VNSGU UG Admission 23-24
VEER NARMAD SOUTH GUJARAT UNIVERSITY
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
VNSGU UG Admission 23-24
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માં પ્રવેશ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવા અંગેની જાહેરાત
હાલ જે વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ ની પરીક્ષા આપી છે અથવા જે વિદ્યાર્થીઓ અગાઉ ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરી ચુક્યા છે તેવા તમામ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪ દરમ્યાન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન સરકારી, અનુદાનિત તથા સ્વનિર્ભર કોલેજોમાં પ્રથમ વર્ષ B.Com, B.B.A, B.R.S, B.Sc, B.Sc (Computer Science), BCA તથા યુનિવર્સિટી પરિસર ખાતે ચાલતા Five Year Integrated B.Com LL.B (Hons.), Five Year Integrated M.Sc IT, Five Year Integrated M.Sc Biotechnology, Five Year Integrated M.R.5. In Sustainable Development, BFA (ફાઈન આર્ટસ), BID (ઇન્ટિરિયર ડિઝાઇનિંગ) તથા B.A Mass Communication અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માં પ્રવેશ માટે યુનિવર્સિટીની વેબસાઈટ www.vnsgu.ac,in પર ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ ૧૪/૪/૨૦૨૩ ના રોજ બપોરે ૨.૦૦ કલાક પછી ચાલુ થશે.
B.R.5. તથા Five Year Integrated MR.S. in Sustainable Development બંને માટે એક જ કોમન ફોર્મ ભરવાનું રહેશે. એ સિવાય ના પ્રત્યેક અભ્યાસક્રમ માટે અલગ અલગ પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે. B.Com, B.Sc, BBA, તથા B.C.A ની પ્રવેશ પ્રક્રિયા સુરત, વલસાડ, નવસારી, બારડોલી અને ભરૂચ એમ પાંચ ઝોન વાઈઝ કરવાની હોવાથી વિદ્યાર્થીઓએ પોતાની પસંદગી ની કોલેજો જે ઝોનમાં આવતી હોય તે જોઈ તે અનુસાર પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે. જો કોઈ વિદ્યાર્થી એક કરતાં વધુ ઝોન ની કોલેજો માટે પ્રવેશ ફોર્મ ભરવા માંગતા હોય તો પ્રત્યેક ઝોન માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહેશે. (કયા ઝોનમાં કઈ કઈ કોલેજો નો સમાવેશ કરવામાં આવેલ છે તેની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે, તે જોયા બાદ જ ફોર્મ ભરવાની કાર્યવાહી કરવી.
ડોક્યુમેન્ટ જમા કરાવવા કે વેરીફાય કરાવવા કોઈપણ કોલેજ, યુનિવર્સિટી કે હેલ્પ સેન્ટર પર રૂબરૂ જવાનું રહેશે નહીં. ઓનલાઇન ફોર્મ ભરવામાં થતી મુઝવણ માટે હેલ્પલાઇન નંબર ૦૨૬૧૨૩૮૮૮૮૮ પર જ પૂછપરછ કરી સ્પષ્ટતા મેળવી લેવાની રહેશે.
સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન રહેશે, વિદ્યાર્થીએ નિયમિત રીતે પોતાનું ડેશબોર્ડ તથા યુનિવર્સીટી ની વેબસાઈટ ચેક કરવાની રહેશે, ઓનલાઈન ફોર્મમાં વિદ્યાર્થીએ જે કોલેજમાં પ્રવેશ મેળવવો છે તેની પસંદગી કરવાની નથી. હાલ જે વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ ની પરીક્ષા આપી છે પરંતુ પરિણામ હજુ જાહેર થયું નથી તેઓએ પણ પોતાના ધોરણ ૧૨ ના પરિણામ સિવાયની તમામ વિગતો ઓનલાઇન ફોર્મમાં ભરવાની રહેશે ધોરણ ૧૨ નું પરિણામ જાહેર થયાના ચાર દિવસમાં વિદ્યાર્થીએ પોતાને આપવામાં આવેલ લોગીન આઈ.ડી. તથા પાસવર્ડ થી લોગીન કરી પોતાના ડેશબોર્ડ માંથી ધોરણ ૧૨ ના પરિણામની વિગતો ભરવાની/અપલોડ કરવાની રહેશે અને ઓનલાઇન ફોર્મ માટેની પ્રોસેસિંગ ફી રૂ.૨૦૦/- (નોન રિફન્ડેબલ) ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
વીર નર્મદ ગુજરાત યુનીવર્સીટી માં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્ષ માટે એક્ષટર્નલ પ્રવેશ શુરુ છે . છેલ્લી તારીખ 13/01/૨૦૨૪ છે. એડમીશન માટે અનિવાર્ય ABC ID તથા UDISE સેન્ટર મળી શકશે.
જે વદ્યાર્થીઓ અગાઉ ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરી ચુક્યા છે તેવા તમામ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪ દરમ્યાન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માં પ્રવેશ મેળવવા માંગે છે તેવા વિદ્યાર્થીઓએ પોતાના ધોરણ ૧૨ ના પરિણામ સહિતની તમામ વિગતો ઓનલાઈન ફોર્મમાં ભરી / અપલોડ કરી ઓનલાઇન ફોર્મ માટેની પ્રોસેસિંગ ફી રૂ.૨૦૦/- (નોન રિફન્ડેબલ) ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
ઓનલાઇન ફોર્મ ભરવા થી વિદ્યાર્થીને પ્રત્યેક ફોર્મ માટે લોગીન આઈ.ડી. તથા પાસવર્ડ આપવામાં આવશે, જે પ્રવેશ ની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમામ વિદ્યાર્થીઓએ સાચવીને રાખવાનો રહેશે.
વિદ્યાર્થીઓને ફાળવવામાં આવનાર પ્રવેશ પ્રોવિઝનલ ગણાશે, કોઈપણ તબક્કે રજૂ કરેલ દસ્તાવેજ (ડોક્યુમેન્ટ) ની સત્યતા બાબતે, ઓનલાઇન ફોર્મ માં વિદ્યાર્થીએ ભરેલ માહિતી બાબતે અથવા પ્રવેશ માટેની નિર્ધારિત લાયકાતની પરિપૂર્ણતા અંગે કોઈ વિસંગતતા ઊભી થાય તેવા સંજોગોમાં પ્રવેશ રદ કરવા સહિતનો યુનિવર્સિટીનો નિર્ણય આખરી ગણાશે. કુલ બેઠકો પૈકીની ૮૦% બેઠકો ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ માટે તથા કુલ બેઠકો પૈકીની ૨૦% બેઠકો CBSE તથા અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવેલ છે.
યુનિવર્સિટી એડમિશન નોટીસ પરિપત્ર
VNSGU ની અંદર આવતી તમામ સરકારી અને ખાનગી કોલેજ ની વિગત
પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન વિદ્યાર્થીઓએ અનુસરવાની સૂચનાઓ
Provisional Merit List
Final Merit List
Admission Round
સ્નાતક અને અનુસ્નાતક ક્ષણ બધા કોર્ષ માટે જુના પેપર અહી ઉપલબ્ધ છે : click here
टिप्पण्या