SMC SWIMMING POOL ADMISSION 2023
SURAT MUNICIPAL CORPORATION SWIMMING POOL ADMISSION 2023
#SURAT MUNICIPAL CORPORATION SWIMMING POOL ADMISSION 2023
મહત્વની નોંધ
- તમામ તરણકુંડીની શિયાળા સીઝન નવેમ્બર થી ફેબ્રુઆરી માસ) દરમ્યાન શિખાઉ-રેગ્યુલર બેચોનો સમય બદલાતો હોવાધી સમય-પત્રકનો અભ્યાસ કર્યા પછી જ નવો પ્રવેશ રીન્યુ કરવાનું રહેશે.પાછળથી ધ્યેયમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં.
- દરેક સભ્યોએ નોંધ લેવી કે જો સ્ટેટસ "CONTINUE" હકો તો જ તમારૂ સભ્યપદ નિયમિત કાયમી ગણવામાં આવશે.
- નગર પ્રથમિક શાળા સુરત સિટી) અને સુમન હાઈસ્કૂલ જેવી સરકારી શાળાઓના માત્ર વિદ્યાર્થી માટે ૫૦ % ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
- ઉપરાંત તમારે નવા પ્રવેશ અને દરેક રીન્યુ દરમિયાન શાળાનું બૌનોફિડ સર્ટિફિકેટ જમા અને અપલોડ કરવું પડશે,
- આ ફોર્મ માત્ર નોંધણીના હેતુસર છે, તેનો અર્થ એ નથી કે તમારો પ્રવેશ કન્ફર્મ થઈ ગયો છે. જો સીટ ઉપલબ્ધ હોય અને તમે ફી ની સફળ ચુકવણી કરી હોય તો જ પ્રવેશ કન્ફર્મ ગણવામાં આવશે.
- બધી માહિતી સાચી દાખલ કરવી અને જો કોઈ માહિતી ખોટી જણાશે તો તે કિસ્સામાં ચૂકવણી કરેલી રકમ પરત મળશે નહીં અને તમારી અરજી રદ કરવામાં આવશે.
- નવા રજિસ્ટ્રેશન પછી મને ચુકવણી પહેલાં તમામ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
- નમે ચુકવણી પછી નોંધાયેલી માહિતીને સુધારી રદ કરી શકશો નહી, .
- 1 મહિનાની તાલીમ મેળવ્યા બાદ જો તાલીમાર્થી સભ્ય તરવા માટે અસમર્થ હોય તો તેણે તે જ બેચમાં તાલીમાર્થી સભ્ય તરીકે રિન્યૂ કરવું પડશે.
- વનિતા વિશ્રામ મહિલા શાળાના વિદ્યાર્થીઓએ નવા પ્રવેશ અને રીન્યુ માટે "લેટેસ્ટ બોનોઇડ સર્ટિફિકેટ” સાથે વનિતા વિશ્રામ મહિલા સ્વિમિગ પૂલની ઓફિસનો સંપર્ક કરવો.
- ૫ થી ૧૦ વર્ષની વયજૂથના બાળકોને બાળ તરણકુંડમાં જ પ્રવેશ આપવામાં આવશે.
- ડાઇવિંગ પૂલ (અડાજણ)માં એડમીશન માટે :-
તમામ તરણકુંડોનો શિયાળા સીઝન(નવેમ્બર થી ફેબ્રુઆરી માસ) દરમ્યાન શિખાઉ/રેગ્યુલર બેચોનો સમય બદલાતો હોવાથી સમય-પત્રકનો અભ્યાસ કર્યા પછી જ નવો પ્રવેશ રીન્યુ કરવાનું રહેશે પાછળથી બેચમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. દરેક સભ્યોએ નોંધ લેવી કે જો સ્ટેટસ "CONTINUF" હશે તો જ તમારૂ સભ્યપદ નિયમિત કાયમી ગણવામાં આવશે. નગર પ્રથમિક શાળા (સુરત સિટી) અને સુમન હાઈસ્કૂલ જેવી સરકારી શાળાઓના માત્ર વિદ્યાર્થી માટે ૫૦ % ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. ઉપરાંત તમારે નવા પ્રવેશ અને દરેક રીન્યુ દરમિયાન શાળાનું બોનોફિડ સર્ટિફિકેટ જમા અને અપલોડ કરવું પડશે.
સભ્યપદ રીન્યુ કરવા માટે:-
- જો સીટ ઉપલબ્ધ હશે તો તમે રેગ્યુલર અથવા શિખાઉ બેચમાં રીન્યુ કરી શકશો.
- બધી માહિતી સાચી દાખલ કરવી અને જો કોઈ માહિતી ખોટી જણાશે તો તે કિસ્સામાં ચૂકવણી કરેલી રકમ પરત મળશે નહીં અને તમારી અરજી રદ કરવામાં આવશે
- ૩ મહિનાની તાલીમ મેળવ્યા બાદ જો તાલીમાર્થી સભ્ય તરવા માટે અસમર્થ હોય તો તેણે તે જ બેચમાં તાલીમાર્થી સભ્ય તરીકે રીન્યુ કરવું પડશે.
- જો તમે ૧ મહિનાથી વધુ સમય સુધી રીન્યુ ન કરેલ હોય તો તમારે ઓરિજનલ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરીથી અપલોડ તથા જમા કરવું પડશે.
- દરેક રેગ્યુલર સભ્યએ દર ૦૨ વર્ષે રીન્યુનાં સમયે ઓનલાઇન જનરેટેડ “મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ"માં ડોક્ટરની સહી અને સિક્કા કરાવી જમા અને અપલોડ કરવાનું રહેશે.
- વનિતા વિશ્રામ મહિલા શાળાના વિદ્યાર્થીઓએ નવા પ્રવેશ અને રીન્યુ માટે "તાજેતરનાં બોનોફાઇડ સર્ટિફિકેટ" સાથે વનિતા વિશ્રામ મહિલા સ્વિમિંગ પૂલની ઓફિસનો સંપર્ક કરવો.
- તમે એક્શન બટની "ડુપ્લિકેટ આઇકાર્ડ લિંકનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ આઇકાર્ડ મેળવી શકો છો.
- તમે હાલના સભ્યને શોધો અને નોંધણી કરો" લિંકનો ઉપયોગ કરીને તમારા જૂના સભ્યને અહીં નોંધણી કરાવી શકો છો.
- ઓનલાઇન મારફતે SMC ની વેબસાઈટ પર જઈ નવા પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરી જાન્યુઆરી–એપ્રિલ-જુલાઈ અને ઓકટોબર માસની ૧ થી ૭ તારીખ સુધીમાં પ્રવેશફી ભરી પ્રવેશ મેળવી શકશે. (ઓનલાઈન પ્રવેશ–કો ભરયાં પછી જ તમારો પ્રવેશ કન્ફર્મ ગણવામાં આવશે.)(ડાઈવીંગપુલ સિવાય)
- ઓનલાઈન મારફતે નવા પ્રવેશનાં રજીસ્ટ્રેશન દરમ્યાન પાસપોર્ટ સાઈઝના ફોટા, આધાર-કાર્ડ ની ઝેરોક્ષની નકલ(બંને બાજુ એક જ પાનાં ઉપર લઈ પોતાની સહી કરવી), કોરા સફેદ પાનાં પર પોતાની સહીનો નમૂનો(૧૬ વર્ષથી નાની ઉમરાના સભ્ય માટે જવાબદાર વાલી ગાર્ડિયન ની સહીનો નમૂનો) તથા મેડીકલ ફીટનેશ સર્ટીફીકેટ (૫૦ વર્ષ થી નાની ઉંમરના સભ્યોએ એમ.બી.બી.એસ. અથવા એમ.ડી. ડોકટર તથા ૫૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના સભ્યોએ ફરજીયાત એમ.ડી ડોકટર ના સહી-સિકકા રજીસ્ટર નંબર સહિત) સ્કેન કરી અપલોડ કરવાનાં રહેશે.
- નવા પ્રવેશ મેળવેલ સભ્યોએ નવા આઈડેન્ટીટી કાર્ડ જે−તરણકુંડની ઓફિસનો સંપર્ક કરી ઓનલાઈન મારફતે જનરેટ થતી રિસિપ્ટ, ૦૧ (એક) નંગ પાસપોર્ટ સાઈઝનો ફોટો તથા મૂળ(ઓરીજનલ) મેડીકલ ફીટનેશ સર્ટીફીકેટ જમા કરાવી મેળવી લેવાનો રહેરો,
- દરેક રેગ્યુલર સભ્યોએ દર ૦૨(બે) વર્ષ બાદ રીન્યુઅલ સમયે ઓનલાઈન જનરેટ થયેલ મેડીકલ ફીટનેશ સર્ટીફીકેટમાં ડોકટરનાં સહી-સિકકા કરાવી જમા કરાવાનું રહેશે.
- દરેક રેગ્યુલર સભ્યોએ અંતિમ ચાલુ માસની તારીખ ૨૨ થી ૨૮ માં રીન્યુઅલ ડી ભરી જવી. (આ તારીખમાં રીન્યુઅલ ન કરી શકનાર રેગ્યુલર સભ્યોએ પછીનાં માસની તારીખ ૧ થી ૫ સુધીમાં રીન્યુઅલ પ્રવેશ કરી શકશે.
- રીન્યુઅલ પ્રવેશ ન કરી શકે સભ્યોએ (એક માસથી વધુ સમાંતર વાળા સભ્યો માટે) તેઓના જુના આઇડેન્ટીટી કાર્ડ તેમજ મેડીકલ ફીટનેશ સર્ટીફીકેટ(ઓનલાઈન અપલોડ કરી સાથે ઓનલાઈન ઓફલાઇન માધ્યમ મારફતે દરેક માસની તારીખ ૧ થી ૫ માં રીન્યુઅલ પ્રવેશ આપવામાં આવશે. પરંતુ નિયત માસિક સમય ધોરણો ની વચ્ચેનાં માસમાં રીન્યુઅલ કરવાથી સ્લેબનાં ગુમાવેલ આગળનાં માસની ફી મજરે લેવાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં.
- ૫ થી ૧૦ વર્ષ સુધીના વયના બાળકોને બાળ તરણકુંડમાં પ્રવેશ આપવામાં આવશે. તેમજ નાના બાળકોને લઈ આવનાર માતા/પિતા વાલીઓ તરફંડ ની અંદર ડેક એરીયામાં પ્રવેશ કરી શકશે નહિ. તેઓ તરણકુંડના કમ્પાઉન્ડમાં રહી શકશે.
- ૧૦ વર્ષ થી વધુ વયના સભ્યોને મોટા તરણકુંડમાં પ્રવેશ આપવામાં આવશે.(બાળ તરણકુંડ સિવાયના)
- દર શનિવારે બપોર બાદ અને દર રવિવારે તેમજ જાહેર તહેવારના દિવસે સ્વીમીંગપુલો બંધ રહેશે.
- માર્ચથી ઓકટોમ્બર સુધી સવારના ૬:૧૫ કલાકે તથા નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી સવારના ૭:૦૦ કલાકે પ્રથમ બેચ શરૂ થશે.
- માર્ચ થી ફેબ્રુઆરી સુધી પાલ તરણકુંડ ખાતે મહિલા ખેંચનો સમય સવારે ૧૦:૧૫ કલાક થી ૧૧:૦૫ કલાક સુધીનો રહેશે.
- નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી તરણકુંડ ખાતે દર શનિવારે મહિલા ખેંચનો સમય સવારે ૧૧:૧૫ કલાક ચી ૧૨:૦૫ કલાક સુધીનો (શીખાઉ – રેગ્યુલર સભ્યો) રહેશે, ⟨વનિતા વિશ્રામ મહિલા) તરાકુંડ પાલ તરણકુંડ સિવાય),
- માચથી ઓકટોમ્બર સુધી બાળ તરણકુંડ ખાતે ખેંચનો સમય સવારે ૯:૧૫ ક્લાક થી ૧૦:૦૫ ક્લાક સુધીનો (શીખાઉ) તથા સાંજે ૫:૩૦ કલાક થી ૬:૦૦ કલાક સુધીનો શીખાઉ રહેશે. નવેમ્બર થી ફેબ્રુઆરી નાળ તરણકુંડ ખાતે ખેંચનો સમય સવારે ૧૦:૦૦કલાક થી ૧૦:૫૦ કલાક સુધીનો (શીખાઉ તરવૈયા) તથા સાંજે ૫:૦૦ થી ૫:૫૦ કલાક સુધી( સીખાઉ તરવૈયા)નો રહેશે.
- ડાઈવીંગપુલમાં ૧૫ વર્ષ થી ૬૦ વર્ષની વયના ફકત અનુભવી તરવૈયા જેઓએ ૧૦૦ મીટર લંબાઈમાં સળંગ તરણ પૂર્ણ કરેલ તથા સ્વીમીંગપુલની મધ્યે સતત ૧૦ મીનીટ સાયકલીંગ પૂર્ણ કરેલ હોય તેવા તરવૈયાઓને જ પ્રવેશ આપવામાં આવશે. (ડાઈવીંગ પુલની અંદર ઈન્સ્ટ્રકટરની ગેરહાજરીમાં ડાઈવીંગ તથા સ્વીમીંગ (તરણકળા) કરવી નહિ.)
- દરેક સભ્યાને આપવામાં આવેલ આઇડેન્ટીટી કાર્ડ દરરોજ ફરજીયાત લાવવાના રહેશે અને આઇડેન્ટીટી કાર્ડ ઉપર જે બેચ સુચવવામાં આવ્યા હશે તે જ બેચમાં આવવાનું રહેશે.
- આઇડેન્ટીટી કાર્ડ વગર સ્વીમીંગપુલમાં પ્રવેશ મળશે નહીં.
- સ્વીમીંગપલની અંદર સ્વીમીંગ ઈન્સ્ટ્રકટરની ગેરહાજરીમાં સ્વીમીંગ કરવું નહીં. સ્વીમીગપલના સભ્યોએ ફરજ ઉપરના કર્મચારીઓ સાથે સભ્યતાથી વર્તવું.
- દરેક સભ્યોએ સ્વીમીંગ કોસ્યમ(સફેદ કોસ્ચ્યુમ સિવાય) પહેરવું ફરજીયાત છે.સ્વીમીંગ કરતા પહેલા અને સ્વીમીંગ કર્યા પછી શાવર અચક લેવાનો રહેશે અને શાવર દરમ્યાન સાબ | શેમ્પનો ઉપયોગ કરવો નહીં.
- સ્વીમીંગપુલની અંદર તથા બહારના ભાગમાં ગંદકી કરવી નહિ કે ધુમ્રપાન કરવું નહીં તથા પાન માવા ગુટખા ખાવા નહિ,
- કોઈપણ સભ્યની અગત્યની ચીજ વસ્તુ ગુમ થાય કે ચોરાઈ જાય તો તેની જવાબદારી ફરજ પરના કર્મચારીઓ તથા સુરત મહાનગરપાલિકાની રહેશે નહીં.
- સ્વીમીંગપુલની જાળવણી કરવી અને તેના યથાયોગ્ય ઉપયોગ કરવાની દરેક સભ્યની ફરજ છે. જો કોઈ સભ્ય સ્વીમીગપુલની મિલકતને નુકશાન કરતા જણાશે તો તેનું સભ્યપદ રદ કરવામાં આવશે. તેમજ આજીવન સુધી તેને સભ્યપદ આપવામાં આવશે નહી.
- કોઈપણ સભ્યની ફરીયાદ ચીફ ઇન્સ્ટ્રકટરને લેખિતમાં કરવાની રહેશે.
- જે સ્વીમીંગપુલોમાં ડાઈવીંગ પ્લેટફોર્મ ત્યાં બેચ સમય પૂર્ણ થવાના ૧૫ મીનીટ પહેલા જ ડાઈવીંગ પર થી ડાઈવીંગ કરવા દેવામાં આવશે. કોઈ પણ સભ્યોએ ડાઈવીંગ કરવા માટે સ્ટાર્ટીંગ બ્લોકનો ઉપયોગ કરવો નહિ,
- સભ્યોએ ફરજીયાત ટ્રાયલ આપીને ખેંચ બદલાવાનો રહેશે. (જે સંખ્યાને આધીન રહેશે.)
- રેગ્યુલર તરવૈયાઓની સાથે આવનાર (ગેસ્ટ તરીકે) કથળ તરણકળા કરનાર ને જ ગેસ્ટ તરીકે પ્રવેશ આપવામાં આવશે. (ગેસ્ટ તરીકે આવનારની ગેસ્ટની સંપૂર્ણ જવાબદારી તેઓને લઈ આવનાર રેગ્યુલર તરવૈયાની રહેશે.
- રાજય રાષ્ટ્રીય આંતરાષ્ટ્રીય કક્ષાએ રમેલા તરણ ક્ષેત્રના ખેલાડીઓ માટે વય-મર્યાદા લાગુ રહેશે નહીં. (તરણનું પ્રમાણપત્ર રજુ કરવું.)
નોન્દ : આ નિયમ તથા માહિતી સુરત મહા નગરપાલિકા ની વેબસાઈટ પરથી આપ સૌ ના માહિતી માટે આપવામાં આવેલ છે. તથા કોઈ પણ બદલ થશે તો સુરત મહાનાગર પાલિકા વેબસાઈટ ની મુલાકાત લેવાની સલાહ છે. આ માહિતી માટે આ ચેનલ વ્યક્તિગત કોઈ જબબદાર રહેશે નહિ.
સુરત મહાનગર પાલિકા ખેલ મહાકુંભ એડમીશન 2023: click here
પ્રવેશ ફોર્મ ભરવા માટેનું સેન્ટર : click here
Home page : click here
Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.
WhatsApp Group : Click here
Telegram channel : Click here
Download App for daily update: click here
Follow on google news : click here
Whatsapp channel : click here
टिप्पण्या