VNSGU PG Admission 23-24
VEER NARMAD SOUTH GUJARAT UNIVERSITY
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
VNSGU PG Admission 23-24
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માં અનુસ્નાતક(PG) કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવા અંગેની જાહેરાત
હાલ જે વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષા (ગ્રેજ્યુએશન) ના છેલ્લા સેમેસ્ટર/વર્ષ ની પરીક્ષા આપી રહ્યા છે અથવા જે વિદ્યાર્થીઓ અગાઉ સ્નાતક કક્ષા (ગ્રેજ્યુએશન) ની પરીક્ષા પાસ કરી ચુક્યા છે તેવા તમામ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪ દરમ્યાન અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસર ખાતે (યુનિવર્સિટી કેમ્પસમાં), વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન સરકારી તથા અનુદાનિત કોલેજોમાં ચાલતા અનુસ્નાતક કેન્દ્રોમાં તથા સ્વનિર્ભર કોલેજોમાં ચાલતા વિવિધ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માં પ્રવેશ માટે યુનિવર્સિટીની વેબસાઈટ www.vnsgu.ac.in પર ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ ૧૪/૪/૨૦૨૩ ના રોજ બપોરે ૨.૦૦ કલાક પછી ચાલુ થશે. પ્રત્યેક અભ્યાસક્રમ માટે અલગ અલગ પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે.
ડોક્યુમેન્ટ જમા કરાવવા કે વેરીફાય કરાવવા કોઈપણ કોલેજ, યુનિવર્સિટી કે હેલ્પ સેન્ટર પર રૂબરૂ જવાનું રહેશે નહીં. ઓનલાઇન ફોર્મ ભરવામાં થતી મુઝવણ માટે હેલ્પલાઇન નંબર ૦૨૬૧૨૩૮૮૮૮૮ પર જ પૂછપરછ કરી સ્પષ્ટતા મેળવી લેવાની રહેશે.
સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન રહેશે, વિદ્યાર્થીએ નિયમિત રીતે પોતાનું ડેશબોર્ડ તથા યુનિવર્સીટી ની વેબસાઈટ ચેક કરવાની રહેશે, ઓનલાઈન ફોર્મમાં વિદ્યાર્થીએ જે કોલેજમાં પ્રવેશ મેળવવો છે તેની પસંદગી કરવાની નથી. હાલ જે વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષા (ગ્રેજ્યુએશન) ના છેલ્લા સેમેસ્ટરાવર્ષ ની પરીક્ષા આપી રહ્યા છે પરંતુ પરિણામ હજુ જાહેર થયું નથી તેઓએ પણ પોતાના સ્નાતક કક્ષા (ગ્રેજ્યુએશન) ના છેલ્લા સેમેસ્ટર/વર્ષ ના પરિણામ સિવાયની તમામ વિગતો ઓનલાઈન ફોર્મમાં ભરવાની રહેશે સ્નાતક કક્ષા (ગ્રેજ્યુએશન) ના છેલ્લા સેમેસ્ટર/વર્ષ નું પરિણામ જાહેર થયાના ચાર દિવસમાં વિદ્યાર્થીએ પોતાને આપવામાં આવેલ લોગીન આઈ.ડી. તથા પાસવર્ડ થી લોગીન કરી પોતાના ડેશબોર્ડ માંથી સ્નાતક કક્ષા (ગ્રેજ્યુએશન) ના છેલ્લા સેમેસ્ટર વર્ષ ના પરિણામ ની વિગતો ભરવાની અપલોડ કરવાની રહેશે અને ઓનલાઇન ફોર્મ માટેની પ્રોસેસિંગ ફી રૂ.૨૦૦/- (નોન રિફન્ડેબલ) ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે,
જે વિદ્યાર્થીઓ અગાઉ સ્નાતક કક્ષા (ગ્રેજ્યુએશન) ના છેલ્લા સેમેસ્ટર/વર્ષ ની પરીક્ષા પાસ કરી ચુક્યા છે તેવા તમામ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪ દરમ્યાન અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગે છે તેવા વિદ્યાર્થીઓએ પોતાના સ્નાતક કક્ષા (ગ્રેજ્યુએશન) ના છેલ્લા સેમેસ્ટર વર્ષ ના પરિણામ સહિતની તમામ વિગતો ઓનલાઈન ફોર્મમાં ભરી / અપલોડ કરી ઓનલાઇન ફોર્મ માટેની પ્રોસેસિંગ ફી રૂ.૨૦૦/- (નોન રિફન્ડેબલ) ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
ઓનલાઇન ફોર્મ ભરવાથી વિદ્યાર્થીને પ્રત્યેક ફોર્મ માટે લોગીન આઈ.ડી. તથા પાસવર્ડ આપવામાં આવશે, જે પ્રવેશ ની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમામ વિદ્યાર્થીઓએ સાચવીને રાખવાનો રહેશે. વિદ્યાર્થીઓને ફાળવવામાં આવનાર પ્રવેશ પ્રોવિઝનલ ગણાશે, કોઈપણ તબક્કે રજૂ કરેલ દસ્તાવેજ (ડોક્યુમેન્ટ) ની સત્યતા બાબતે, ઓનલાઇન ફોર્મ માં વિદ્યાર્થીએ ભરેલ માહિતી બાબતે અથવા પ્રવેશ માટેની નિર્ધારિત લાયકાતની પરિપૂર્ણતા અંગે કોઈ વિસંગતતા ઊભી થાય તેવા સંજોગોમાં પ્રવેશ રદ કરવા સહિતનો યુનિવર્સિટીનો નિર્ણય આખરી ગણાશે.
નોંધ:
૧, LL.B. (Three Years) ની પ્રવેશ પ્રક્રિયા જે તે કોલેજ ખાતે કરવામાં આવનાર હોવાથી કોલેજ નો સંપર્ક કરવાનો રહેશે. તેના માટે આ યુનિવર્સિટીનું આ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે નહી
૨. MBA, MCA તથા અન્ય જે અભ્યાસક્રમના પ્રવેશ યુનિવર્સિટી દ્વારા કે યુનિવર્સિટી સંલગ્ન કોલેજ દ્વારા કરવામાં આવતા નથી પરંતુ ગુજરાત સરકારશ્રી દ્વારા નિયુક્ત સેન્ટ્રલાઈઝ્ડ એડમિશન કમિટી દ્વારા કરવામાં આવે છે તે અભ્યાસક્રમો માટે આ જાહેરાત લાગુ પડતી નથી.
૩. જે વિદ્યાર્થીઓ પ્રવેશ માટે કોઈપણ પ્રકારની અનામત કેટેગરી નો લાભ લેવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ સંબંધિત કેટેગરી માટે જરૂરી સર્ટિફિકેટ (દાખલા) કઢાવીને અપલોડ કરવાના રહેશે, જેથી પ્રવેશ પ્રક્રિયામાં અનામત કેટેગરી નો લાભ લેવા થી વંચિત ન રહી જવાય. SC અને ST માટે જેતે વિદ્યાર્થીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર, SEBC માટે જાતિનો દાખલો તેમજ નોન ક્રીમીલેયર સર્ટીફીકેટ, EWS માટે આર્થિક રીતે નબળા વર્ગો માટેનું પાત્રતા પ્રમાણપત્ર, (નોનક્રીમીલેયર અને EWS પ્રમાણપત્રો ૦૧/૦૪/૨૦૨૧ કે ત્યાર બાદ ની તારીખે ઈસ્યુ થયેલ હોય તે જ માન્ય ગણાશે).
૪. પ્રવેશ પ્રક્રિયા સ્નાતક કક્ષા (ગ્રેજ્યુએશન) ના છેલ્લા સેમેસ્ટર/વર્ષ સહિતના પરિણામ ના મેરીટ ને આધારે જ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવા વિનંતી.
અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોના પ્રવેશ અંગેની અગત્યની જાહેરાત(Batch - 2)
યુનિવર્સિટી અનુસ્નાતક કક્ષાના પ્રવેશ માટેની જાહેરાત
Provisional Merit List
Final Merit List
Admission Round
टिप्पण्या