ગુજરાત જ્ઞાનગુરુ ક્વીઝ ( G૩Q 2.0 )
ગુજરાત જ્ઞાનગુરુ ક્વીઝ ( G૩Q 2.0 )
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q 2.0) ના ઉદ્દેશો
- એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
- સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
- વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
- કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
- ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી
ક્વીજમાં નોંધણી ક્યારે શુરુ થશે ?
માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તારીખ 24th December 2023 ના રોજ ઑનલાઇન G3Q 2.0 ક્વિઝના શુભારંભ કર્યા બાદ સાંજે 6 વાગ્યા થી રજીસ્ટ્રેશન કરી શકશે અને ક્વિઝ રમી શકશે.
ભાગ લેવા માટેની લાયકાત / Entry and Eligibility
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.
ક્વીઝ્ના સર્વસામાન્ય નિયમો અને શરતો :
ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q)ના સામાન્ય નિયમો :
1. પ્રારંભિક કક્ષાએ તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) અને વોર્ડ કક્ષાએ સતત ૭૫ દિવસ સુધી ઓનલાઇન ક્વિઝ યોજવામાં આવશે.
2. દ્વિતીય તબક્કા દરમિયાન જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ ઓનલાઇન ક્વિઝ યોજવામાં આવશે.
3. ત્રીજા અને અંતિમ તબક્કામાં જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાની ઓનલાઈન ક્વિઝ પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાએ ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝનું આયોજન કરવામાં આવશે.
4. WWW.G3Q.CO.IN ડોમેઈન પર રજીસ્ટ્રેશન કરાવીને સ્પર્ધક આ ક્વિઝમાં ભાગ લઈ શકે છે. ક્વિઝના દરેક સ્પર્ધકને ક્વિઝમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
5. તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) અને વોર્ડની કક્ષાએ વિજેતા, પછીથી જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ ભાગ લેશે અને તેમાંથી વિજેતા થનારને જ રાજ્ય કક્ષાએ ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝમાં ભાગ લેવા મળશે.
6. તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) /વોર્ડ કક્ષાએ ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q) દર અઠવાડિયે સતત ૭૫ દિવસ સુધી દર રવિવારના રોજ ૦૭:૦૦ કલાકથી દર શુક્રવાર સાંજના ૦૭:૦૦ કલાક દરમિયાન ખુલ્લી રહેશે.
7. તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ)/વોર્ડ કક્ષાએ ક્વિઝનો દરેક સ્પર્ધક સતત ૭૫ દિવસ સુધી દર અઠવાડિયે એક વખત ક્વિઝમાં ભાગ લઈ શકે છે પણ જે-તે સ્પર્ધક જે-તે અઠવાડીયા દરમ્યાન વિજેતા ઘોષિત થાય છે તો તે પુન: જે.તે શ્રેણીમા ભાગ લઈ શકતો નથી.
8. દર અઠવાડિયે તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ)/વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ-યુનિવર્સીટી વિભાગનાં દસ-દસ વિજેતાઓ તથા અન્ય પ્રજાજન કેટેગરીના ૨૦ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
9. તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ)/વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ-યુનિવર્સીટી વિભાગનાં વિજેતાઓ જિલ્લા કક્ષાની અને ત્યારબાદ રાજ્ય કક્ષાની ક્વીઝમાં ભાગ લઈ શકશે.
10. ક્વિઝ દરમિયાન પ્રાપ્ત થનારા ક્વિજનો ક્રમ અને ક્વિજનું સ્વરૂપ પણ દરેક ક્વિઝ સ્પર્ધક માટે અલગ અલગ રહેશે.
11. ક્વિઝના દરેક સ્પર્ધકને ક્વિઝની ભાષા પસંદ કરવા માટે ગુજરાતી અને અંગ્રેજીમાંથી કોઈ એક ભાષા પસંદ કરવાનો વિકલ્પ મળશે.
12. દર અઠવાડિયે તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગના પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનીટનો અને ૨૦ વિઝ રહેશે.
13. દરરોજ ૨૫૦ ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે.
14. WWW.G3Q.CO.IN ડોમેઈન પર ક્વિઝ રમતી વખતે માર્ક એન્ડ રિવ્યૂ ઓપ્શન સિલેક્ટ કરવાથી જે તે જવાબ સેવ થઇ જશે અને સમય રહે તો તેને બદલવાની સગવડ પણ મળશે, અહીં સિલેક્ટ કરેલ સાચા જવાબના ૦૧ ગુણ મળશે અને જો જવાબ ખોટો હશે તો ૦.૩૩ ગુણ પણ કપાશે. વિજેતાની પસંદગી સૌથી વધુ ગુણ ધરાવનારને (ઓછા સમયમાં) વિજેતા ઘોષિત કરવામાં આવશે. જ્યાં તમામ મેરીટ સરખા થતાં ટાઈ પડે ત્યારે સ્પર્ધકના રજીસ્ટ્રેશનનાં સમય અને સ્પર્ધક દ્વારા ક્વિઝ શરૂ કરેલ સમય વચ્ચેના તફાવતને ધ્યાને રાખીને લઘુત્તમ સમય તફાવત ધરાવતા ઉમેદવારને વિજેતા ઘોષિત કરવામાં આવશે.
15. આ ક્વિઝમાં સામાન્ય સ્વરૂપે બહુ વૈકલ્પિક તથા ઓડિયો-વિડિયો સ્વરૂપે ક્વિઝ રહેશે જેમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી પહેલો, વિકાસગાથા, ગૌરવગાથા અને જન સુખાકારી યોજનાઓની માહિતી તેમજ સામાન્ય જ્ઞાન અને નોંધનીય બાબતોની ક્વિઝ રહેશે.
16. ક્વિઝના દરેક સ્પર્ધકને મળેલા ભાષા પસંદગીના વિકલ્પોમાંથી ગુજરાતી કે અંગ્રેજી એમ કોઈ એક ભાષા પસંદ કર્યા બાદ 'આરંભ' 'Start'નું બટન ક્લિક કરવાનું રહેશે. બટન ક્લિક કરતાં જ ક્વિઝનું ટાઇમર શરૂ થશે.
17. સમય માટે ક્વિઝના દરેક સ્પર્ધક પોતાની સ્ક્રીનની એક તરફ સતત ચાલતું ટાઇમર જોઈ શકશે.
18. વિજેતાની પસંદગી માટે ક્વિઝ સ્પર્ધકે આપેલા જવાબોની ખરાઈ ઉપરાંત સ્પર્ધકે જવાબો આપવા માટે લીધેલા કુલ સમયની પણ ગણના કરવામાં આવશે.
19. તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ)/વોર્ડ કક્ષાએ વિજેતા જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાએ ભાગ લેવા ન ઈચ્છતા હોઈ તો તેઓ જે-તે કક્ષાએથી ઈચ્છાનુંસાર છોડી શકશે.
20. જિલ્લા (મહાનગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ વિજેતા રાજ્ય કક્ષાએ ભાગ લેવા ન ઈચ્છતા હોઈ તો તેઓ પણ જે-તે કક્ષાએથી ઈચ્છાનુંસાર છોડી શકશે.
21. ક્વિઝના પરિણામ માટે ઓનલાઇન ક્વિઝ દરમિયાન દરેક સ્પર્ધકે ક્લિક કરેલા જવાબોના આધારે સર્વરને મળેલા ડેટાના કમ્પ્યૂટર એનાલિસિસ દ્વારા મળેલા ગુણને ધ્યાનમાં લેવામાં આવશે.
22. ક્વિઝના દરેક સ્પર્ધકે રજિસ્ટ્રેશન માટે પોતાની સાચી વિગતો આપવી અનિવાર્ય છે. વિજેતા થનારે આયોજકો સમક્ષ પોતાનું પ્રમાણભૂત અને માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનની વિગતો અને ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે તો જે તે ઇનામનો લાભ જે-તે સ્પર્ધકને મળવા પાત્ર થશે નહી.
23. ક્વિઝમાં ભાગ લેનાર દરેક સ્પર્ધક અને વિજેતાઓને ડીજીટલ સર્ટીફિકેટ આપવામાં આવશે.
24. ક્વિઝની કોઈ પણ બાબત અંગે શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્યનો નિર્ણય આખરી અને સૌને બંધનકર્તા રહેશે. આ બાબતે કોઈ પણ પત્ર વ્યવહાર કે, રજુઆતને ધ્યાને લેવામાં આવશે નહી.
25. ક્વિઝનાં જવાબો અંગે તથા ક્વિઝની માહિતી અંગે ક્વિઝના આયોજકોનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.
26. આ ક્વિઝ મોબાઈલ ફોન, સ્માર્ટ ફોન, આઈ ફોન, ડેસ્કટોપ કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, l-pad જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી કોઈ પણ સ્થળેથી રમી શકાશે.
27. સ્થાનિક કક્ષાએ સ્પર્ધકોને ઈન્ટરનેટની ક્ષતિ, ઈન્ટરનેટની સ્પીડ, નેટવર્કની સમસ્યા, મોબાઈલ ફોન કે કોમ્પ્યુટરની સમસ્યા કે કોઈ પણ પ્રકારની ટેકનિકલ ક્ષતિ માટે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q) ના આયોજક શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારની કોઈ જવાબદારી રહેતી નથી અને આ બાબતના લગતા પ્રશ્નોને ધ્યાને પણ લેવામા આવશે નહી.
28. ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q) ના આયોજક શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે આ બાબતે કોઈ પત્રવ્યવહાર કરવામા આવશે નહી.
29. ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q)મા ભાગ લેનાર તમામ સ્પર્ધકો પોતાની સ્વેચ્છાએ આ ક્વિઝમા ભાગ લે છે અને ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q) અંગેના તમામ નિયમો અને શરતો જે-તે સ્પર્ધકને મંજૂર અને કબૂલકર્તા રહેશે.
30. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q)ની તમામ બાબતો, ઈનામની રકમો અને શરતોમાં ફેરફાર કરવાનો તથા અસાધારણ સંજોગોમાં ક્વિઝ સંપૂર્ણપણે સમય અવધિ પહેલા સમાપ્ત કરવાનો અબાધિત અધિકાર ધરાવે છે.
31. જિલ્લા (મહાનગરપાલિકા સમાવિષ્ટ)/વોર્ડ કક્ષાએ થનારી ઓનલાઈન ક્વિઝ અને રાજ્ય કક્ષાની આયોજીત થનાર ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝના નિયમો હવે પછીથી વખતો-વખત જાહેર કરવામા આવશે.
32. ક્વિઝ માટેની વખતો વખતની અદ્યતન માહિતી www.g3q.co.in ડોમેઈન પર મુકવામાં આવશે.
હેલ્પલાઈન :
જો કોઈ મૂંઝવણ હોય તો કૃપા કરીને હેલ્પલાઈન નંબર: 99789 01597 અથવા 78783 30030 પર અમારો સંપર્ક કરો. If any query please contact us on helpline No.: 99789 01597 OR 78783 30030
FAQ
ક્વિઝમાં પૂછાતા પ્રશ્નો વાંચવા માટે ક્યાંથી મળશે ?
ક્વિઝમાં પૂછાતા પ્રશ્નો (g3q.co.in) પોર્ટલ પર Today's Quiz Bank નામનાં મેનુ માંથી મળશે.
બમ્પર રાઉન્ડ રાઉન્ડ ક્વિઝ ક્યારે રમી શકાશે ?
બમ્પર રાઉન્ડ રાઉન્ડ ક્વિઝ 15 દિવસે એક વખત રમી શકાશે.
બમ્પર રાઉન્ડ માટેની ક્વિઝ બેન્ક ક્યારે થી જોઈ શકાશે?
બમ્પર રાઉન્ડ માટેની ક્વિઝ બેન્ક ક્વિઝના સમય ની 2 કલાક પહેલાથી જોઈ શકાશે.
શું વિદ્યાર્થી વિજેતાએ પોતાની બેંકની માહિતી અધુરી, અયોગ્ય કે ખોટી ભરેલ છે તે બદલી શકશે?
જે વિદ્યાર્થી વિજેતાએ પોતાની બેંકની માહિતી અધુરી, અયોગ્ય કે ખોટી ભરેલ છે તથા શાળા/કોલેજ/યુનિવર્સીટી દ્વારા Approved અથવા Paid કરવામાં આવેલ ન હોય તેવા વિધાર્થી વિજેતાઓ પોતાના Log-in માંથી તેની સાચી બેંકની માહિતી ભરી શકે છે. શાળા/કોલેજ/યુનિવર્સીટી દ્વારા Approved અથવા Paid થયા બાદવિધાર્થી વિજેતાઓ કોઈ પણ માહિતી બદલી શકશે નહીં.
શું વિદ્યાર્થીઓ વિજેતા થાય પછીથી સંબંધિત શાળા/કોલેજ/યુનિવર્સિટી બદલી શકશે?
જે વિદ્યાર્થી વિજેતાને સબંધિત શાળા/કોલેજ/યુનિવર્સીટી દ્વારા Approved અથવા Paid કરવામાં આવેલ ન હોય તેવા વિધાર્થી વિજેતાઓ પોતાના Log-in માંથી તેની સાચી શાળા/કોલેજ/યુનિવર્સીટી બદલી શકશે. શાળા/કોલેજ/યુનિવર્સીટી દ્વારા Approved અથવા Paid થયા બાદ વિધાર્થી વિજેતાઓ કોઈપણ માહિતી બદલી શકશે નહીં.
ક્વિઝ આપતી વખતે અન્ય કોઈ પરેશાની થતી હોઈ તો શું કરવું ?
તેના માટે તમારે G3Q 2.0 ટેક્નિકલ હેલ્પ લાઈન નંબર(+91 9978901597 અથવા +91 7878330030) પર સંપર્ક કરવાનો રહેશે.
મારી સ્કૂલ અને કોલેજ મને મળતી નથી હું શું કરું ?
તમને તમારી સ્કૂલ અને કોલેજ જોવા મળતી નથી, તો તમે G3Q 2.0 ના ટેક્નિકલ હેલ્પ લાઈન નંબર(+91 9978901597 અથવા +91 7878330030) પર સંપર્ક કરવો.
આ ક્વિઝ માં કેવા કેવા પ્રશ્નો પુછાશે ?
ગુજરાત અને ભારત સરકાર દ્વારા પ્રજા લક્ષી સેવા કાર્યો માટે જે યોજનાઓ બહાર પાડી છે તેના સંદર્ભ માં પ્રશ્નો પુછાશે.
અમે 2 વખત રજીસ્ટર કર્યું હોઈ અને 2ને માં વિજેતા થયા હોઈ તો 2 વખત પ્રાઈઝ મળશે ?
નાં, તમને એક વખત જ પ્રાઈઝ મળશે, અને તમે જે ડોક્યુમેન્ટ જોડેલા છે તેનું વેરિફિકશન થઈ ગયા પછી જ વિજેતાને પ્રાઈઝ મળશે, અને પ્રાઈઝ આવી ગયા પછી જો કોઈ ભૂલ લાગશે તો પ્રાઈઝ પાછી લઇ શકાશે.
બેંક ડિટેઇલ્સ અને બધું જોડ્યા બાદ મને કેટલા ટાઈમ માં પ્રાઈઝ મળશે ?
બધા વિજેતા પોતાની ડિટેઈલ્સ જોડી દેશે,અને વેરિફિકશન થઈ જશે, એટલે તમને તમારી પ્રાઈઝ મળી જશે.
વિજેતાનો એસએમએસ આવ્યા પછી મારે શું કરવાનું રહેશે ?
વિજેતાનો એસએમએસ આવ્યા પછી, (g3q.co.in) પોર્ટલમાં લોગીન થઈને તમારી બેંક ડિટેઈલ્સ, આધાર કાર્ડ અને વર્તમાન ફોટો જોડવાનો રહેશે.
વિજેતા થઈ ગયા પછી મારે શું કરવાનું રહેશે?
તમે વિજેતા થઈ ગયા પછી તમને રેજિસ્ટર મોબાઈલ નંબર પર એસએમએસ આવશે. એસએમએસ આવ્યા પછી (g3q.co.in) પોર્ટલમાં લોગીન કરીને તમારી બેંક ડિટેઈલ્સ, આધાર કાર્ડ અને વર્તમાન ફોટો જોડવાનો રહેશે.
અમે એક અઠવાડિયે વિજેતા થઈ ગયા પછી બીજા અઠવાડિયે અમારે ક્વિઝ આપવાની રહેશે?
ના, તમે એક અઠવાડિયામાં વિજેતા થઈ ગયા હોઈ તો બીજા અઠવાડિયા માં તમારે ક્વિઝ આપવાની રહેશે નહિ. પરંતુ તમે બમ્પર રાઉન્ડની ક્વિઝ રમી શકશો.
દર અઠવાડિયે અમારે રજીસ્ટ્રેશન કરવું પડશે ?
નાં, એક વાર રજીસ્ટ્રેશન કરાવી તમે દર અઠવાડિયે ક્વિઝ રમી શકો.
આ ક્વિઝ કેટલો ટાઈમ ચાલશે ?
આ ક્વિઝ 10 અઠવાડિયા સુધી ચાલશે.
G3Q 2.0 માં હું રજીસ્ટ્રેશન કરાવી લઉં પછી શું કરવાનું ?
રજીસ્ટ્રેશન કરાવ્યા પછી તમારા રજીસ્ટર મોબાઈલ નંબર માં લોગીન માટે તમને યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મોકલવામાં આવશે, અને લોગીન થવા માટે લિંક હશે, તેના પરથી તમે ક્વિઝ આપી શકશો.
મહત્વપૂર્ણ લિંક :
રજીસ્ટ્રેશન કરવા માટે : અહી ક્લિક કરશો
ક્વીઝ ની કી માટે : અહી ક્લિક કરશો
વિનર લીસ્ટ જોવા માટે : અહી ક્લિક કરશો
ક્વીઝ પ્રશ્ન બેન્ક જોવા માટે : અહી ક્લિક કરશો
WhatsApp Group : Click here
Telegram channel : Click here
Download App for daily update: click here
Follow on google news : click here
Whatsapp channel : click here
Follow on twitter : click here
टिप्पण्या