मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

સૂર્ય નમસ્કાર સ્પર્ધા : ગુજરાત 2023-24

 સૂર્ય નમસ્કાર સ્પર્ધા : ગુજરાત 2023-24 


સૂર્ય નમસ્કાર સ્પર્ધા: રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકો નિરોગી બને તે હેતુથી નવતર અભિગમ અપનાવવામા આવ્યો છે. જેમા સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાન સ્પર્ધા ની શરૂઆત કરવામાં આવી છે જે 6 ડિસેમ્બર થી ૧ લી જાન્યુઆરી ૨૦૨૪ સુધી યોજાનાર છે. જે અંતર્ગત આજે તા.૬ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય કક્ષાતી શરૂ કરી જિલ્લા/ મહાનગરપાલીકા કક્ષા સૂધી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે.  ગ્રામ્ય / શાળા અને વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષા સુધી યોજાનાર આ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન ઓનલાઇન લીંકના માધ્યમથી કરવામાં આવનાર છે. યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ રજીસ્ટ્રેશન લીકનું લોન્ચિંગ કરવામાં આવ્યુ છે.
  • તા.૬ ઠ્ઠી ડિસેમ્બરથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યુ છે. 
  • સમગ્ર રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.
  • ૧ લી જાન્યુઆરી મોઢેરા-સૂર્ય મંદિર ખાતે રાજય કક્ષાની સ્પર્ધાનુ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ યોગ સ્પર્ધાનું આયોજન કરવામા આવશે.
યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ આ મહાઅભિયાન અંગે જણાવ્યુ હતુ કે, સમગ્ર રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે અને અંદાજે ૨ કરોડથી વધુ રકમના ઇનામો સ્પર્ધકોને આપવામાં આવનાર છે. આ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાન સ્પર્ધા અંતર્ગત તા.૬ થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષા સુધી આ સ્પર્ધા યોજાશે. જેનું રજીસ્ટ્રેશન ઓનલાઇન લીંકના માધ્યમથી કરવામાં આવશે. આ સ્પર્ધા મા ભાગ લેવા માગતા સ્પર્ધકો ઓનલાઇન લીંકના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

સૂર્ય નમસ્કાર સ્પર્ધા આયોજન :
  • ૦૬ થી ૧૨ ડિસેમ્બર ૨૦૨૩ સુધી સ્પર્ધકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકસે. 
  • આ સ્પર્ધામાં ભાગ લેવા તા.૦૬ થી ૧૨ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાસે.
  • તા.૧૫ ડિસેમ્બરના રોજ ગ્રામ્ય તથા નપા/ મનપા વોર્ડ કક્ષા સ્પર્ધા યોજવામાં આવશે,
  • તા.૧૯ ડિસેમ્બરના રોજ તાલુકા તથા ઝોન કક્ષા ની સ્પર્ધા યોજવામા આવશે, 
  • તા.૨૪ ડિસેમ્બરના રોજ જીલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા યોજાશે
  • તા.૨૯ ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજવામાં આવનાર છે.
સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ઇનામ શું આપવામાં આવશે ?
  • આ સ્પર્ધાને ૩ કેટેગરીમા વિભાજીત કરવામા આવી છે. જેમા ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વયના નાગરિકો એમ ૩ કેટેગરીમા ભાગ લઇ શકશે.
  • જેમાં ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રોકડ રૂ.૧૦૧ ઇનામી રકમ આપવામા આવશે. • તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધક વય જુથ મુજબ એક ભાઈ અને એક બહેનને રૂ. ૧૦૦૦ ઇનામી રકમ આપવામા આવશે.
  • જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ નંબરે આવનાર બહેનને રૂ. ૨૧,૦૦૦/- બીજા નંબરે આવનાર ભાઇ અને બહેનને રૂ. ૧૫,૦૦૦/- અને ત્રીજા નંબરે આવનાર ભાઇ અને બહેનને રૂ. ૧૧,૦૦૦ રોકડ ઇનામી રકમ આપવામાં આવશે.
  • રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ નંબરે આવનાર વિજેતા ભાઇ અને બહેનને રૂ. ૨,૫૦,૦૦૦/-, દ્રિતીય નંબરે આવનાર ભાઇ અને બહેનને રૂ. ૧,૭૫,૦૦૦/- અને ત્રીજા નંબરે આવનાર ભાઇ અને બહેનને રૂ. ૧,૦૦,૦૦૦/- રોકડ ઇનામી રકમ આપવામાં આવશે. આ ઉપરાંત તમામ ભાગ લેનાર સ્પર્ધકને ડીજીટલ સર્ટીફીકેટ પણ આપવામાં આવશે.
સૂર્ય નમસ્કાર સ્પર્ધાના નિયમો :
৭. આ સ્પર્ધા વ્યક્તિગત છે.
२. ભાઇ અને બહેનોની સ્પર્ધા અલગ અલગ રહેશે
3. આ સ્પર્ધાનું નામ * સુર્યનમસ્કાર સ્પર્ધા * રહેશે.
४. સુર્યનમસ્કારમાં કુલ ૧૨ સ્ટેપ રજુ કરવાના રહેશે.
૫. સ્પર્ધાની અંદર ડ્રેસ કોડમાં કોઇ પણ કટ વિનાના અને અપારદર્શક તથા બંધ ગળાના વસ્ત્રો પહેરવાના રહેશે
૬. સ્પર્ધક જ્યારે સુર્યનમસ્કાર કરતા હશે ત્યારે જજીસ બધા એન્ગલથી જોઇ માર્કીંગ કરી શકશે
૭.સુર્યનમસ્કાર કરતા સમયે સ્પર્ધકની નજર શ્વાસ પ્રશ્વાસની સ્થિતિ અને હાવ ભાવનું પણ અવલોકન કરવામાં આવશે.
८. સુર્યનમસ્કારમાં આવતા દરેક આસનમાં સ્થિરતાના મુદ્દાને પણ ધ્યાનમાં લેવામાં આવશે.
૯. સુર્યનમસ્કારનાં જે તે આસનનું પોસ્ચર તથા સુર્યનમસ્કારની સંખ્યા પણ ધ્યાનમાં લેવામાં આવશે.
૧૦. સૂર્ય નમસ્કાર સ્પર્ધા ગ્રામ્ય અને શહેરી કક્ષાએ અલગ અલગ યોજાશે.
૧૧. સૂર્ય નમસ્કાર સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન વ્યકિતગત રહેશે જયારે શાળાનું રજીસ્ટ્રેશન શાળા વાઇઝ કરી શકશે.
૧૨. સૂર્ય નમસ્કારનું રજીસ્ટ્રેશન ફકત પ્રથમ તબકકામાં જ રહેશે તેમાં વિજેતા થયેલ આગળની સ્પર્ધામાં ભાગ લેશે તેને ફરી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી.
૧૩. રજીસ્ટ્રેશન એક જ વખત એક જ મોબાઇલ નંબર ઉપરથી થશે.
१४. સ્પર્ધા શરૂઆતમાં પ્રથમ તબકકામાં ગ્રામ્ય/શાળા તથા નગરપાલિકા અને મહાનગરપાલિકાના વોર્ડમાં યોજાશે. જેમાં ત્રણ ઉમર કેટેગરી વાઇઝ સ્પર્ધા થશે. જેમાંથી એક ભાઇ અને એક બહેનની કેટેગરી વાઇઝ પસંદગી કરવામાં આવશે. જે ત્યાર પછીની સ્પર્ધા કે જે તાલુકા / નગરપાલિકા અને ઝોન કક્ષાએ યોજાશે તેમાં ભાગ લેશે અને તેમાં પણ એક ભાઇ અને એક બહેનની કેટેગરી વાઇઝ પસંદગી કરવામાં આવશે. અને તેઓને જિલ્લા / મહાનગરપાલિકા કક્ષાએ ભાગ લેવા જણાવવામાં આવશે. અને તેમાંથી વિજેતા થયેલને રાજય કક્ષાએ આ મુજબ સ્પર્ધાનું આયોજન રહેશે.
१५. વય મુજબ મુજબની કેટેગરી નીચે મુજબ છે. (કટ ઓફ ડેટ તા.૦૧/૦૧/૨૦૨૪ ની સ્થિતિએ)
  • ૯ વર્ષથી ૧૮ વર્ષ
  • ૧૯ વર્ષથી ૪૦ વર્ષ
  • ૪૧ વર્ષથી ઉપર
१५. સ્પર્ધા સમયે સ્પર્ધકનું ચહેરાનો પ્રતિભાવ, વાયબ્રેશન અને સ્થિરતા જોવામાં આવશે
૧૭. સુર્યનમસ્કાર પી.ડી.એફ. માં આપેલ માર્ગદર્શક ચિત્ર તથા જાહેર કરેલ પત્રિકા પ્રમાણે ક્રમશઃ ૧ થી ૧૨ અંકમાં રજુ કરવાના રહેશે તે સિવાયની કોઇ પણ સ્થિતિ (પોઝિશન) માન્ય ગણવામાં આવશે નહી.
૧૮. સ્પર્ધક કોઇ પણ પ્રકારના મ્યુઝિકનો ઉપયોગ કરી શકશે નહી
૧૯. સ્પર્ધક એ પોતાનુ પ્રેઝંટેશન પોતે લાવેલ યોગ મેટ અથવાતો આસન પટ્ટો, શેતરંજી લાવેલ હશે તેની અંદર જ કરવાના રહેશે. એટલે કે સુર્યનમસ્કાર રજુ કરવા માટેનો એરીયા આ પ્રમાણે રહેશે.
૨૦. જિલ્લા કક્ષા અને તેનાથી ઉપરની કક્ષા માટે જે સ્પર્ધા થશે તેમાં એઇજ ગૃપ રહેશે નહી અને તેમાં ભાઇઓ અને બહેનોની પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંક રહેશે.
૨૧. નિયત સમયમાં નક્કી કરેલ સંખ્યામાં મહત્તમ સુર્યનમસ્કાર કરવાના રહેશે એટલે કે નીચે પ્રમાણેના સમયને અનુસરવાનો રહેશે.
  • ગ્રામ્ય તથા નગરપાલિકા વોર્ડ / મનપા વોર્ડ કક્ષાની સ્પર્ધા ૦૫ મિનિટમાં મહત્તમ (વધુમાં વધુ) ક્ષતિ રહિત સૂર્ય નમસ્કાર કરવાના રહેશે. જે સૌથી વધુ સૂર્ય નમસ્કાર કરે છે તેઓમાંથી ૧૦ ગણા સીલેકટ કરવામાં આવશે અને ત્યાર બાદ તેઓના આસનોના પરફેકશન જોવામાં આવશે અને અંતમાં તેઓમાંથી ફાઇનલ સીલેકટ કરવામાં આવશે.
  • તાલુકા / નગરપાલિકા તથા ઝોન લેવલની સ્પર્ધા ૦૮ મિનિટમાં મહત્તમ (વધુમાં વધુ) ક્ષતિ રહિત સૂર્ય નમસ્કાર કરવાના રહેશે. જે સૌથી વધુ સૂર્ય નમસ્કાર કરે છે તેઓમાંથી ૧૦ ગણા સીલેકટ કરવામાં આવશે અને ત્યાર બાદ તેઓના આસનોના પરફેકશન જોવામાં આવશે અને અંતમાં તેઓમાંથી ફાઇનલ સીલેકટ કરવામાં આવશે.
  • જિલ્લા / મહાનગરપાલિકા લેવલની સ્પર્ધા ૧૦ મિનિટમાં મહત્તમ (વધુમાં વધુ) ક્ષતિ રહિત સૂર્ય નમસ્કાર કરવાના રહેશે. જે સૌથી વધુ સૂર્ય નમસ્કાર કરે છે તેઓમાંથી ૦૫ ગણા સીલેકટ કરવામાં આવશે અને ત્યાર બાદ તેઓના આસનોના પરફેકશન જોવામાં આવશે અને અંતમાં તેઓમાંથી સીલેકટ કરવામાં આવશે.
  • રાજય લેવલની સ્પર્ધા ૧૫ મિનિટમાં મહત્તમ (વધુમાં વધુ) ક્ષતિ રહિત સૂર્ય નમસ્કાર કરવાના રહેશે. જે સૌથી વધુ સૂર્ય નમસ્કાર કરે છે તેઓમાંથી ૦૩ ગણા સીલેકટ કરવામાં આવશે અને ત્યાર બાદ તેઓના આસનોના પરફેકશન જોવામાં આવશે અને અંતમાં તેઓમાંથી સીલેકટ કરવામાં આવશે.
૨૨. કોઇ પણ વિવાદ સમયે નિર્ણાયકનો નિર્ણય આખરી ગણાશે
23. કોઇ પણ વિવાદ સમયે નિર્ણાયકના નિર્ણય સામે અપિલ ઑથોરીટી તરીકે ખાસ ફરજ પરના અધિકારીના અધ્યક્ષસ્થાને નિમાયેલ કમિટી આખરી નિર્ણય કરશે. જે સર્વેને બંધનકર્તા રહેશે.
२४. સ્પર્ધામાં ભાગ લેતા પુર્વે સ્પર્ધકે સ્પર્ધાના તમામ નિતિ/નિયમો જાણી લેવાના રહેશે અને આ બાબતે પછીથી કોઇ વિવાદ સાંભળવામાં આવશે નહી.
૨૫. સુર્યનમસ્કારની અંદર કુલ - ૧૨ સ્ટેપ અને ૭ આસનો સમુહ આવે છે અને ૫ આસન પુનરાવર્તિત થાય છે તે પ્રમાણે જ સુર્યનમસ્કાર રજુ કરવાનાં રહેશે.
२५. સ્પર્ધા સમયે સ્પર્ધકના કોઇ પણ સગા કે કોઇ પણ વ્યક્તિ ઓડિયન્સમાંથી વ્યક્તિગત સ્પર્ધકનું નામ લઇને તેમને ઉત્તેજન આપી શકશે નહી તથા સુત્રોચ્ચાર કરશે નહી.
૨૭. સુર્યનમસ્કારની અંદર પ્રથમ આવર્તનમાં ચોથા ક્રમે ડાબો પગ પાછળ લઇ અને નવમાં ક્રમે પણ ડાબો પગ આગળ લેવાનો રહેશે.
૨૮. સુર્યનમસ્કારમાં ક્રમ નં. ૫ અને ૮ માં પર્વતાસનની સ્થિતિ રજુ કરવાની રહેશે.
२८. આ સ્પર્ધા ઓપન ફોર ઓલ એટલે કે ગુજરાતમાં રહેતા અને રહેઠાણ ધરાવતી વ્યક્તિ જ ભાગ લઇ શકશે અને દરેક સ્પર્ધકે પોતાની સાથે પોતાનું અસલ આધાર કાર્ડ અને જન્મ તારીખનો દાખલો તેમજ તેની એક નકલ સાથે રાખવાની રહેશે.
૩૦. આ સ્પર્ધામાં જજ તરીકે જે વ્યક્તિ કામગીરી કરવાની છે તેવી વ્યક્તિઓ સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહી.
૩૧. જે તે જિલ્લામાં રહેનાર વ્યક્તિ તેના પોતાના જ જિલ્લામાં ભાગ લઇ શકશે. તેમજ એક જ જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવી શકશે.
32. દરેક સ્પર્ધકે પોતાની ક્ષમતા અને મર્યાદા ધ્યાને લઇ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. વધુ પડતા ઉત્સાહ અને ઉતાવડમાં ભાગ લઇ કોઇ પણ હાની પહોંચશે તો તેની જવાબદારી જે તે સ્પર્ધકની જ રહેશે.
33. ફિટનેશ માટેની બાંહેધરી આપવાની રહેશે.

રજીસ્ટ્રેશન કરવાની લિંક : અહી ક્લિક કરશો

Home page  : click here 

                 Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 

Follow on google news : click here

Whatsapp channel : click here

Follow on twitter : click here


टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा