मैं योगेश जाधव (उच्च माध्यमिक शिक्षक, लेखक, कवि) अपने वेबपेज DNYAN SAGAR में आपका स्वागत करता हूं|

જ્ઞાન સાધના સ્કોલરશીપ -૨૦૨૪ result

 રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર

“જ્ઞાન સાધના સ્કોલરશીપ ૨૦૨૪”

             ધોરણ- ૧ થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ-૮ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ (RTE Act, 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે ૬ થી ૧૪ વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના ૨૫%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧ માં પ્રવેશ મેળવીને ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ તેવા બંને પ્રકારના વિદ્યાર્થીઓના વાલીની જ્ઞાન સાધના પ્રખરતા કસોટી વખતે આવક આરટીઈ એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિધાર્થીઓને મેરીટના ધોરણે રાજ્યમાં કાર્યરત તમામ બોર્ડ સાથે સંલગ્ન સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯માં પ્રવેશ મેળવ ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, તે માટે આવા ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને ધોરણ- ૯ થી ૧૨ સુધી તેમના પસંદગી મુજબના સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ માટે સ્કોલરશીપ આપવાની નવી ‘જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના' અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનામાં દર વર્ષે નવા ૨૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને ધોરણ-૯ થી ૧૦ સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ! ૨૦,૦૦૦ અને ધોરણ-૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ! ૨૫,૦૦૦ની સ્કોલરશીપ આપવામાં આવશે.

              આ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે યોજાનાર “જ્ઞાન સાધના પ્રખરતા કસોટી" રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનું ઠરાવવામાં આવેલ છે. આ કસોટી નીચેની વિગતે યોજવામાં આવશે.

આ કસોટી માટેના આવેદનપત્રો  વેબસાઇટ પર ઓનલાઇન ભરવાના રહેશે.

કસોટીમાં બેસવા માટેની પાત્રતા :

a) સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ નો સળંગ અભ્યાસ કરી ધોરણ-૮ માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય,

અથવા

b) આરટીઈ એકટ ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ૨૫% ની મર્યાદામાં જે તે સમયે ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ-૮માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય, અને ઉપર (a) અને (b)ના કિસ્સામાં જેઓના વાલીની આવક આરટીઈ એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા હાલ શહેરી વિસ્તાર માટે રૂ! ૧,૫૦,૦૦૦ (એક લાખ પચાસ હજાર) અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ! ૧,૨૦,૦૦૦ (એક લાખ વીસ હજાર) કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે.

પરીક્ષા ફીઃ-

જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા માટે કોઇપણ ફી રહેશે નહીં.

જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા ૨૦૨૪ ની તારીખ : ૩૦/૦૩/૨૦૨૪ 

કસોટીનું માળખુ: 

  • પ્રવેશ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question-MCQ Based રહેશે.
  • પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો રહેશે.
  • પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે, 
  • પ્રવેશ પરીક્ષામાં નીચે મુજબના વિષય તથા ગુણભાર રહેશે.

  • જો કોઇ કિસ્સામાં વિદ્યાર્થીઓનું એકસરખુ ગુણાંકન (મેરીટ) આવે ત્યારે પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ નકકી કરવાની આખરી સત્તા રાજય પરીક્ષા બોર્ડની રહેશે.
  • પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 30 મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર થશે.
અભ્યાસક્રમ:
  • MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૪૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેર્ટન (Pattern Perception), છુપાયેલી આકૃતિ (Hidden Figure) વિષય આધારિત પ્રશ્નો રહેશે.
  • SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૮૦ પ્રશ્નોમાં ધોરણ-૮ ના ગણિત-૨૦ ગુણ, વિજ્ઞાન-ર૦ ગુણ અને સામાજિક વિજ્ઞાન-૧૫ ગુણ, અંગ્રેજી-૧૦ ગુણ, ગુજરાતી-૧૦, હિન્દી-૫ ગુણ વિષયનો સમાવેશ થશે.
  • અભ્યાસક્રમ ધોરણ 8 નો ઉપરોક્ત વિષયનો રહેશે.
ઓનલાઈન અરજી કરવાની રીત :

       બોર્ડ વેબસાઈટ પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ફોર્મ ભરવાની તારીખ જણાવવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો :-
  • આધાર કાર્ડ 
  • આધાર ડાયસ નંબર
  • જાતિ પ્રમાણપત્ર જો તમે કોઈ વિશેષ શ્રેણીના હોય.
  • આવકનું પ્રમાણપત્ર.
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સહી
  • પાછલા વર્ષનું શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર.
અગત્યની સુચનાઓ-

1. આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ જ માન્ય રહેશે.

2. મેરીટ મુજબ જ બાળકોને પ્રવેશ આપવામાં આવશે.

3. શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૯ થી ૧૦ સુધીના અભ્યાસ માટે વાર્ષિક રૂા ૨૦,૦૦૦/- અને ધોરણ-૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ માટે વાર્ષિક રૂ! ૨૫,૦૦૦/-થી વધુ ફી ધરાવતી સ્વનિર્ભર શાળાની પસંદગી કરશે તો વધારાની ફી ચૂકવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી/વાલીની રહેશે,

4. ધોરણ-૯ થી ૧૨ ના અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થી કોઈપણ ધોરણમાં નાપાસ થાય અથવા તો શાળા છોડી જાય તો આ યોજનાનો લાભ મળતો બંધ થશે. 
5. રાજય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષા લેવામાં આવશે. શિષ્યવૃત્તિની સહાય માટે નિયામકશ્રી શાળાઓની સૂચના મુજબની કાર્યવાહી કરવાની રહેશે.

સ્કોલરશીપ ની રકમ :

આ યોજનામા કટ ઓફ મેરીટ ના આધારે પસંદ થયેલ 25000 વિદ્યાર્થીઓને નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.

આ યોજના અંતર્ગત પસંદ થયેલ વિધાર્થી પ્રોઅણ 9 મા જો નિયત કરવામા આવેલી સ્વનિર્ભર શાળા મા પ્રવેશ મેળવે તો નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.

• ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 22000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
• ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.

વિદ્યાર્થી જો ધોરણ 9 મા કોઇ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ મેળવે તો નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.

• ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 6000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
• ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 7000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.

ધોરણ 9 થી 12 ના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી કોઇ પણ ધોરણમાં નાપાસ થાય અથવા શાળા છોડી જાય તો વિદ્યાર્થીને મળતી સ્કોલરશીપ બંધ થશે.

આવક મર્યાદા
આ સ્કોલરશીપ યોજ્ના મા પરીક્ષા ફોર્મ ભરવા માટે સરકારી કે ગ્રાન્ટેડ શાળા મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોઇ આવક મર્યાદા નથી પરંતુ RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને પરીક્ષા ફોર્મ ભરવા માટે RTE પ્રવેશ માટે નિયત કરવામા આવેલી આવકમર્યાદા કરતા આવક વધતી ન હોવી જોઇએ.

જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજના પસંદગી પ્રક્રિયા :

આ સ્કોલરશીપ યોજના માટે વિદ્યાર્થીઓની પસંદગી નીચેની રીતે મેરીટ આધારિત કરવામા આવશે.

• સૌ પ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ હોય છે.
• ત્યારબાદ ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓની રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામા આવે છે. ચાલુ વર્ષ માટે આ પરીક્ષા તા. 31-3-2024 ના રોજ લેવામા આવનાર છે. 
• ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે..
• ત્યારબાદ પસંદ થયેલા વિદ્યાર્થીઓ એ ઓનલાઇન પોતાના ડોકયુમેન્ટ અને અન્ય પુરાવા અપલોડ કરવાના હોય છે.
• ત્યારબાદ જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીના ડોકયુમેન્ટ ની ચકાસણી કરવામા આવે છે.
• ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને ફાઇનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.



વધારે માહિતી માટે ઓફીશીયલ પરિપત્ર જુઓ : click here 

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માહિતી : click here 

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી : click here

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી શુરુ થવાની તારીખ : ૨૯/૦૧/૨૦૨૪ 

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : 15/02/2024 

 મુખ્યમંત્રીશ્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા(CGMS)-2024ની હોલ ટિકીટ વિદ્યાથી વાઇઝ ડાઉનલોડ કરી શકશો.
 HALL TICKET DOWNLOAD - Common Entrance Test (CET) બેઝડ યોજના (ધોરણ-5) તથા મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-8) 2024-25 અંતર્ગત શાળા/સ્કોલરશીપ યોજના માટે આગામી તા. 30-03-2024 ના રોજ ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. જેની HALL TICKET DOWNLOAD કરવા માટેની લિંક આ સાથે મોકલી આપેલ છે. HALL TICKET DOWNLOAD LINK
 મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા - 2024 પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ના પ્રશ્નપત્ર
 મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા-2024 રીઝલ્ટ  : click here 

હોમે પેજ : click here 

किसी को गुजराती समज नहीं आती है तो उसके लिए गूगल ट्रांसलेट उपलब्ध है |

અન્ય સરકારી યોજના  ની સંપૂર્ણ  વિગત :

             Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 


Follow on google news : click here 

Whatsapp channel : click here

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

संपर्क फॉर्म

पाठवा