* આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ તંત્રી સ્વરૂપની ( MCQS ) રહેશે.

• આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી ૧૫૦ પ્રશ્નો તો બંને પ્રશ્નપત્રો સળગ સમય ૯૦ મિનિટની રહેશે.

• આ કસોટીના તમામ પ્રશ્નો કરજીયાત રહેશે. આ કસોટીનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. 

• દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં માત્ર વિકલ્પ આપેલ હશે, તેમાંથી ચાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

• કસોટીના મૂલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન નહીં. ( નીગેટીવ માર્કિંગ નથી )

• પ્રશ્નાપત્રોનો અભ્યાક્રમ સરકાર શ્રી ના ઠરાવ મુજબ રહેશે. આગળ આપેલ છે.

TET 2 details  :
        ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ ૬ થી ૮)માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક "શિક્ષક યોગ્યતા કસોટી-II" યોજવા માટે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.

            ઉચ્ચ પ્રાથમિક શાળા (ધોરણ ૬ થી ૮)માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી-I-૨૦૨૨ (Teacher Eligibility Test-ll-2022) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી/પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાતની વિગતો:

        ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ ૬ થી ૮)માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે મૂળ ઠરાવથી નિયત કરેલ અને તેમાં વખતોવખત થયેલ સુધારા-વધારા મુજબની શૈક્ષણિક લાયકાત અને અન્ય જોગવાઇ/શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવારો જ શિક્ષક યોગ્યતા કસોટી-II માં ઉપસ્થિત થઇ શકશે.

* ઉચ્ચ પ્રાથમિક (ધોરણ ૬ થી ૮)

(અ) ગણિત/વિજ્ઞાન:

1, શૈક્ષણિક લાયકાત : બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત પી.ટી.સી./D.El.Ed (બે વર્ષ)

                           અથવા

શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછા ૪૫% ગુણ સાથે બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત બી.એડ.(એક/બે વર્ષ)

                           અથવા

શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને

તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.EI.Ed)

                                   અથવા

શૈક્ષણિક લાયકાત : (ધોરણ-૧૨(એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એસસી, એજ્યુકેશન(B.Sc.Ed.)

                                  અથવા

શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૫૦ % ગુણ સાથે બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને 

તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ.(સ્પેશીયલ એજ્યુકેશન)

(બ) ભાષાઓ :

શૈક્ષણિક લાયકાત : બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.આર.એસ. (અંગ્રેજી/ ગુજરાતી/ હિન્દી/ સંસ્કૃત) / બી.એસ.એસસી.(અંગ્રેજી/ ગુજરાતી/ હિન્દી/ સંસ્કૃત) અને તાલીમી લાયકાત પી.ટી.સી./D.El.Ed (બે વર્ષ)

                                      અથવા

શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૪૫ % ગુણ સાથે બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/ બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજી/ ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને

તાલીમી લાયકાત : બી.એડ.(એક/બે વર્ષ)

                                 અથવા

શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને 

તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.EI.Ed)

                                   અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને 

તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એ.(અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત) એજ્યુકેશન (B.A.Ed.)

                                     અથવા

શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછ ૫૦% ગુણ સાથે બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/ બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજી/ ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને

તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ. (સ્પેશીયલ એજ્યુકેશન)

(ક) સામાજિક વિજ્ઞાન :

1. શૈક્ષણિક લાયકાત : બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/

તાલીમી લાયકાત : પી.ટી.સી./D.El.Ed(બે વર્ષ)

                                              અથવા

શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછ ૪૫ % ગુણ સાથે બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને તાલીમી લાયકાત બી.એડ.(એક/બે વર્ષ)

                                      અથવા

શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦% ગુણ અને 

તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.EI.Ed)

                                            અથવા
બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર., અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને 

તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ. (સ્પેશીયલ એજ્યુકેશન)

* કસોટીનું માળખુ (TET 2 ) :

  • આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question Based MCQs) રહેશે.

  • આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ-૧ માં ૭૫ પ્રશ્નો તથા વિભાગ-૨ માં ૭૫ પ્રશ્નો રહેશે.

  • આ કસોટીના બંન્ને વિભાગ અને તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે. આ કસોટીના બંન્ને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.

  • આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી કુલ ૧૫૦ પ્રશ્નો માટેના પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૨૦ મિનીટનો રહેશે. ગણિત-વિજ્ઞાન, ભાષાઓ અને સામાજિક વિજ્ઞાન એમ ત્રણ વિષયની કસોટી માટે વિભાગ-૨ અલગ અલગ રહેશે.

  • ભાષાના પ્રશ્નપત્રમાં પ્રશ્નનંબર:૧૩૬ થી ૧૫૦ ના પ્રશ્નો સંસ્કૃત ભાષા, મરાઠી ભાષા અને ઉર્દુ ભાષાના રહેશે. જે પૈકી ઉમેદવારે કોઇ એક ભાષાના ૧૫ પ્રશ્નો (પ્રશ્નનંબર:૧૩૬ થી ૧૫૦)ના જવાબ આપવાના રહેશે.

  • દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.

  • આ કસોટીઓના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહી.

*TET 1 / TET 2  પરીક્ષા ફી :

*ST, SC, SEBC, PH  કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી ૨૫૦ / - જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફ્રી 350/- ભરવાની છે.  સર્વિસ ચાર્જ અલગથી રહેશે.

* ફી ઓનલાઈન ભરવાની રહેશે .

પરીક્ષા કેન્દ્ર :

• પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા મા પાણી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વ ખર્ચે  પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે

પ્રશ્નપત્રનું માધ્યમ :

શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ આ કસોટી ગુજરાતી, અંગ્રેજા અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે. 

• ઉમેદવાદ જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે 

• ઉમેદવાર કઈ એક જ માધ્યમની પરીક્ષા આપી શકશે.

TET પરીક્ષા ૨ પ્રકારની લેવામાં આવે છે.

  • TET-1 EXAM જે ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.
  • TET-2 EXAM જે ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. TET-2 EXAM માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન એમ વિષયવાઇઝ અલગ અલગ પેપરો હોય છે.
  • આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
  • બન્ને પરીક્ષામાં કુલ ૧૫૦ ગુણ નુ પેપર હોય છે.
  • TET પરીક્ષા પાસ કર્યા પછી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે નવી શિક્ષણનિતી મુજબ માન્ય છે.

TET-1 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.

  • કુલ ગુણ ૧૫૦
  • કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો૩૦ ગુણ
વિભાગ-2 ભાષા- ગુજરાતી૩૦ ગુણ
વિભાગ-3 ભાષા- અંગ્રેજી૩૦ ગુણ
વિભાગ-4 ગણિત૩૦ ગુણ
વિભાગ-5 પર્યાવરણ૩૦ ગુણ
કુલ ગુણ૧૫૦

TET-2 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.

  • કુલ ગુણ ૧૫૦
  • કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 કુલ
ગુણ ૭૫
બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોગુણ ૨૫
ભાષા- ગુજરાતી અને અંગ્રેજીગુણ ૨૫
સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારીગુણ ૨૫
વિભાગ-૨ ૭૫ ગુણ નો હોય છે. જેમાં ઉમેદવારના વિષય મુજબ ભાષા/ગણિત-વિજ્ઞાન/સામાજીક વિજ્ઞાન માટે ધોરણ ૬ થી ૮ નુ વિષયવસ્તુ રહેશે.૭૫ ગુણ
ટેટ ૧ ની ઓફીશીયલ નોટીફીકેશન : ડાઉનલોડ કરો 

ટેટ ૨ ની ઓફીશીયલ નોટીફીકેશન : ડાઉનલોડ કરો






                                 TET RESULT LINK FROM HERE


TET 2 પરીક્ષાની અન્સર કી 

TET-II-2022-23 પરીક્ષાનું ગણિત વિજ્ઞાનનું A કેટેગરીનું પ્રશ્નપત્ર

 TET-II-2022-23 પરીક્ષાનું સામાજિક વિજ્ઞાનનું A કેટેગરીનું પ્રશ્નપત્ર

 TET-II-2022-23 પરીક્ષાનું ભાષાનું A કેટેગરીનું પ્રશ્નપત્ર

TET-II-2022-23 પરીક્ષાની A કેટેગરીના પ્રશ્નપત્રોની પ્રોવિઝનલ આન્સર કી

TET-II-2022-23 પરીક્ષાની A કેટેગરીના પ્રશ્નપત્રોની ફાઇનલ આન્સર કી

TET 2 પ્રશ્ન પત્ર 2023 : ડાઉનલોડ કરો


 TET 2 Result Link : click here 

         Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below. share to all your friends. 

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 


टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

संपर्क फॉर्म

पाठवा