मैं योगेश जाधव (उच्च माध्यमिक शिक्षक, लेखक, कवि) अपने वेबपेज DNYAN SAGAR में आपका स्वागत करता हूं|

Gyan sahayak (Higher secondary) shikshak bharti Gujarat 2023

Gyan sahayak (Higher secondary) shikshak bharti Gujarat 2023 : જ્ઞાન સહાયક (ઉચ્ચત્તર માધ્યમિક) શિક્ષક ભરતી 2023


                 શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ‘‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)'' માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક)''ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉપ૨ોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓન-લાઈન અરજી ઓફીશીયલ  વેબસાઈટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબ સાઈટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.
          ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
           રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રામિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખુટતા વિષયની ખાલી જગ્યા પર વર્ષ૨૦૧૫-૧૬માં અમલમાં મુકાયેલી પ્રવાસી શિક્ષકની પોલીસી બદલી (૨૬૦૦૦ +) જ્ઞાન સહયક અને ખેલ સહાયક યોજના આજે સોમવારે જાહેર કરવામાં આવી છે. આ નવી વોજનામાં કરાર આધારિત શિક્ષકોના પગાર બે ગણા કરવા ઉપરાંત નિણૂકનો પ્રક્રિયા સેન્ટ્રલાઇઝ્ડ કરી દેવામાં આવી છે. જે મુજબ પ્રાથમિક શાળામાં નિમણૂક થનાર જ્ઞાન સહાયને માસિક રૂ.૨૧,૦૦૦, માધ્યમિકમાં રૂ.24000 અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ૨૬,૦૦૦ ઉચ્ચક માનદ વેતન ચૂકવશે. આ સિવાય ૩૦૦ થી વધુ સંખ્યા ધરાવતી ૫૦૭૫ શાળાઓમાં ખેલ સહાયક ની પણ નિમણુક કરવામાં આવશે. ખેલ સહાયક ને પણ ૨૧ હજાર મુજબ માસિક વેતન ચુકવાશે. સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા શાળા વ્યવસ્થાપન સમિતી સાપે ૧૧ મહિનાના કરાર આધારિત સેન્ટ્રલાઈઝ્ડ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. મિશન સ્કૂલ ઓફ એકસલન્સ ના ભાગરૂપે અમલમાં મુકાયેલી આ પાંચ વર્ષની  યોજનામાં કરાર આધારિત નિમણૂક થતા સહાયકોને વેતનમાં બે વર્ષ બાદ વધાર્યો થશે, નિમણૂક માટે પ્રાથિમક અને માધ્યમિક શાળામાં વયમર્યાદા ૪૦ વર્ષે જ્યારે ઉચ્ચત્તર માધ્યમિકમાં ૪૨ વર્ષ ૨હેશે.

જ્ઞાન સહાયક (ઉચ્ચ માધ્યમિક) શિક્ષક ભરતી 2023 :

  • વિભાગનું નામ : ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ કચેરી ગાંધીનગર.
  • પોસ્ટ : જ્ઞાન સહાયક (ઉચ્ચત્તર માધ્યમિક)
  • કેટેગરી : શિક્ષણ 
  • ઓનલાઈન ફોર્મ ભરવાની શુરુવાત : 08/12/2023 (14.૦૦ થી)
  • ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 17/12/2023  (23.59 સુધી )
  • વય મર્યાદા : 42 
  • પગાર : ૨૬૦૦૦ /-
  • અરજી કરવાની રીત : ઓનલાઈન 
  • જ્ઞાન સહાયક ભરતીનો ઠરાવ : click here 
  • જ્ઞાન સહાયક ભરતીનો પ્રાથમિક ઠરાવ અને શૈક્ષણિક લાયકાત : click here 
  • જ્ઞાન સહાયક ભરતીનો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ઠરાવ અને શૈક્ષણિક લાયકાત : click here 
  • ફોર્મ ભરવા માટે : click here 
  • જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત : click here
  • હોમ પેજ : click here 

Important update :

new

Uchchatar Madhyamik Gyan Sahayak Advertisement - 2023

new

જ્ઞાનસહાયક ભરતી (ઉચ્ચત્તર માધ્યમિક) ઉમેદવારોની સુચનાઓ

new

Gyansahayak Receiving center Higher Secondary

new

જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક - DV આધાર લીસ્ટ 2023

જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) શાળા પસંદગી માટે અહી ક્લિક કરો.new
જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) માટે શાળા પસંદગીની પ્રક્રિયા (Choice Filling) તા.01/01/2024 ને સોમવાર રાત્રે 23:59 કલાક સુધી કરી શકાશે.


               જો ઓફીશીયલ અપડેટ હશે તો આ સાઈટ ઉપર આપવામાં આવશે. આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેજો. અપડેટ માટે નીચે આપેલ પ્લેટફોર્મ ઉપર ફોલો કરશો.

*જ્ઞાન સહાયક માટે કેવી રીતે અરજી કરવું ?
- જ્ઞાન સહાયક માટે ઓનલાઈન અરજી કરવાનું રહેશે.
*જ્ઞાન સહાયક ભરતી કેટલા સમય માટે કરવામાં આવશે ?
- જ્ઞાન સહાયક ભરતી ૧૧ માસ નાં કરાર આધારિત હશે. આ કરાર વધારાનું નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવશે.

Home page  : click here 

                 Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 

Follow on google news : click here

Whatsapp channel : click here

Follow on twitter : click here

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

संपर्क फॉर्म

पाठवा