मैं योगेश जाधव (उच्च माध्यमिक शिक्षक, लेखक, कवि) अपने वेबपेज DNYAN SAGAR में आपका स्वागत करता हूं|

GSET (2023) Exam date declared : જી સેટ પરીક્ષા ની તારીખ ડિક્લેર

 GSET (2023) Exam date declared : જી સેટ પરીક્ષા ની તારીખ ડિક્લેર 

GSET શું છે ? 
પરિચય :
                  ભારત સરકારે ૨૨ મી જુલાઇ ૧૯૮૮ના પગારધોરણ સુધારણા વિશેના જાહેરનામામાં સૂચવેલું કે અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકે નિમણુંક પામવા ઉમેદવાર, નક્કી કરેલી જરૂરી શૈક્ષણિક લાયકાત ઉપરાંત ખાસ કરીને આ ઉદ્દેશ માટે આયોજિત સર્વગ્રાહી કસોટીમાં ઉત્તીર્ણ થયેલ હોવો જરૂરી છે અને એ જ ઉમેદવાર અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકેની નિમણુંક માટે યોગ્ય ગણાશે. UGC એ અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા બનવા માટેના પ્રથમ પગથિયા તરીકે રાજ્યોના શિક્ષણ સચિવો અને ઉચ્ચશિક્ષણના નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવીને આ કસોટીનો આરંભ કરવાની ભલામણ કરી છે.

            આ ઉદ્દેશથી UGC દ્વારા જુનિયર રિસર્ચ ફેલોશીપ (JRF) અને અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા ની યોગ્યતા માટે ૨૪મી ડિસેમ્બર ૧૯૮૯ અને ૨૯મી એપ્રિલ ૧૯૯૦ ના રોજ વિવિધ ભાષાઓ સહિતની માનવવિદ્યાઓ અને સમાજવિજ્ઞાનોના વિષયની કસોટીનું આયોજન કર્યું છે. CSIR દ્વારા જુનિયર રિસર્ચ ફેલોશીપ (JRF) અને અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા ની યોગ્યતા માટે ૩૧મી ડિસેમ્બર ૧૯૮૯ના રોજ જોઇન્ટ UGC - CSIR કસોટીનું આયોજન કરવામાં આવ્યું. આ કસોટીનું સમયાંતરે UGC દ્વારા રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો ને પૂછવામાં આવ્યું કે તેઓ સ્વતંત્રપણે અન્ય કોઇ કસોટી નું આયોજન કરશે કે UGC / CSIR ની કસોટીનો અમલ કરશે. જો તેઓ UGC અને CSIR સમકક્ષ પોતાની કસોટી લેવાનો વિકલ્પ સ્વીકારે તો એ કસોટીને UGC દ્વારા માન્યાતા મેળવેલ હોવી જોઇએ. ૨૫મી મે ૧૯૯૦ ના રોજ યોજયેલ મીટીંગમાં કમિશને રાજ્ય સરકારની સમિતિઓ અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જેનું આયોજન થવાનું છે તે અધિકૃત કસોટીના આયોજન માટે UGC કમિટિની રચના કરવાનું નક્કી કર્યું. આ કમિટિને U-CAT નામ આપવામાં આવ્યું.

            UGC અને UGC - CSIR દ્વારા આયોજિત કસોટી નેશનલ એલિજિબિલીટી ટેસ્ટ (NET) તરીકે ઓળખાય છે અને આ કસોટીને સમકક્ષ રાજ્ય સરકાર દ્વારા આયોજિત કસોટી સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (SET) તરીકે ઓળખવામાં આવી. SET ના આયોજન માટે સૈધ્ધાંતિક રીતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે MIS-1092-NEW-10 તા. ૩૧.૮.૧૯૯૮ ના પત્રક્રમાંકથી જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું.

ગુજરાત રાજ્યનાપ્રતિનિધિ :

             ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનાં જાહેરનામા પત્રક્રમાંક MIS-1092-NEW-10kh તા. ૧૫.૫.૨૦૦૦માં ગુજરાત રાજ્યમાં SET નું આયોજન કરવા માટે આરંભની પ્રક્રિયાને ગતિમાન કરી. ગુજરાત રાજ્યની કોલેજ અને યુનિવર્સિટીના અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા માટેની સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET) નું આયોજન કરવા ગુજરાત રાજ્ય સરકારે ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા ની નિમણુંક કરી અને GSET નું આયોજન અને સંચાલન કરવાની સંપૂર્ણ સત્તા સોંપી.

અધ્યાપક સહાયક માટે જરૂરી :

              આ સંદર્ભમાં સમજણપૂર્વક ધ્યાનમાં રાખવાની બાબત છે કે યુનિવર્સિટી / કોલેજમાં અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકે નિમણૂંક પામવા માટે ઉમેદવારે UGC અને પસંદગી સમિતિ દ્વારા નક્કી કરેલી જરૂરી શૈક્ષણિક લાયકાત ઉપરાંત ખાસ કરીને આ ઉદ્દેશ માટે આયોજિત સર્વગ્રાહી કસોટી સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET) માં ઉત્તીર્ણ થયેલ હોવો જરૂરી છે અને એ જ ઉમેદવાર અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકેની નિમણુંક માટે યોગ્ય ગણાશે. સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET) માં ઉત્તીર્ણ થયેલ ઉમેદવાર માત્ર અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકે નિમણૂંક માટે લાયક ગણાશે , જુનિયર રિસર્ચ ફેલોશીપ (JRF) માટે નહીં.

               જુન ૨૦૦૨ પછી જાહેર થયેલ UGC ના આદેશ મુજબ, ઉમેદવાર જે રાજ્યની SET માં ઉત્તિર્ણ થયેલ હશે માત્ર એ જ રાજ્યની યુનિવર્સિટી / કોલેજ માં અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકે નિમણુંક ને પાત્ર ગણાશે.
GSET નીચેના વિષયો માટે લેવામાં આવે છે :

વિષય કોડ

વિષયનું નામ

પ્રશ્નપત્રનું માધ્યમ

અનુસ્નાતક કોર્સ

અનુસ્નાતક વિષય

૦૧

મેથેમેટીકલ સાયન્સીસ

અંગ્રેજી

M.Sc./M.A./M.Tech.(Science)
Or Equivalent Degree

ગણિત / આંકડાશાસ્ત્ર / એપ્લાઈડ મેથેમેટીક્સ / ઇંડસ્ટ્રિયલ મેથેમેટીક્સ

૦૨

ફીજીકલ સાયન્સીસ

અંગ્રેજી

M.Sc.

ફિઝિક્સ / ભૌતિક વિજ્ઞાન

૦૩

કેમીકલ સાયન્સીસ

અંગ્રેજી

M.Sc.

રસાયણશાસ્ત્ર / રાસાયણિક વિજ્ઞાન

૦૪

લાઇફ સાયન્સીસ

અંગ્રેજી

M.Sc./M.Tech (Science)

જીવન વિજ્ઞાન / વનસ્પતિશાસ્ત્ર / પ્રાણીશાસ્ત્ર / માઇક્રોબાયોલોજી / બાયોટેકનોલોજી / બાયોકેમિસ્ટ્રી / વાઇરોલોજી / બાયોઇન્ફોર્મેટિક્સ / જીનેટિક્સ

૦૫

હિન્દી

હિન્દી

M.A.

હિન્દી

૦૬

ગુજરાતી

ગુજરાતી

M.A.

ગુજરાતી

૦૭

સંસ્કૃત

સંસ્કૃત

M.A.

સંસ્કૃત

૦૮

ઇતિહાસ

અંગ્રેજી અને ગુજરાતી

M.A.

ઇતિહાસ

૦૯

સમાજશાસ્ત્ર

અંગ્રેજી અને ગુજરાતી

M.A.

સમાજશાસ્ત્ર

૧૦

અર્થશાસ્ત્ર

અંગ્રેજી અને ગુજરાતી

M.A.

અર્થશાસ્ત્ર

૧૧

રાજનીતિ શાસ્ત્ર

અંગ્રેજી અને ગુજરાતી

M.A.

રાજનીતિ શાસ્ત્ર

૧૨

અંગ્રેજી

અંગ્રેજી

M.A.

અંગ્રેજી

૧૩

શિક્ષણ

અંગ્રેજી અને ગુજરાતી

M. Ed. / M. A.

શિક્ષણ

૧૪

મનોવિજ્ઞાન

અંગ્રેજી અને ગુજરાતી

M.A.

મનોવિજ્ઞાન

૧૫

ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન

અંગ્રેજી અને ગુજરાતી

M. Lib./ M. Lis.

ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન

૧૬

કાયદો

અંગ્રેજી અને ગુજરાતી

LL. M.

કાયદો

૧૭

વાણિજ્ય

અંગ્રેજી અને ગુજરાતી

M. Com.
Or Equivalent Degree

વાણિજ્ય

૧૮

મેનેજમેન્ટ

અંગ્રેજી

M. B. A.
Or Equivalent Degree

મેનેજમેન્ટ

૧૯

કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ

અંગ્રેજી

M.C.A / M.Sc. / M.C.S / M.E. /
M. Tech or Equivalent Degree

કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ
કમ્પ્યુટર સાયન્સ

૨૦

અર્થ સાયન્સીસ

અંગ્રેજી

M.Sc.

ભૂસ્તરશાસ્ત્ર / જિઓઇનફોર્મેટિક્સ

૨૧

શારીરિક શિક્ષણ

અંગ્રેજી અને ગુજરાતી

M. P. Ed.
or Equivalent Degree

શારીરિક શિક્ષણ

22

દર્શનશાસ્ત્ર/તત્વજ્ઞાન

અંગ્રેજી અને ગુજરાતી

M.A.

દર્શનશાસ્ત્ર/તત્વજ્ઞાન

૨૩

ગૃહ વિજ્ઞાન

અંગ્રેજી અને ગુજરાતી

M.Sc. / M.A.

ગૃહ વિજ્ઞાન

૨૪

ભૂગોળશાસ્ત્ર

અંગ્રેજી અને ગુજરાતી

M.Sc./ M.A.

ભૂગોળશાસ્ત્ર

૨૫

સમાજકાર્ય

અંગ્રેજી અને ગુજરાતી

M.S.W/ M.A.

સમાજકાર્ય

૨૬

એન્વાયરમેન્ટલ સાયન્સીસ

અંગ્રેજી

M.Sc./M.Tech

એન્વાયરમેન્ટલ સાયન્સીસ

૨૭

ફોરેન્સિક સાયન્સ

અંગ્રેજી

M.Sc.

ફોરેન્સિક સાયન્સ

૨૮

હિન્દુ અધ્યયન

અંગ્રેજી

M.A.

હિન્દુ અધ્યયન

૨૯

ભારતીય જ્ઞાન પ્રણાલી

અંગ્રેજી

M.A./M.IKS

ભારતીય જ્ઞાન પ્રણાલી

૩૦

સંગીત

અંગ્રેજી

M.A. / M.Perf. Art

સંગીત

૩૧

પરફોર્મિંગ આર્ટ - નૃત્ય/નાટક/થિયેટર

અંગ્રેજી

M.A. / M.Perf. Art

પરફોર્મિંગ આર્ટ - નૃત્ય/નાટક/થિયેટર

૩૨

પબ્લિક એડમિનિસ્ટ્રેશન

અંગ્રેજી

M.P.A

પબ્લિક એડમિનિસ્ટ્રેશન

૩૩

વિઝ્યુલ આર્ટ

અંગ્રેજી

M.F.A./ M.V.A.

વિઝ્યુલ આર્ટ


પાત્રતા / લાયકાતનાં માપદંડ :
  • જે ઉમેદવારોએ UGC માન્ય અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોય અથવા અંતિમ વર્ષ નો અભ્યાસ ચાલુ હોય તેવા ઉમેદવારો જ GSET ની પરીક્ષા આપી શકશે.
  • GSET પરીક્ષા માટે અનામત નીતિ ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર રહેશે. ગુજરાત રાજ્યના SEBC ઉમેદવારો પાસેથી કેન્દ્ર સરકારના OBC પ્રમાણપત્ર સ્વીકાર્ય નથી.
  • અન્ય રાજ્ય ના અનામત વર્ગના ઉમેદવારો , એટલે કે ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારો, ને General કેટેગરીના ઉમેદવાર ગણવામાં આવશે.
  • જો ઉમેદવાર ભારતીય યુનિવર્સિટી / સંસ્થામાથી અનુસ્નાતક વર્ગનું ડિપ્લોમા / પ્રમાણપત્ર ધરાવતા હોય અથવા વિદેશની યુનિવર્સિટી / સંસ્થામાથી અનુસ્નાતક વર્ગનું ડિગ્રી / ડિપ્લોમા / પ્રમાણપત્ર ધરાવતા હોય, તો ઉમેદવાર પોતાની ડિગ્રી / ડિપ્લોમા / પ્રમાણપત્રનું, અસોશિએશન ઓફ ઇંડિયન યુનિવર્સિટીસ (AIU), New Delhi. (www.aiu.ac.in)પાસેથી, માન્ય ભારતીય યુનિવર્સિટીની અનુસ્નાતક ડિગ્રી સાથેની સમકક્ષતાનું પ્રમાણપત્ર મેળવી લે તે તેમના જ પોતાના હિતમાં છે.
  • જનરલ/બિન-આરક્ષિત/જનરલ-EWS કેટેગરીના જે ઉમેદવારોએ ઓછામાં ઓછા ૫૫% (સરેરાશ/કૃપા ગુણ ને ગણતરીમાં લીધા સિવાય - without rounding off) સાથે યુનિવર્સિટી અનુદાન આયોગ (UGC)દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા (વેબસાઇટ :https://www.ugc.ac.in) માંથી વિજ્ઞાન વિદ્યાશાખાઓમાં, માનવ – વિદ્યાઓ(ભાષાઓ સહિત) સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખાઓમાં, તથા કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ વિદ્યાશાખામાં અનુસ્નાતક અથવા ની પદવી પ્રાપ્ત કરી હોય તેવા ઉમેદવારો GSET ની પરીક્ષા આપી શકશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) નોન ક્રિમીલેયર / અનુસૂચિત જાતિ (SC) / અનુસૂચિત જનજાતિ (ST) / શારીરિક વિકલાંગ (PH) / દૃશ્યાત્મક વિકલાંગ (VH) / થર્ડ જેન્ડર ઉમેદવારે ઓછામાં ઓછા ૫૦%(સરેરાશ/કૃપા ગુણ ને ગણતરીમાં લીધા સિવાય - without rounding off) સાથે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હોય તે ઉમેદવાર GSET ની પરીક્ષા આપી શકશે.
  • જે ઉમેદવારો એ અનુસ્નાતક વર્ગની અંતિમ વર્ષની પરીક્ષા આપી હોય અથવા આપવાની હોય અને જેનું પરિણામ જાહેર ન થયું હોય કે તેમાં વિલંબ થયો હોય તેવા ઉમેદવારો પણ GSET ની પરીક્ષા આપવા માટે ફોર્મ ભરી શકે છે. જો કે આવા ઉમેદવારોને કામચલાઉ ધોરણે જ GSET ની પરીક્ષા આપવા પ્રવેશ આપવામાં આવશે. જો આવા ઉમેદવારો GSETની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેવા સંજોગોમાં, જો તેઓ તેમના અનુસ્નાતક વર્ગની પરીક્ષામાં ૫૫ % (જનરલ/બિન-આરક્ષિત/જનરલ-EWS) તથા ૫૦% (SEBC - non creamy layer/SC/ST/PwD(PH/VH)/થર્ડ જેન્ડર) સાથે ઉત્તિર્ણ થાય તો જ તેમને અધ્યાપક સહાયકની ઉમેદવારી માટે યોગ્ય ગણાશે. આવા ઉમેદવારોને GSET ની પરીક્ષાનું પરીણામ જાહેર થયાના બે વર્ષમાં તેમની અનુસ્નાતક વર્ગ ની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે અને જો તેમ ન થાય તો ઉમેદવાર ને GSET ની પરીક્ષા માટે નાપાસ ગણવામાં આવશે.
  • થર્ડ જેન્ડરઉમેદવારો માટે, GSET માટે ફી, ઉંમર, પાત્રતા અને ક્વાલિફાઇંગ ક્રાઇટેરિયા માં SC/ST/PwD(PH/VH) કેટેગરી ના ઉમેદવારોના ધોરણે છુટછાટ માટે પાત્ર રહેશે. આ કેટેગરી માટે વિષય મુજબના કટ-ઓફ્સ, SEBC(non-creamy layer)/SC/ST/PwD(PH/VH) માટેના વિષય મુજબના કટ-ઓફસમાં સૌથી ઓછા રહેશે.
  • એવા Ph.D. degree ધારક ઉમેદવારો કે જેમણે અનુસ્નાતકની પરીક્ષા ૧૯મીએ સપ્ટેમ્બર ૧૯૯૧(પરિણામ જાહેર થયાની તારીખ ધ્યાનમાં લીધા સિવાય )સુધીમાં પૂર્ણ થઈ હોય એવા ઉમેદવાર ને GSET ની પરીક્ષા આપવા માટેની લઘુત્તમ લાયકાત માટે ના કુલ ગુણમાં ૫%(એટલે કે ૫૫% થી ૫૦%)ની રાહત આપવામાં આવશે.
  • GSET ની પરીક્ષાની લાયકાત માટે ઉમેદવાર પાસે GSET દ્વારા લેવાતા વિષયની UGC માન્ય અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોવી જોઇએ.ઉમેદવારો તેમના અનુસ્નાતક વર્ગના વિષય માટે જ GSET ની પરીક્ષા આપી શકશે. ઉમેદવારના વિષયનો સમાવેશ GSET ની પરીક્ષાના વિષયોની યાદી માં ન હોય તેવા સંજોગોમાં ઉમેદવાર દર વર્ષે બે વાર લેવાતી UGC NET અથવા UGC – CSIR NET ની પરીક્ષા આપી શકે છે.
  • ઉમેદવારે ઓનલાઇન અરજીની પ્રીન્ટ કોપી કે પરીક્ષા માટેની યોગ્યતા માટે ના કોઇપણ પ્રમાણપત્ર GSET ઓફીસ, વડોદરા ને મોકલવાના રહેશે નહી. તેમ છતાં, ઉમેદવારો દ્વારા પરીક્ષા માટેની યોગ્યતા સંતોષકારક રીતે રજૂ થાય એ તેમના જ પોતાના હિતમાં છે. GSET એજન્સીને કોઇ પણ પ્રકારની અયોગ્યતા જણાશે તેવા સંજોગોમાં ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે, GSET પ્રમાણપત્ર પરત લઇ લેવામાં આવશે અને તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
  • SC / ST / PwD(PH / VH )/ SEBC(નોન ક્રિમીલેયર)/ General-EWS કેટેગરીના ઉમેદવારો એ તેમનું પ્રમાણપત્ર, જે લાગુ પડતું હોય તે, ગુજરાત રાજ્યના સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિનું પ્રમાણપત્ર / PH કે VH અંગેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે ફરજિયાતપણે હોવું જોઈએ. તેથી, ઉમેદવારો દ્વારા પરીક્ષા માટેની યોગ્યતા સંતોષકારક રીતે રજૂ થાય એ તેમના જ પોતાના હિતમાં છે. GSET એજન્સીને કોઇ પણ પ્રકારની અયોગ્યતા જણાશે તેવા સંજોગોમાં ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે, GSET પ્રમાણપત્ર પરત લઇ લેવામાં આવશે અને તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
  • ઉમેદવાર એ બાબત ખાસ ધ્યાનમાં રાખે કે તેમની GSET પરીક્ષા માટે ઉમેદવારી કામચલાઉ ગણાશે. માત્ર એ હકીકત છે કે GSET એજન્સી દ્વારા તેના / તેણીના ઓનલાઇન અરજી ફોર્મ અને પરીક્ષા ફી સ્વીકારવામાં આવે અને હોલ ટિકિટ જારી કરવામાં આવે એ એમ સૂચિત નથી થતુ કે તેમની ઉમેદવારી કાયમી ધોરણે માન્ય કરવામાં આવી છે . જો કોઇ કારણસર, કોઇપણ સ્થાને અયોગ્ય કે વાંધાજનક બાબત(બિન ઇરાદાર્વક થયેલી કમ્પ્યુટર કે પ્રિન્ટરની ભુલ સહિત ) જણાશે તો GSET દ્વારા તે ઉમેદવારને અનુત્તિર્ણ ( not-qualified ) જાહેર કરી અને GSET પ્રમાણપત્ર પરત લઇ લેવામાં આવશે.
વય મર્યાદા :
                  અધ્યાપક સહાયકની લાયકાત માટે GSET માં અરજી કરવા માટે કોઇ વય મર્યાદા નિયત કરવામાં આવેલ નથી.

પરીક્ષાનું માળખું અને પદ્ધતિ :
અસ્વીકરણ:"પરીક્ષાનું માળખું અને પદ્ધતિ" અને "પરીણામ જાહેર કરવા માટે ની કાર્યપધ્ધતિ અને માપદંડ"નો અનુવાદ ફ્ક્ત સરળ સમજુતી મળે તે માટે કરવામાં આવેલ છે અને તેના અનુવાદ / ગુજરાતી વર્ઝનમાં કોઈ વિસંગતતા જણાય તેવા સંજોગોમાં વેબસાઇટ પરનું અંગ્રેજી વર્ઝન અંતિમ અને માન્ય રાખવામા આવશે.
                GSET પરીક્ષામાં કુલ બે પેપર લેવામાં આવશે. બન્ને પેપરમાં માત્ર બહુવૈકલ્પિક પ્રશ્નો નો જ સમાવેશ કરવામાં આવશે અને પરીક્ષા દર્શાવ્યા મુજબ લેવામાં આવશે:

પેપર

ગુણ

પ્રશ્નો ની સંખ્યા

સમયગાળો

સમય

૧૦૦

૫૦ બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ)
તમામ ફરજિયાત

3 કલાક (સવારે ૦૯:૩૦ થી બપોરે ૧૨:૩૦)

૧ કલાક (સવારે ૦૯.૩૦ થી સવારે ૧૦.૩૦)

૨૦૦

૧૦૦ બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ)
તમામ ફરજિયાત

૨ કલાક (સવારે ૧૦.૩૦ થી બપોરે ૧૨.૩૦)


  • પેપર - ૧માં ૫૦ ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) પૂછાશે. દરેક પ્રશ્ન ૨ ગુણનો રહેશે. પેપર - ૧ સામાન્ય સ્વરૂપનું હોય છે જેનો મુખ્ય હેતુ ઉમેદવારના શિક્ષણ અને સંશોધન કૌશલ્યનું મૂલ્યાંકન કરવાનો છે. પેપર - ૧નો હેતુ ખાસ કરીને ઉમેદવારની તર્કશક્તિ, આકલન શક્તિ, સૂચના તથા જ્ઞાનના સ્રોતોની સામાન્ય જાણકારી અને વિશિષ્ટ વિચારશક્તિનું મૂલ્યાંકન કરવાનો છે.
  • પેપર - ૨ માં ઉમેદવારે પસંદ કરેલ વિષય પર આધારિત ૧૦૦ ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) પૂછાશે. દરેક પ્રશ્ન ૨ ગુણનો રહેશે.
  • બન્ને પેપર ના પ્રશ્નો(ભાષા અને વિજ્ઞાન ના વિષયો સિવાય ના) ગુજરાતી અને અંગ્રેજી એમ બંનેમાં હશે. ભાષાના વિષયના પ્રશ્નો જે તે ભાષા તથા વિજ્ઞાનના વિષયના પ્રશ્નો અંગ્રેજીમાં હશે. પેપર - ૧ અને પેપર - ૨ ના કોઇ પ્રશ્નમાં અનુવાદ અંગે કોઇ વિવાદ /મતભેદ જણાય તો અંગ્રેજી વર્ઝન યોગ્ય ગણાશે.
  • ઉમેદવારોએ પેપર - ૧ અને પેપર - ૨ ના પ્રશ્નોના ઉત્તર તેમને અલગથી આપવામાં આવેલ Optical Mark Reader(OMR) sheet જવાબ પત્રકમાં જ ભરવાના રહેશે.
  • ખોટા જવાબ માટે નકારાત્મક ગુણમૂલ્યાંકન પદ્ધતિ અમલ માં નથી.
  • ઉમેદવાર બન્ને પેપરની પરીક્ષા આપે તે ફરજિયાત છે. કોઇ ઉમેદવાર પેપર -૧ ની પરીક્ષા ન આપે તો તે પેપર - ૨ ની પરીક્ષા આપી શકે નહીં.
  • ઉમેદવારે પેપર - ૧ અને પેપર - ૨ ની ઓરીજીનલ OMR જવાબવહી પરીક્ષાખંડ છોડતાં પહેલાં નિરીક્ષકને પરત કરી દેવી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવાર પેપર - ૧ અને પેપર - ૨ ની પ્રશ્ન પુસ્તિકાઓ તથા OMR જવાબવહીની ડુપ્લિકેટ કોપી પોતાની સાથે લઈ જઈ શકે છે.
  • GSET પરીક્ષામાં પુન: મુલ્યાંકન / પુન: ચકાસણી કરવામાં આવતી નથી. આ સંદર્ભમાં કોઈપણ રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં.
દિવ્યાંગ ઉમેદવારો માટેની જોગવાઈ  :
  • દૃશ્યાત્મક દિવ્યાંગ (VH - Visually Handicapped) ઉમેદવારો માટે પેપર - ૧ માટે અલગથી ૨૦ મિનિટનો અને પેપર - ૨ માટે ૪૦ મિનિટનો વધારનો સમય આપવામાં આવશે. દૃશ્યાત્મક દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષામાં લહિયાની(રાઇટર) સુવિધા આપવામાં આવશે. લહિયો(રાઇટર) કોઇપણ વિદ્યાશાખામાં સ્નાતક હશે અને ઉમેદવારના વિષયનો નહી હોય. લહિયાની(રાઇટર) સુવિધા લીધી હોય કે ન લીધી હોય, તમામ દૃશ્યાત્મક દિવ્યાંગ (VH - Visually Handicapped) ઉમેદવારો વધારાના સમયની સુવિધા આપવામાં આવશે.
  • દૃશ્યાત્મક દિવ્યાંગ (VH - Visually Handicapped) ઉમેદવારો માટે બ્રેઇલમાં પ્રશ્ન પુસ્તિકાઓની કોઈ જોગવાઈ નથી.
  • જાતે પોતાના હાથે ન લખી શકે એવા શારીરિક દિવ્યાંગ ઉમેદવારો (PH - Physically Handicapped ) ઉપર મુજબના લહિયાની સુવિધા મેળવી શકશે પરંતુ વધારાનો સમય મળશે નહીં. વધારાનો સમય કે લહિયાની સુવિધા અન્ય શારીરિક દિવ્યાંગ(PH) ઉમેદવારોને આપવામાં આવશે નહીં.
Syllabus of GSET Examination
  • ગુજરાત સેટ (GSET)ની પરીક્ષાનો અભ્યાસક્રમ UGC / CSIR- NETને સમકક્ષ રહેશે. ગુજરાત સેટ (GSET)માં સમાવિષ્ટ તમામ વિષયોનો અભ્યાસક્રમ GSET ની વેબસાઇટ : www.gujaratset.ac.in પરથી ડાઉનલોડ કરી શકાશે. GSET એજન્સી, વડોદરા કોઇપણ ઉમેદવારને વ્યક્તિગત રીતે અભ્યાસક્રમ મોકલશે નહી.
  • વિજ્ઞાનના વિષયો જેમ કે, મેથેમેટીકલ સાયન્સીસ, ફીઝીકલ સાયન્સીસ, કેમીકલ સાયન્સીસ, લાઇફ સાયન્સીસ, અર્થ સાયન્સીસનો અભ્યાસક્રમ CSIR - NET ને સમકક્ષ જ રહેશે. પરંતુ પરીક્ષા પદ્ધતિ UGC - NET સમકક્ષ રહેશે. એ સિવાયના બધા વિષયોનો અભ્યાસક્રમ UGC - NET ને સમકક્ષ જ રહેશે.
પરીણામ જાહેર કરવા માટે ની કાર્યપધ્ધતિ અને માપદંડ :
આમાં નીચે મુજબનાં પગલાંનો સમાવેશ કરવામાં આવશે:
પગલું - ૧ : આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે કુલ ઉમેદવારોની સંખ્યા (કુલ સ્લૉટ્સ) GSET નાં બંને પેપર્સની પરીક્ષા માં હાજર રહેલા હોય તેવા ઉમેદવારોના 6% જેટલા હશે.
પગલું - ૨ : ગુજરાત સરકારની આરક્ષણ નીતિને અનુસરી કુલ સ્લોટને વિવિધ કેટેગરીમાં ફાળવવામાં આવશે.
પગલું - ૩ : આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે સમાવિષ્ટ થવા ઉમેદવારે બન્ને પેપરની પરીક્ષા આપી હોય તથા General (Unreserved) / General-EWS કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 40% કુલ ગુણ અને આરક્ષિત વર્ગોના, એટલે કે SC, ST, SEBC(NON - Creamy Layer) તથા PWD (PH/VH), થર્ડ જેન્ડર ઉમેદવારોએ ઓછામાં ઓછા 35% કુલ ગુણ મેળવેલ હોવા જોઈએ.
પગલું - ૪ : કોઈ પણ વિષયમાં કોઈ ચોક્કસ કેટેગરી માટે ક્વોલિફાઈ જાહેર કરી શકાય તેવા ઉમેદવારોની સંખ્યાની ગણતરી નીચે દર્શાવેલ પદ્ધતિ મુજબ કરવામાં આવશે:

અનુસૂચિત જાતિ (SC) માટે વિષય "અર્થશાસ્ત્ર" (ધારો કે) માં આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે ઉત્તીર્ણ જાહેર કરી શકાય તેવા કુલ ઉમેદવારોની સંખ્યા

વિષય "અર્થશાસ્ત્ર" માટે અનુસૂચિત જાતિ (SC)ના જેમણે બંને પેપર્સના મળીને કુલ ગુણમાં ઓછામાં ઓછા ૩૫% કુલ ગુણ મેળવ્યા હોય એવા ઉમેદવારોની સંખ્યા

(×)

પગલું - ૨ મુજબ અનુસૂચિત જાતિ (SC)માટેના કુલ સ્લોટ્સ

(÷)

તમામ વિષયો માટે અનુસૂચિત જાતિ (SC)ના જેમણે બંને પેપર્સના મળીને ઓછામાં ઓછા ૩૫% કુલ ગુણ મેળવ્યા હોય એવા કુલ ઉમેદવારોની સંખ્યા


  • આ ઉદાહરણમાં, કુલ સ્લોટ્સની સંખ્યાને અનુરૂપ બે પેપર્સની કુલ ટકાવારી, અનુસૂચિત જાતિ (SC) માટે વિષય 'અર્થશાસ્ત્ર' માં અધ્યાપક સહાયકની લાયકાત માટે ક્વોલિફાઇંગ કટ-ઓફ નક્કી કરશે.
  • આ પ્રકારની સમાન ફાળવણીની પ્રક્રિયા તમામ વિષયો અને અનામત / બીન અનામત વર્ગો માટે વપરાય છે.
  • એ બાબતની ખાસ નોંધ લેવી કે ઉપર જણાવેલ કાર્યપધ્ધતિ અને માપદંડ અંતિમ અને બંધનકર્તા રહેશે.
How to Apply Online?

ઓનલાઇન અરજી ફોર્મ ભરવા અનિવાર્ય બે ફરજિયાત પગલાં
ઉમેદવારે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરતાં પહેલાં અને જમા કરાવતા પહેલાં "શૈક્ષણિક લાયકાત" વિશેના નિયમો વાંચી લેવા જરૂરી છે અને ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટના વેબસાઇટ પર મૂકેલ માહિતી પુસ્તિકા તથા દૈનિક વર્તમાનપત્રો(છાપાં) અને એમ્પ્લોયમેન્ટ ન્યુઝ વગેરેમાં પ્રકાશિત જાહેરાત / જાહેરનામા નો ધ્યાનપુર્વક અભ્યાસ કરવો.
પગલું ૧ - પરીક્ષા ફી ભરવી
ઉમેદવારે ફી ભરવા માટે GSET ની વેબસાઈટ :www.gujaratset.ac.in ની મુલાકાત લેવી. પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નેટ બેન્કિંગ / ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવી શકાય છે.
ફી ચુકવણી માટે ચુકવણી માટે સ્ક્રીન પર આવતી સૂચનાઓને અનુસરો અને આવશ્યક પરીક્ષા ફી ની સફળતાપુર્વક ચુકવણી બાદ ફી ભાર્યાની પાવતીની પ્રિન્ટ લઇ લો.
પગલું-૨ માં GSET પરીક્ષા માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કરવા, ફી ભાર્યાની પાવતીમાં આપેલ Order Number અને SBIePay Reference ID ની નોંધ લઇ લો અને સાચવીને રાખો.
પગલું ૨ - GSET પરીક્ષા માટે ઓનલાઇન ઉમેદવારી ની નોંધણી કરો
ઓનલાઇન એપ્લિકેશન કરતા પહેલાં ઉમેદવાર પાસે પોતાનો તાજેતરનો સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો JPEG ફોર્મેટમાં તથા 100kbથી ઓછી ફાઇલ સાઇઝમાં હોવો જોઇએ.
ઉમેદવાર GSET ની વેબસાઇટ : www.gujaratset.ac.in પર Order Number અને SBIePay Reference ID થી પોતાના ખાતામાં "LOGIN" થયા બાદ "Step 2-Register Online for GSET" બટન ક્લિક કરી GSET પરીક્ષા માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકશે.
ઓનલાઇન અરજી ફોર્મ પર માગેલ બધી જ માહિતી ખાસ સાવચેતી રાખી ભરવી અને સંપૂર્ણ પ્રક્રિયા દરમ્યાન સ્ક્રિન પર આવતી માહિતીને અનુસરવૂં. તમારુ નામ, વિષય, કેન્દ્ર, કેટેગરી, શારીરિક અથવા દ્રષ્ટીની વિકલાંગતા, ફી, પોતાનો તાજેતર સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો કે જે JPEG ફોર્મેટમાં, 100 kb થી ઓછી ફાઇલ સાઇઝમાં વગેરે વિગતો અને અન્ય જરૂરી વિગતો ભરતી વખતે ખાસ સાવચેતી રાખો કારણકે એકવાર ફોર્મ જમા કરાવ્યા બાદ આ તમામ વિગતોમાં કોઇ સુધારો કરી શકાશે નહીં જેને કારણે થતા ગેરફાયદા માટે GSET Agency જવાબદાર રહેશે નહી.
આપનું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઇ ગયા બાદ, તમારી સમક્ષ રજુ થયેલ પેજ પરથી આપના ભરેલ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટઆઉટ માત્ર A-4 સાઇઝ ના પેપરમાં જ લેવી. ઉમેદવારે ભરેલ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે પોતાની પાસે ફરજિયાત રાખવું.
GSET પરીક્ષા માટે આવશ્યક ફી ભરવી (પગલું - ૧ ) અને ઓનલાઇન રજીસ્ટ્રેશન (પગલું - ૨ ) બંને ફરજીયાત છે.
તકનીકી કારણોસર કે અન્ય કોઈ કારણોસર એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કોપીમાં ઉમેદવાર નો અપલોડ કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો બરાબર ન દેખાય / છપાય, તો ઉમેદવારે તરત જ રજીસ્ટ્રેશન ની વિગતો સાથે પોતાનો તાજેતર સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો E - Mail : info@gujaratset.ac.in પર મોકલી આપવો
ઉમેદવારો એ બાબતની નોંધ લેવી કે GSETમાં ઉત્તીર્ણ થયા બાદ કોઈપણ પ્રમાણપત્ર / દસ્તાવેજ ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ , વડોદરા ખાતે મોકલવું નહીં.
નોંધ લેશો કે અરજીનું કન્ફર્મેશન મેળવવાની, હોલ ટિકીટ ડાઉનલોડ કરવાની અને બેઠક વ્યવસ્થા / પરીક્ષા સ્થળ વિષેની જાણકારી GSETની વેબસાઇટ પરથી નોંધી લેવાની જવાબદારી માત્ર ને માત્ર ઉમેદવારની પોતાની રહેશે. GSET એજન્સી આ બાબતે કોઈપણ રીતે જવાબદાર રહેશે નહી.
ઉમેદવારોને સૂચિત કરવામાં આવે છે કે છેલ્લા સમયે ઉતાવળે ફોર્મ ભરવાને બદલે વહેલાં અનુકૂળ સમયમાં ભરી દેવું. GSET નેટવર્ક કે અન્ય પ્રશ્નો માટે જવાબદાર રહેશે નહીં.

પરીક્ષા ફી :
  • રૂ. ૯૦૦/- + બેંક ચાર્જ       -      General / General-EWS / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC નોન ક્રિમીલેયર ) ઉમેદવારો માટે.
  • રૂ. ૭૦૦/- + બેંક ચાર્જ      -       SC / ST / થર્ડ જેન્ડર ઉમેદવારો માટે.
  • રૂ. ૧૦૦/- + બેંક ચાર્જ      -       PWD(PH/VH) ઉમેદવારો માટે.
મહત્વની તારીખ :
ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શુરુવાત : 21/08/2023 
ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/09/2023 
પરીક્ષાની તારીખ : 26/11/2023 રવિવાર 

પરીક્ષા કેન્દ્ર ની યાદી :

કેન્દ્ર કોડ

કેન્દ્ર નું નામ

૦૧

વડોદરા

૦૨

અમદાવાદ

૦૩

રાજકોટ

૦૪

સુરત

૦૫

પાટણ

૦૬

ભાવનગર

૦૭

વલ્લભ વિદ્યાનગર

૦૮

ગોધરા

૦૯

જુનાગઢ

૧૦

વલસાડ

૧૧

ભુજ


FAQ :
અહીં GSET પરીક્ષા વિશે વારંવાર પૂછાતા કેટલાક પ્રશ્નો છે:

GSET પરીક્ષા શું છે?
- GSET પરીક્ષા એ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) દ્વારા એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીમાં અનુસ્નાતક (PG) કાર્યક્રમોમાં પ્રવેશના હેતુ માટે લેવામાં આવતી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા છે. આ પરીક્ષા વર્ષમાં એકવાર એપ્રિલમાં લેવામાં આવે છે.
GSET પરીક્ષા માટે પાત્રતાના માપદંડ શું છે?
- GSET પરીક્ષામાં બેસવા માટે લાયક બનવા માટે, ઉમેદવારો પાસે આ હોવું આવશ્યક છે:
* માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી.
* સ્નાતકની ડિગ્રીમાં ઓછામાં ઓછા 50% ગુણ (SC/ST/SEBC ઉમેદવારો માટે 45%)
* માન્ય GATE/GPAT સ્કોર (કેટલાક પ્રોગ્રામ માટે).
GSET પરીક્ષા માટે કયા વિષયો છે?
- GSET પરીક્ષા નીચેના વિષયોને આવરી લે છે: કુલ 33 વિષય માટે આ પરીક્ષા યોજવામાં આવે છે.
* ગણિત
* એન્જિનિયરિંગ મિકેનિક્સ
* ભૌતિકશાસ્ત્ર
* રસાયણશાસ્ત્ર
* ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ
* મેકેનિકલ એન્જિનિયરિંગ
* સિવિલ એન્જિનિયરિંગ
* કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ
GSET પરીક્ષાનો સ્કોર કેવી રીતે થાય છે?
- GSET પરીક્ષા 1000-પોઇન્ટ સ્કેલ પર આપવામાં આવે છે. દરેક વિષય 200 ગુણનો છે. GSET પરીક્ષા માટે લઘુત્તમ લાયકાતનો સ્કોર 400 ગુણ છે.
GSET પરીક્ષા પાસ કરવાના ફાયદા શું છે?
- GSET પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો સમગ્ર ભારતમાં GTU અને અન્ય યુનિવર્સિટીઓ દ્વારા ઓફર કરવામાં આવતા એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીમાં PG પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે લાયક છે. તેઓ તેમના પીજી અભ્યાસ દરમિયાન દર મહિને INR 12400 નું સ્ટાઈપેન્ડ પણ મેળવે છે.
હું GSET પરીક્ષા વિશે વધુ માહિતી ક્યાંથી મેળવી શકું?
- GSET પરીક્ષાની સત્તાવાર વેબસાઇટ https://set.gtu.ac.in/ છે. તમે આ વેબસાઇટ પર અભ્યાસક્રમ, પાત્રતા માપદંડો અને અરજી પ્રક્રિયા સહિત પરીક્ષા વિશે વધુ માહિતી મેળવી શકો છો.
                        મને આશા છે કે આ મદદ કરશે! જો તમને અન્ય કોઈ પ્રશ્નો હોય તો મને જણાવો.

Important link :
Apply now : click here 
Home page  : click here

             Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 

Follow on google news : click here 

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा