Vikram Sarabhai Vikas Protsahan Shishyavruti Yojana 2024
વિક્રમ સારાભાઇ વિકાસ પ્રોત્સાહન શિષ્યવૃત્તિ યોજના 2024
પીઆરએલ (ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા) શાળા થી લઇને શિક્ષણ અને સંશોધનના ઉચ્ચતમ સ્તર પર સક્રિય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વૃત્તિ અને અભિગમ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓની સાથે સાથે માર્ગદર્શનનો અભાવ અને બીજી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પીઆરએલ આવી સામાજિક સમસ્યાઓથી વાકેફ છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી, અમે અમારા આદ્યસ્થાપક શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં શિષ્યવૃત્તિઓની સ્થાપના કરતા હર્ષ અનુભવીએ છીએ. આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે. આ શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) છે.
શિષ્યવૃત્તિ ચયન કસોટી: શિષ્યવૃત્તિ માટે સ્ક્રીનીંગ કસોટી Sunday, 21st January 2024 રવિવાર ના રોજ યોજવામાં આવશે.
શિષ્યવૃત્તિની મુખ્ય વિશેષતાઓ:
- વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે.
- શિષ્યવૃત્તિની કુલ સંખ્યાના ઓછામાં ઓછા 50 ટકા શિષ્યવૃત્તિ કન્યાઓને આપવામાં આવશે.
- અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી છે.
- પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં ₹1,00,000/- (માત્ર એક લાખ રૂપિયા) સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે.
ગુજરાત જ્ઞાનગુરુ ક્વીઝ : રજીસ્ટ્રેશન માટે અહી ક્લિક કરો , 25 કરોડ સુધીનો ઇનામ મળશે.
પાત્રતા, નિયમો અને શરતો:
- અરજદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી હોવો જોઈએ.
- વિકાસ સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પસંદગી ધોરણ 7 માં મેળવેલ ગુણ, તેમની કુટુંબની કુલ વાર્ષિક/વર્ષની આવક અને સ્ક્રિનિંગ કસોટી, જે પીઆરએલ દ્વારા લેવામાં આવસે, તેમાં મેળવેલ ગુણ પર આધારિત રહેશે.
- અરજદારે શાળાના પ્રધાનઆચાર્યનું લખેલું પ્રમાણપત્ર આપવાનું રહેશે જેમાં નિચેની વિગતો દર્શાવેલી હોય તે જરૂરી છે.
- વિદ્યાર્થીનું નામ અને વિદ્યાર્થી શાળાનો નિયમીત વિદ્યાર્થી છે કે નહીં.
- શાળા જે શૈક્ષિણિક બોર્ડ સાથે જોડાયેલ હોય તેનું નામ.
- શાળાના બોર્ડના કે ગુજરાત શિક્ષણ વિભાગના નોંધણી ક્રમાંક.
- શાળા સરકારી/ અર્ધસરકારી/ ટ્રસ્ટ દ્વારા સંચાલિત / સ્વ-ધિરાણ (સેલ્ફ -ફાઇનાન્સ) છે તેની વિગતો.
- શાળાનું ભાષા માધ્યમ.
- શાળા ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે કે નહીં.
- અરજદારે આવકનો દાખલો આપવાનો રહેશે જેમાં સ્પષ્ટ લખેલું હોવું જોઇએ કે વિદ્યાર્થીના પરિવારની બધા આવકના સ્ત્રોતો મળીને કુલ વાર્ષિક આવક રૂપિયા દોઢ લાખથી વધુ નથી. આ દાખલો નીચે દર્શાવેલા અધિકારીઓમાંથી કોઇ એક દ્વારા આપેલો હોવો જોઇએ.
- આવકના દાખલામાટે માન્ય અધીકારિઓ: તહેસીલદાર, મહેસુલ અધિકારી (મામલતદાર), એસ.ડી.એમ., તાલુકા મેજીસ્ટ્રેટ, કલેકટર, ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ, એ.ડી.એમ. કે તેમને સમકક્ષ.
- પી.આર.એલ. શિષ્યવૃત્તિ માટે ચયનિત વિદ્યાર્થીઓ દ્વારા અરજી સાથે આપેલા પુરાવાઓની સ્વતંત્ર ચકાસણી કરશે અને જો કોઈ વિગતો ખોટી જણાશે અથવા જરૂરી તથ્યો જાણી જોઇ દબાવ્યા હશે કે અવગણ્યા હશે, તો તે ઉમેદવાર માટે શિષ્યવૃત્તિનો પુરસ્કાર પાછો ખેંચી લેવામાં આવશે.
- શિષ્યવૃત્તિનું વાર્ષિક નવીકરણ એ હકીકતને આધિન રહેશે કે વિદ્યાર્થી પછીના વર્ષમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે.
- વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિના સમયગાળા દરમિયાન દરેક શૈક્ષણિક વર્ષના અંતે પરીણામ ની નકલ અને તેમણે શિક્ષણ ચાલુ રાખ્યું છે અને એકંદર તેમનું શૈક્ષણિક પ્રદર્શન સારો છે એવું શાળાના વડાનું પ્રમાણપત્ર મોકલવાનુ રહેશે.
- શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ ધોરણ 10 પછી તોજ ચાલુ રાખવામાં આવસે જો આ વિદ્યાર્થી ધોરણ ૧૧ માં વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે. આ હકિ્કત દર્શાવવા વિદ્યાર્થીએ શાળાના વડાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીએ પી.આર.એલ. ને એ જણાવવ નું સહેશે કે એણે અન્ય કોઈ શિષ્યવૃત્તિ અથવા નાણાકીય સહાય મેળવી છે. એ જરૂરી નથી કે અન્ય સ્ત્રોતો માંથી નાણાકીય સહાય મેળવનાર અથવા અન્ય શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીને વિકાસ શિષ્યવૃત્તિ મેળવવામાંથી બાકાત રાખવામાં આવે.
- કોઇપણ સમયે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની અરજીમાં કોઇ વિસંગતતા પી.આર.એલ.ના ધ્યાનમાં આવશે તો તુરંત જ તે વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવશે.
- શિષ્યવૃત્તિ સંબંધી કોઇપણ નિયમો, પસંદગી પ્રક્રિયા કે શરતો માં પૂર્વ સૂચના આપ્યા વિના ફેરફાર કરવા માટે પી.આર.એલ. સ્વતંત્ર છે.
અરજી પ્રક્રિયા: અપલોડ કરવાના ડોક્યુમેન્ટ :
- અરજદારે PRL VIKAS શિષ્યવૃત્તિની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરીને નોંધણી કરવાની રહેશે.
- નોંધણી પ્રક્રિયાના ભાગરૂપે વિદ્યાર્થીને નીચેના દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે::
૧)વિદ્યાર્થીનો ફોટો
2)આવકનો પુરાવો:
આવક પ્રમાણપત્ર (તહસીલદાર/મહેસુલ અધિકારી (મામલતદાર)/એસડીએમ/તાલુકા મેજિસ્ટ્રેટ/કલેકટર/ડીએમ/એડીએમ/કોઈપણ સમકક્ષ અધિકારી દ્વારા આપવામાં આવેલ. પ્રમાણપત્રમાં કુટુંબની કુલ વાર્ષિક/વર્ષની આવકનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ.
૩)શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર
- જો પ્રમાણપત્રમાં શાળાનું સરનામું અને શિક્ષણ બોર્ડ સાથે શાળાની નોંધણીની વિગતો શામેલ ના હોય, તો અરજદારે આ વિગતોનો ઉલ્લેખ કરતા શાળાના વડાનું પ્રમાણ-પત્ર પણ રજૂ કરવું જોઈશે.
- જે શાળાના એક કરતાં વધારે કેમ્પસ હોય, તો પ્રમાણપત્ર અથવા આવેદન-પત્રમાં અરજદાર જ્યાં અભ્યાસ કરે છે તે કેમ્પસનું સરનામું પણ હોવું જોઈએ.
4)ધોરણ 7 ની માર્કશીટ
5)જો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થશે તો નીચેની વિગતો આપવી જરૂરી રહેશે:
- બેંક એકાઉન્ટ વિગતો (એકાઉન્ટ નંબર, IFSC કોડ). એકાઉન્ટ માતાપિતામાંથી કોઈપણનું હોઈ શકે છે.
- ખાતાધારકનું આધાર કાર્ડ, જો બેંક ખાતું માતાપિતા અથવા વાલીના નામે હોય.
મહત્વ ની તારીખો
રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ : Friday, 12th January 2024 05:00:00 PM
ચયન પરીક્ષા : Sunday, 21st January 2024
સ્ક્રીનીંગ પરીક્ષા વિશે માહિતી :
- સ્ક્રિનીંગ પરીક્ષા તા. Sunday, 21st January 2024 ના રોજ તમામ કેન્દ્રો ખાતે યોજવામાં આવશે. સ્ક્રિનિંગ કસોટી નો સમય રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓને યોગ્ય સમયે જણાવવામાં આવશે. સ્ક્રિનીંગ પરીક્ષા ની અવધિ એક કલાક ની રહેશે.
- પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ એડમિટ સ્લીપ અને તેમનું ઓળખપત્ર લાવવાનું રહેશે.
- પ્રશ્નપત્રમાં મૂળભૂત જ્ઞાન અને યોગ્યતાની ચકાસણી કરતા બહુવિકલ્પ પ્રશ્નો હશે.
- પ્રશ્નપત્ર ઈંગ્લીશ, હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં રહેશે અને ઉત્તરપત્ર (OMR sheet) ફકત ઇંગ્લિશ ભાષામાં જ રહેશે.
- દરેક સાચા જવાબના +3 અને ખોટા જવાબના -1 ગુણ આપવામાં આવશે. અનુત્તરિત પ્રશ્નો ને કોઈ ગુણ આપવામાં આવશે.
પરીક્ષા કેન્દ્રની સૂચી : Click Here
રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો
Home Page : Click Here
Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.
WhatsApp Group : Click here
Telegram channel : Click here
Download App for daily update: click here
Follow on google news : click here
Whatsapp channel : click here
Follow on twitter : click here
टिप्पण्या