मैं योगेश जाधव (उच्च माध्यमिक शिक्षक, लेखक, कवि) अपने वेबपेज DNYAN SAGAR में आपका स्वागत करता हूं|

ખેલ અભિરૂચિ કસોટી (SAT) : Sports Aptitude Test (SAT) - 2023

 ખેલ અભિરૂચિ કસોટી (SAT) – ૨૦૨૩
Sports Aptitude Test (SAT) - 2023

રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઈ શકે તથા યોગ, શારીરિક શિક્ષણ, તથા રમત ગમતમાં રસ રૂચી વધે તથા ભવિષ્યમાં યોજાનાર રાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધાઓમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ સંખ્યામાં પ્રતિનિધિત્વ કરી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી શકે તે માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રમત ગમત અને ખેલકૂદ માટે તૈયાર કરવા ઉચ્ચક માનદવેતનથી કરાર આધારિત 'ખેલ સહાયક યોજના' શિક્ષણ વિભાગનાં ઠરાવ ક્રમાંક:પીઆરઈ-૧૧૨૦૨૩- પ્રાશિનિ-૨૮-ક (પાર્ટ), તા:૧૦/૦૭/૨૦૨૩ થી અમલમાં મુકવાનું ઠરાવવામાં આવેલ છે. આ ઠરાવ અંતર્ગત પ્રાથમિક. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની નિમણુક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા માટે આવશ્યક -ખેલ અભિરૂચિ કસોટી (SAT)” યોજવા અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની નિમણુક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે “ખેલ અભિરૂચિ કસોટી (SAT)- ૨૦૨૩" યોજવા અંગે તા:૧૩/૦૭/૦૨૩ નાં રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. જે અનુસાર પરીક્ષાનુ આયોજન તા:૨૦/૦૮/૨૦૨૩ નાં રોજ કરવામાં આવનાર હતું. જે પરીક્ષા મુલત્વી રાખવામાં આવેલ હતી.
શિક્ષણ વિભાગનાં ઠરાવ ક્રમાંક:પીઆરઈ-૧૧૨૦૨૩-પ્રાશિનિ-૨૮-ક(પાર્ટ), તા:૦૧/૧૧/૨૦૨૩ થી ખેલ અિ કસોટીને પાત્રતામાં માસ્ટર ઓફ યૌગિક આર્ટ એન્ડ સાયન્સ (M.Y.A.Sc. બે વર્ષ) ની લાયકાતનો પણ સમાવેશ ક= આવેલ છે. તેથી માસ્ટર ઓફ યૌગિક આર્ટ એન્ડ સાયન્સ (M.Y.A.Sc. બે વર્ષ) ની લાયકાત ધરાવતા અને રાજ્ય બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ તા:૧૩/૦૭/૨૦૨૩ નાં જાહેરનામાં મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો ખેલ અ" કસોટી - ૨૦૨૩ માં ફોર્મ ભરી શકશે. અગાઉ જે ઉમેદવારોએ ફોર્મ ભરેલ છે તે ઉમેદવારોએ ફરી ફોર્મ ભરવાની જરૂ નથી.

શૈક્ષણિક લાયકાત:

➤मान्य युनिवर्सटीनां डोध परा विद्याशामानां स्नातक ने C.P.Ed. / D.P.Ed. / B.P.Ed.
➤ B.A. in Yoga       અથવા
➤ B.Sc. in Yoga     અથવા
➤ B.P.E.                 અથવા
➤ માસ્ટર ઓફ યૌગિક આર્ટ એન્ડ સાયન્સ (M.Y.A.Sc. બે વર્ષ)

વય મર્યાદા:

પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની નિમણૂંક મેળવવા માટે મૂળ ઠરાવથી નિયત કરેલ વય મર્યાદા ૩૮ વર્ષ કે ૩૮ વર્ષથી ઓછી છે.

ખેલ અભિરૂચિ કસોટીનુ માળખું અને અભ્યાસક્રમ:

A. કસોટીનું માળખું:

 ખેલ અભિરૂચિ કસોટી બહુવિકલ્પ (Multiple Choice Question Based – MCQs) સ્વરૂપની હશે. દરેક પ્રશ્ન એક ગુણનો રહેશે. દરેક પ્રશ્નનાં ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
આ કસોટીનાં મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન (Negative Marking) રહેશે નહિ.
 વિવિધ હેતુલક્ષી કુલ ૧૦૦ પ્રશ્નો રહેશે અને તેનો સમય ૯૦ મિનીટનો રહેશે.
 તમામ વિભાગો અને તેના તમામ પ્રશ્નો ફરીજીયાત રહેશે.
 તમામ વિભાગોનુ એક જ પેપર રહેશે.
• નોંધ: આ પરીક્ષાનું માળખુ, પરીક્ષા પધ્ધતિ અને બાકીની સુચનાઓ પરીક્ષા પહેલા સરકારશ્રીના વખતોવખતના ઠરાવો. સુચનાઓ અને જોગવાઈઓને આધિન રહેશે.

કસોટીનો અભ્યાસક્રમ:

  • રમત ગમત સાથે સંકળાયેલ જ્ઞાન આધારિત પ્રશ્નો : (૭૦ પ્રશ્નો) (૭૦ ગુણ)
  • શારીરિક અને માનસિક વિકાસને લગતા પ્રશ્નો, યોગ, શારીરિક શિક્ષણ અને રમત ગમત, તે રમતો અંગેનાં નિયમોની જાણકારી, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધાઓને લગતા
  • પ્રશ્નો. બાળવિકાસ અને શિક્ષણનાં સિદ્ધાંતો (Child Development & Pedagogy) : (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)
  • બાળવિકાસ અને શિક્ષણનાં સિદ્ધાંતોનો વિભાગ, અધ્યયન અને અધ્યાપનને લગતા શૈક્ષણિક પ્રશ્ન. મનોવિજ્ઞાન આધારિત રહેશે. ઉમેદવારની વૈચારિક દોહન પ્રકિયાનું મૂલ્યાંકન થાય. વિદ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાની શકાય, બાળકેન્દ્રી અધ્યાપન માટેની વિષયસજ્જતા કેવી છે. તેનું સુચારૂ મૂલ્યાંકન થાય તેવા વ્યવહારૂ પ્રશ્નો (Applied Questions) અંગેની વિચારપ્રેરક વિષયસામગ્રી અંગેના પ્રશ્નો કસોટીમાં પૂછવામાં આવશે.
  • સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી : (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)
  • सामान्य ज्ञान, वर्तमान प्रवाहीनी भडारी नेम४ Reasoning Ability, Logical Ability. Teacher Aptitude, Data Interpretation જેવી બાબતો પણ સમાવવામાં આવશે.
  • આ પરીક્ષાનું કઠિનતા સ્નાતક કક્ષાનું રહેશે.
  • આ કસોટીનો ઉપરોક્ત અભ્યાસક્રમ પાઠ્યપુસ્તક મંડળ ધોરણ ૬ થી ૧૨ નાં યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ નાં પાઠ્યપુસ્તકો, અને યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનાં વ્યાવસાયિક લાયકાતનાં અભ્યાસક્રમ આધારિત રહેશે.
  • આ કસોટીમાં ઓછામાં ઓછા ૫૦% (૫૦ ગુણ) મેળવેલ હશે તો જ પાસ ગણાશે.

પરીક્ષા ફી :

SC. ST. SEBC, PH, EWS કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા) જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે.

પરીક્ષા કેન્દ્ર:

> પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે.

• પ્રશ્નપત્રના માધ્યમ:
  • આ કસોટી ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે.
  • ઉમેદવાર કોઇ એક જ માધ્યમમાં પરીક્ષા આપી શકશે.

અરજી કરવાની પધ્દતી :

આ ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે.

મહત્વપૂર્ણ તારીખો :

  • ઉમેદવારો રજીસ્ટ્રેશ ફોર્મ ઓનલાઇન ભરવાનો સમયગાળો : ૦૩/૧૧/૨૦૨૩ થી ૦૬/૧૧/૨૦૨૩
  • (અગાઉ જે ઉમેદવારોએ ફોર્મ ભરેલ છે તે ઉમેદવારોએ ફરી ફોર્મ ભરવાનું રહેશે નહિ.)
  • નેટ બેંકિંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો : ૦૩/૧૧/૨૦૨૩ થી ૦૭/૧૧/૨૦૨૩
  • પરીક્ષાની તારીખ : ૨૯/૧૧/૨૦૨૩ (બુધવાર)

મહત્વપૂર્ણ લિંક :

Notification Click Here

Apply Now  : Click Here

 ખેલ અભિરૂચિ કસોટી - SAT (Sports Aptitude Test) - ૨૦૨૩ની હોલ ટીકીટ (પ્રવેશપત્ર) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


Home page  : click here 

                 Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 


Follow on google news : click here 


Whatsapp channel : click here

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा