मैं योगेश जाधव (उच्च माध्यमिक शिक्षक, लेखक, कवि) अपने वेबपेज DNYAN SAGAR में आपका स्वागत करता हूं|

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાતિ માટે લોન યોજના 2024

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાતિ માટે લોન યોજના 2024

સીધા-ધિરાણ યોજના હેઠળ ઓનલાઇન લોન અરજી કરવા અંગેની જાહેરાત :

રાજય સરકાર તથા કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ, નવી દિલ્હીના સહયોગથી ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગાંધીનગર અમલિત શૈક્ષણિક (મેડીકલ અને એન્જીનીયરીંગના ઉચ્ચ અભ્યાસક્રમો) અને સ્વરોજગારના ધંધા/વ્યવસાય માટે ઓછા દરના વ્યાજની યોજનાઓનો લાભ લેવા માટે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાતિના પાત્રતા ઘરાવતા અરજદારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

આ યોજનાઓનો લાભ લેવા માટે  ઓફીશીયલ વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી તેની સાથે જણાવેલ આધાર પુરાવાઓ (PDF FORMAT) માં અપલોડ કરવાનાં રહેશે. જે અરજદાર લોન મેળવવા ઇચ્છતા હોય, તેઓએ જાહેરાત પ્રસિદ્ઘ થયાની તારીખથી તા.૨૯/૦૨/૨૦૨૪ સુધીમાં માગવામાં આવેલ તમામ આધાર પુરાવા સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

યોજનાની પાત્રતા:- 

(૧) અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાતિના હોવા જોઇએ. 

(ર) અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૩.૦૦ (ત્રણ) લાખથી ઓછી હોવી જોઇએ. 

(૩) અરજદારની ઉંમર શૈક્ષણિક લોનમાં ૧૭ થી ૩૫ વર્ષ અને ધંધા/વ્યવસાય માટે જાહેરાતની તારીખે ૨૧ થી ૪૫ વર્ષ સુઘીની હોવી જોઇએ. 

(૪) અરજી કરતી વખતે આધાર નંબર સાથે લીંક હોય તે જ રાષ્ટ્રીય કૃત બેન્ક ખાતાની વિગતો આપવાની રહેશે.

અન્ય નિયમ / શર્ત :

(૧) જે અરજદારો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિઓમાં આવે છે તેવા જાતિવાઇઝ નિગમો જેવા કે (ઠાકોર, કોળી જાતિ માટે ગુજરાત ઠાકોર-કોળી વિકાસ નિગમ, 

  • (ર) રબારી-ભરવાડ જાતિ માટે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ 
  • (૩) વિચરતી વિમુક્ત જાતિઓ માટે વિચરતી વિમુક્ત જાતિ વિકાસ નિગમ અને 
  • (૪) લઘુમતિ સમુદાય માટે ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ) ની સરકારશ્રીએ અલગથી રચના કરેલ છે જેથી તેવા અરજદારશ્રીઓએ શક્ય હોય ત્યાં સુઘી તે નિગમોમાં અરજી કરવાની રહેશે.

(ર) શૈક્ષણિક લોન યોજના હેઠળ ચાલુ વર્ષે પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી જ અરજી શકશે. તેમજ મેનેજમેન્ટ NRI ક્વોટામાં પ્રવેશ મેળવેલ હશે તો લોન મળવા પાત્ર થશે નહિ.

(૩) શૈક્ષણિક લોન યોજના માટે ધોરણ-૧૨માં કે જે તે અભ્યાસક્રમ માટે સરકારશ્રીએ કરેલ યોગ્યતાની પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૦% હોવા જોઇએ.

(૪) લોન મંજુર થયેથી જરૂરી ડોકયુમેન્ટ કરવાના રહેશે.

(૫) આ અગાઉ લોન મેળવવા માટે કરેલ ઓફલાઇન/ઓનલાઇન અરજીઓમાં અઘુરી કે વાંધાઓની પુર્તતા તેમજ માંગવામાં આવેલ લોન દસ્તાવેજ રજુ કરેલ ન હોય તેવી તમામ અરજીઓ રદ કરવામાં આવેલ છે. 

(૬) લોન અરજી સાથે રજુ કરવાના તમામ આઘાર પુરાવા "Online" સબમીટ કરવાના રહેશે. અધુરી અથવા અયોગ્ય સબમીટ કરેલ આધાર પુરાવાવાળી અરજી ઘ્યાને લેવામાં આવશે નહી.

(૭) નિગમ દ્વારા નાણાંકીય જોગવાઇની મર્યાદામાં અરજીઓ મંજુર કરવામાં આવશે. તેમજ જરૂરી જણાયે કોમ્પ્યુટર ડ્રો દ્વારા લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે.

(૮) એક જ મોબાઇલ નંબરથી એકજ અરજી કરી શકાશે. એકથી વધારે અરજી કરેલ હશે તો તેવી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ.

ઓનલાઈન અરજી માટે જરૂરી દસ્તાવેજ : 

  • આધાર કાર્ડ 
  • પાન કાર્ડ 
  • રાષ્ટ્રીયકૃત બેન્ક ખાતાની વિગત 
  • પાસપોર્ટ ફોટા અને સહી 
  • જાતિનું પ્રમાણપત્ર 
  • શૈક્ષણિક / વ્યવસાયિક પ્રમાણપત્ર 
  • સ્કુલ / કોલેજ નું ફી રસીદ 
  • આવક નો દાખલો
  • અન્ય જરૂરી દસ્તાવેજ 

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૯/૦૨/૨૦૨૪

અરજી માટેની ફી : કોઈ ફી નથી.

ઓનલાઈન અરજી કરવા માટે : અહી ક્લિક કરશો

હોમ પેજ  : click here 

અન્ય સરકારી યોજના  ની સંપૂર્ણ  વિગત :

             Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 


Follow on google news : click here 

Whatsapp channel : click here

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा