જ્ઞાન સાધના સ્કોલરશીપ -૨૦૨૪ result
રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર
“જ્ઞાન સાધના સ્કોલરશીપ ૨૦૨૪”
ધોરણ- ૧ થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ-૮ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ (RTE Act, 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે ૬ થી ૧૪ વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના ૨૫%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧ માં પ્રવેશ મેળવીને ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ તેવા બંને પ્રકારના વિદ્યાર્થીઓના વાલીની જ્ઞાન સાધના પ્રખરતા કસોટી વખતે આવક આરટીઈ એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિધાર્થીઓને મેરીટના ધોરણે રાજ્યમાં કાર્યરત તમામ બોર્ડ સાથે સંલગ્ન સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯માં પ્રવેશ મેળવ ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, તે માટે આવા ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને ધોરણ- ૯ થી ૧૨ સુધી તેમના પસંદગી મુજબના સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ માટે સ્કોલરશીપ આપવાની નવી ‘જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના' અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનામાં દર વર્ષે નવા ૨૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને ધોરણ-૯ થી ૧૦ સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ! ૨૦,૦૦૦ અને ધોરણ-૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ! ૨૫,૦૦૦ની સ્કોલરશીપ આપવામાં આવશે.
આ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે યોજાનાર “જ્ઞાન સાધના પ્રખરતા કસોટી" રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનું ઠરાવવામાં આવેલ છે. આ કસોટી નીચેની વિગતે યોજવામાં આવશે.
આ કસોટી માટેના આવેદનપત્રો વેબસાઇટ પર ઓનલાઇન ભરવાના રહેશે.
કસોટીમાં બેસવા માટેની પાત્રતા :
a) સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ નો સળંગ અભ્યાસ કરી ધોરણ-૮ માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય,
અથવા
b) આરટીઈ એકટ ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ૨૫% ની મર્યાદામાં જે તે સમયે ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ-૮માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય, અને ઉપર (a) અને (b)ના કિસ્સામાં જેઓના વાલીની આવક આરટીઈ એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા હાલ શહેરી વિસ્તાર માટે રૂ! ૧,૫૦,૦૦૦ (એક લાખ પચાસ હજાર) અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ! ૧,૨૦,૦૦૦ (એક લાખ વીસ હજાર) કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે.
પરીક્ષા ફીઃ-
જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા માટે કોઇપણ ફી રહેશે નહીં.
જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા ૨૦૨૪ ની તારીખ : ૩૦/૦૩/૨૦૨૪
કસોટીનું માળખુ:
- પ્રવેશ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question-MCQ Based રહેશે.
- પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો રહેશે.
- પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે,
- પ્રવેશ પરીક્ષામાં નીચે મુજબના વિષય તથા ગુણભાર રહેશે.
- જો કોઇ કિસ્સામાં વિદ્યાર્થીઓનું એકસરખુ ગુણાંકન (મેરીટ) આવે ત્યારે પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ નકકી કરવાની આખરી સત્તા રાજય પરીક્ષા બોર્ડની રહેશે.
- પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 30 મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર થશે.
- MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૪૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેર્ટન (Pattern Perception), છુપાયેલી આકૃતિ (Hidden Figure) વિષય આધારિત પ્રશ્નો રહેશે.
- SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૮૦ પ્રશ્નોમાં ધોરણ-૮ ના ગણિત-૨૦ ગુણ, વિજ્ઞાન-ર૦ ગુણ અને સામાજિક વિજ્ઞાન-૧૫ ગુણ, અંગ્રેજી-૧૦ ગુણ, ગુજરાતી-૧૦, હિન્દી-૫ ગુણ વિષયનો સમાવેશ થશે.
- અભ્યાસક્રમ ધોરણ 8 નો ઉપરોક્ત વિષયનો રહેશે.
- આધાર કાર્ડ
- આધાર ડાયસ નંબર
- જાતિ પ્રમાણપત્ર જો તમે કોઈ વિશેષ શ્રેણીના હોય.
- આવકનું પ્રમાણપત્ર.
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સહી
- પાછલા વર્ષનું શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર.
અન્ય સરકારી યોજના ની સંપૂર્ણ વિગત :
- (45 से 65 के व्यक्ति ) भरे 8 साल 16 लाख और पाए 52 लाख + अपने भरे हुए 16 लाख वापस टेक्स फ्री |
- साल का 1 लाख प्रीमियम भरो 23 साल और 23 लाख के साथ आगे जब तक जिओगे तब तक पाए हर साल 2 लाख. (लगबग 2 करोड़ )
- प्रधानमंत्री उज्वला गैस योजना
- आयुष्मान भारत कार्ड योजना
- प्रधानमंत्री विश्वकर्मा योजना लोन
- प्रधानमंत्री मुद्रा लोन
- सुकन्या समृध्दि योजना
- किसान सम्मान निधि योजना
- सोलर रूफटॉप योजना
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાતિ માટે લોન યોજના 2024
- ધોરણ 6 ના બાળકો માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET ) ૨૦૨૪ ફોર્મ
WhatsApp Group : Click here
Telegram channel : Click here
Download App for daily update: click here
Follow on google news : click here
Whatsapp channel : click here
टिप्पण्या