BAOU B.ED ADMISSION 2023 NOTIFICATION
BAOU B.ED ADMISSION 2023 NOTIFICATION :ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનીવર્સીટી બી એડ પ્રવેશ જાહેરાત
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદનો બી.એડ્.નો અભ્યાસક્રમ પ્રાથમિક અને માધ્યમિક શાળા કક્ષાએ સેવારત શિક્ષકોના અસરકારક અધ્યયન-અધ્યાપનની પ્રક્રિયા માટે તેમને આવશ્યક એવાં કૌશલ્યો અને ક્ષમતાઓ વિકસાવવાનો ધ્યેય ધરાવે છે. પ્રસ્તુત અભ્યાસક્રમ શિક્ષકો સાથે તેમના અનુભવોના આદાન-પ્રદાનની તકો પૂરી પાડે છે. શાળાઓમાં સેવારત શિક્ષકોને વિદ્યાર્થીઓની જરૂરિયાતો પ્રમાણે તેમના અધ્યયન અનુભવો પસંદ કરવા માટે અને આયોજિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તદ્ઉપરાંત, શૈક્ષણિક મૂલ્યાંકન અને શાળા પ્રબંધ જેવાં ક્ષેત્રોમાં તેમના જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે અને તે અંગેની યોગ્ય સમજ કેળવે છે.
બી એડ પ્રવેશ ના નિયમ અને લાયકાત :
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ માત્ર પ્રવેશ પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે તૈયાર થયેલ મેરિટના આધારે જ આપવામાં આવશે. જે પ્રશિક્ષણાર્થીઓ યુનિવર્સિટીએ નિયત કરેલાં લાયકાતના ધોરણોમાં સમાવિષ્ટ થતા હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે. તેથી કોઈપણ પ્રવેશાર્થીએ કોઈપણ ખાનગી વ્યક્તિ અથવા સંસ્થાએ આપેલાં વચનોથી ગેરમાર્ગે દોરવાઈ જવું નહીં.
(1) માધ્યમઃ
બી.એડ્.ના અભ્યાસક્રમનું માધ્યમ માત્ર ગુજરાતી જ રહેશે.
સુરત મહાનગર પાલિકા ખેલ મહાકુંભ એડમીશન 2023: click here
(2) પ્રવેશ માટેની લાયકાત :
1) બી.એડ્. (સામાન્ય ) પ્રવેશ માટે યોગ્યતા : NCTE દ્વારા માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી Face to Face Modeથી PTC, D.Ed., D.EI.Ed., C.P.Ed., B.P.Ed. (સંસ્થાના NCTE કોડ નંબર સાથેનું પ્રમાણપત્ર પ્રવેશફોર્મ સાથે જોડવું) જેવો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોય તેવા શિક્ષક તરીકે હાલ સરકાર માન્ય પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં લઘુત્તમ બે વર્ષનો પૂર્ણ સમયની સવેતન સેવાઓ આપતા હોવા જોઈએ તેમજ UGČ માન્ય યુનિવર્સિટીમાંથી સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ વિદ્યાશાખામાં લઘુત્તમ 50% ગુણ અને ઈજનેરી/તનિકી વિદ્યાશાખામાં મુખ્ય વિષય ગણિત અને વિજ્ઞાન વિષયમાં ૐ5% ગુણ સાથે સ્નાતક/અનુસ્નાતક થયેલ હોય તેવા નોકરીમાં કાર્યરત (In-Service Teachers) શિક્ષકો જ આ અભ્યાસક્રમમાં અરજી કરી શકશે. (SC/ST અને દિવ્યાંગવિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા 5% ગુણની છૂટછાટ) તેમજ પ્રવેશ પરીક્ષામાં ઓછામાં ઓછા 40% (150માંથી 60) ગુણ મેળવનાર ઉમેદવાર મેરીટ ક્રમ મુજબ પ્રવેશપાત્રબનશે.
2) આચાર્ય દ્વારા અપાયેલું અનુભવનું પ્રમાણપત્ર જિલ્લા શિક્ષણ વિભાગના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં સરકારી નોકરી કરનારે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (DEO) પ્રાથમિકમાં નોકરી કરનારે જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીશ્રી (DPEO) અથવા શાસનાધિકારીશ્રી (A.O.)દ્વારા પ્રતિહસ્તાક્ષર કરેલું પ્રમાપ્રિત હોવું જોઈએ અને બિનસરકારી પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરનારે શાળાના નોંધણી નંબરવાળા લેટરપેડ પર પ્રિન્સિપાલ દ્વારા પ્રતિહસ્તાક્ષર કરેલું પ્રમાøિત હોવું જોઈએ.
(૩) સ્પે.બી.એડ્. પ્રવેશ માટે યોગ્યતા ઃ માન્ય યુનિવર્સિટીમાંથી સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ વિદ્યાશાખામાં લઘુત્તમ 50% ગુણ અને ઈજનેરી તનિકી વિદ્યાશાખામાં મુખ્ય વિષય ગણિત અને વિજ્ઞાન વિષયમાં 55% ગુણ સાથે સ્નાતક/અનુસ્નાતક (SC/ST અને દિવ્યાંગવિદ્યાર્થીઓનેપ્રવેશ મેળવવા 5% ગુણની છૂટછાટ
(3) અભ્યાસક્રમની સમયમર્યાદા :
અભ્યાસક્રમની લઘુત્તમ સમયમર્યાદા બે વર્ષની રહેશે અને અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટેની મહત્તમ સમયમર્યાદા પાંચ વર્ષની રહેશે. જે તે પ્રવેશાર્થીએ તેનો અભ્યાસક્રમ આ સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો રહેશે. ત્યારબાદ આ અભ્યાસક્રમમાં પુનઃપ્રવેશ મેળવી શકાશે નહીં.
(4) પ્રવેશ પરીક્ષા :
બી.એડ્.માં પ્રવેશ મેળવવા ઇચ્છતા પ્રવેશાર્થીઓએ પ્રવેશ પરીક્ષામાં બેસવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષામાં 40% એટલે કુલ ગુણ (150માંથી 60) ગુણ મેળવનાર પ્રવેશપાત્ર બનશે.
પ્રવેશ પરીક્ષાની ધ્યાનપાત્ર બાબતો : click here
પ્રવેશ પરીક્ષાનું અભ્યાસક્રમ / માળખું : click here
બી એડ અભ્યાસક્રમ સેન્ટર : click here
(5)કુલ બેઠકો : 500 + 50 (EWS)
(6)અભ્યાસક્રમનું કુલ સમયગાળો : બે વર્ષ
(7) સામાન્ય બી એડ માટે અભ્યાસક્રમની કુલ ફી : 20000 /-
સ્પેશલ બી એડ અભ્યાસક્રમની કુલ ફી : 30000 /-
स्वच्छ भारत मिशन में शामिल हो और अपना सर्टिफिकेट पाए : click here
(8) પ્રવેશ ફોર્મ જમા કરવાવનું સરનામું :
પ્રિન્ટેડ પ્રવેશ ફોર્મ અને ડોક્યુમેન્ટની કોપી દરેક વિદ્યાર્થીઓને આપેલ સમય ગાળા દરમ્યાન રૂબરૂ કે રજીસ્ટર પોસ્ટ થી મોકલવાનું રહેશે.
(9) મહત્વની તારીખો :
પ્રવેશ અરજ શુરુ થયા : 22/09/2023
પ્રવેશ અરજ સ્વીકારવાની છેલ્લી તારીખ : 22/10/2023
પ્રવેશ અરજી અને ડોક્યુમેન્ટ મોકલવાની છેલ્લી તારીખ : 27/10/2023
સરનામું :
'JYOTIRMAY' Parisar
Dr. Babasaheb Ambedkar Open University Marg, Sarkhej-Gandhinagar Highway, Chharodi, Ahmedabad, Gujarat, Bharat, 382 481
Phone : 079 29796223, 24, 25 02717 297170
પ્રવેશ ફોર્મ ભરવા માટેનું સેન્ટર : click here
Home page : click here
Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.
WhatsApp Group : Click here
Telegram channel : Click here
Download App for daily update: click here
Follow on google news : click here
Whatsapp channel : click here
टिप्पण्या