मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા 5554 ભરતી RESPONSE SHEET

 ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક,હેડ કલાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ,સિનિયર કલાર્ક સહિતની કુલ ૪૩૦૪ જગ્યાની બમ્પર ભરતી જાહેર


ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વગĨ -૩ (ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુત °પધાĨ મક પરીģા (Gujarat Subordinate Services Class III (Group - A and Group-B) (Combined Competitive Examination) માટે નીચેદશાĨવેલ જયાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં  પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા અલગ અલગ કેડરની કુલ 4304 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક સહિત અંદાજે 22 કેડર માટે 4304 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) એ વર્ગ – 3 ની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, GSSSB કુલ 4304 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 3 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી . રસ ધરાવતા અને લાયક ઉમેદવારો GSSSB વર્ગ-3 ભરતી 2024 માટે 31.01.2024 સુધીમાં તેની સત્તાવાર વેબસાઇટ @ojas દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

સંસ્થાનું નામ     : ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB)

પોસ્ટનું નામ : જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ, આસિસ્ટન્ટ, સિનિયર કલાર્ક, અન્ય

કુલ ખાલી જગ્યા: 5554 (કુલ જગ્યામાં વધારો થયો છે.)

શરૂઆત ની તારીખ:  04.01.2024

છેલ્લી તારીખ           :    31.01.2024

એપ્લિકેશન મોડ       : ઓનલાઈન

શૈક્ષણિક લાયકાત –ઉમેદવારો પાસે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં  સ્નાતકની  ડિગ્રી હોવી જોઈએ.

ઉંમર વિગતો –  
  • લઘુત્તમ વય મર્યાદા – 20 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા – 35 વર્ષ
અરજી ફી (અરજી ફોર્મ ફી) 
  • જનરલ: રૂ. 500/-
  • SC/ST/OBC/EWS: 400 /-
  • The fees paid shall be refunded to those candidates who appear for the examination. 
  • પરીક્ષામાં બેસનાર ઉમેદવારોને ચૂકવેલ ફી પરત કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી – ઓફીશીયલ વેબસાઈટ GSSSB પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.

ગુજરાત ગૌણ સેવા પરીક્ષા માટેનો સિલેબસ :


GSSSB વર્ગ-3 ભરતી ઑફિશિયલ જાહેરાત : અહીં ક્લિક કરો

4304 જગ્યાઓમાં વધારો થઈને કુલ જગ્યાઓ 5554 થઈ.. Official Notification : Click Here

ફી ભરવાની તારીખ : 07/02/2024

Research Assistant And Statistical Assistant : Click Hre

GSSSB ભરતી 2024 અરજી  : અહીં ક્લિક કરો
GSSSB ભરતી 2024 (PRE EXAM) Hall ticket download here : Click here 

હોલ ટીકીટ ડાઉનલોડ કરવાની તારીખ વધારો : 06/04/૨૦૨૪ સુધી હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકાશે . : પરિપત્ર 

(Pre exam 2024 ) ઉમેદવાર માટેની સૂચનાઓ :-  
( આ તમામ સૂચનાઓ અવશ્ય વાંચી અમલ કરવા ઉમેદવારોને જણાવવામાં આવે છે.)
1 આ પરીક્ષા CBRT (Computer Based Response Test) મારફત લેવામાં આવનાર છે. ખરા જવાબ કોમ્પ્યુટર સ્ક્રીન પર માઉસ દ્વારા ક્લિક કરી માર્ક (Encode) કરવાના રહેશે. પરીક્ષા અંગે ટેકનીકલ માહિતી પરીક્ષાખંડમાં (Computer Lab) ટેકનીકલ ટીમ દ્વારા આપવામાં આવશે. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર હેતુલક્ષી-બહુ વિકલ્પી (MCQ-Multiple Choice Question) પ્રકારનું રહેશે. આ પરીક્ષાની પદ્ધતિ વિશે ઉમેદવારે મંડળની વેબસાઈટ પર મુકેલી મોક ટેસ્ટની લીંક પર ક્લીક કરીને જાણકારી મેળવી લેવાની રહેશે. ઉમેદવાર એક કરતા વધુ વખત મોક ટેસ્ટની પ્રેક્ટીસ કરી શકશે.
2 આ પરીક્ષા પદ્ધતિમાં કુલ ૧૦૦ પ્રશ્નો રાખવામાં આવેલ છે. પ્રત્યેક પ્રશ્નના ૦૧ ગુણ લેખે કુલ-૧૦૦ ગુણનું પ્રશ્નપત્ર રહેશે. આ તમામ પ્રશ્નોના જવાબ આપવા માટેનો કુલ સમયગાળો ૧ કલાક (૬૦ મિનિટ)નો રાખવામાં આવેલ છે.
3 મંડળ દ્વારા યોજાનાર MCQ પ્રકારની Computer Based Response Test(CBRT)માં દરેક પ્રશ્નના સાચા જવાબ શોધવા માટે પ્રશ્નની નીચે ચાર વિકલ્પ આપવામાં આવશે. જે પૈકી ઉમેદવારે ખરા જવાબને પસંદ કરવાનો રહેશે. પ્રશ્નના ખોટો જવાબ પસંદ કરવાથી 0.25 માર્કસ (નેગેટીવ માર્કસ) કાપવામાં આવશે. ઉમેદવાર દ્વારા પ્રશ્નના જવાબ માટે કોઈપણ વિકલ્પ પસંદ કરવામાં ન આવે તેવા કિસ્સામાં 0.25 માર્કસની કપાત કરવામાં આવશે નહિં.
4 ઉમેદવારની ઓળખની ચકાસણી માટે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ માટે (1) આધાર કાર્ડ (2) મતદાર ફોટો ઓળખ કાર્ડ (3) ડ્રાઇવિંગ લાઇસન્સ (4) પાસપોર્ટ (5) પાન કાર્ડ પૈકી કોઇ પણ એક ઓળખપત્ર અસલમાં ફરજિયાત લાવવાનું રહેશે. આ સિવાયના અન્ય કોઇ પણ ઓળખપત્ર માન્ય ગણવામાં આવશે નહીં. પરિણીત મહિલા ઉમેદવારોના ઓનલાઇન પ્રવેશપત્ર અને ઓળખપત્રમાં નામમાં ફેરફારનાં કિસ્સામાં તેઓએ પ્રવેશપત્ર, ઓળખપત્ર અને અસલ લગ્ન નોંધણી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. લગ્ન નોંધણી સર્ટિફીકેટ ન હોય તેવા કિસ્સામાં પરિણીત મહિલા ઉમેદવારે નામફેર અંગેનું અસલ એફિડેવીટ રજૂ કરવાનું રહેશે.
5 પરીક્ષા કેન્દ્ર ખાતે સિક્યોરિટી પર્સોનલ દ્વારા ઉમેદવારને એન્ટ્રી પોઈન્ટ પર બે-લેયર ફ્રીસ્કીંગમાંથી પસાર થવાનું કહેવામાં આવશે અને તેઓ ખાતરી કરશે કે તમે પરીક્ષા કેન્દ્રની અંદર કોઈપણ પ્રતિબંધિત વસ્તુઓ લઈ જતા નથી. ત્યારબાદ ફીઝીકલ ફ્રીસ્કીંગ કરવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે મેટલના આભુષણો ધારણ ન કરે. ગેટ બંધ થવાના સમય પછી ઉમેદવારને પરીક્ષાખંડમાં કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
6 જો આપ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા વગેરે પરિપુર્ણ કરતા ન હોય તો આ સૂચના અન્વયે આપને આ પરીક્ષામાં નહી બેસવા માટે સલાહ આપવામાં આવે છે.
7 દ્દ્રષ્ટિની ખામીવાળા અને હાથની વિકલાંગતાના કારણે જે ઉમેદવાર સ્વયં CBRT પરીક્ષા આપવા સક્ષમ ન હોય તેવા દિવ્યાંગ (PH) ઉમેદવારો કે જેઓને નિયમોનુસાર મળવાપાત્ર વધારાના સમયની અથવા લહીયાની સુવિધાની જરૂર હોય તો તેવા ઉમેદવારોએ અગાઉથી મંડળની વેબસાઇટ પર મુકવામાં આવેલી સૂચનાઓ ધ્યાને લઇ, જરૂરી આધાર પુરાવા (સિવિલ સર્જનના નિયત નમૂનાના સર્ટીફીકેટ) સાથે મંડળ અથવા મંડળ દ્વારા અધિકૃત કરવામાં આવેલ સત્તાધિકારીશ્રીની મંજૂરી મેળવેલ હશે તેઓને જ લહિયાની અથવા વધારાના સમયની મંજુરી મળવાપાત્ર છે. મંજુરી સિવાય લહિયાની અથવા વધારાના સમયની સુવિધા આપી શકાશે નહીં. આ અંગેની મંડળની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ વિગતવાર સૂચનાઓ જોઇ લેવાની રહેશે.
8 ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રમાં કિંમતી વસ્તુઓ સાથે લાવવી નહીં. કમર પટ્ટો (Belt), પાકીટ (Wallet) તેમજ ધાતુની કોઇપણ ચીજવસ્તુ પરીક્ષા ખંડમાં લાવવાની પરવાનગી નથી. ઉમેદવારોના સામાનને સાચવવાની જવાબદારી મંડળ/કેન્દ્ર સંચાલકની રહેશે નહીં. આથી, મોબાઈલ ફોન સહિતનો અંગત સામાન ઉમેદવારે પોતાના જોખમે પરીક્ષા કેન્દ્રની બહાર રાખવાનો રહેશે.
9 પરીક્ષા કેન્દ્રમાં નીચે દર્શાવેલ ચીજ-વસ્તુઓ સાથે લઈ જવા પર સંપુર્ણ પ્રતિબંધ છે. (૧) કોઈપણ સ્ટેશનરી આઇટમ જેમ કે ટેક્સ્ટ સામગ્રી (મુદ્રિત અથવા હસ્તલિખિત), નોટ્સ, પ્લાસ્ટિક પાઉચ, કેલ્ક્યુલેટર, લખવાનું પેડ, પેન્સિલ-રબર વગેરે. (સાદી પેન સાથે રાખી શકાશે). (૨) કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ જેમ કે મોબાઈલ ફોન, બ્લૂટૂથ, ઈયરફોન, માઈક્રોફોન, સાદી અથવા ડીઝીટલ કાંડા ઘડિયાળ, હેલ્થ બેન્ડ, કેલ્ક્યુલેટર, ઈલેક્ટ્રોનિક પેન/સ્કેનર, જાસૂસી કેમેરા, પેન-ડ્રાઈવ વગેરે સહિતના માહિતી સંચારના અન્ય કોઇપણ ઇલેકટ્રોનિક ગેઝેટ્સ (૩) અન્ય વસ્તુઓ જેમ કે ગોગલ્સ, હેન્ડબેગ, કેપ, બેલ્ટ વગેરે. (૪) કોઈપણ ખાવા યોગ્ય વસ્તુ ખોલેલી અથવા પેક કરેલી, હળવા પીણાં, રંગીન પાણીની બોટલો વગેરે. (પીવાના પાણીની સાદી પારદર્શક બોટલ સાથે રાખી શકાશે)
10 ઉમેદવારોએ પરીક્ષા દરમિયાન સંપૂર્ણ મૌન જાળવવાનું રહેશે અને અંદરોઅંદર કોઈપણ પ્રકારની વાતચીત કે ચર્ચા કરવાની રહેશે નહી. જો તેમ કરવામાં આવશે તો નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારી સાથે પરીક્ષા દરમ્યાન કોઇ પણ પ્રકારની ગેર-શિસ્ત કરવી નહીં.
11 ગુજરાત સરકારે જાહેર પરીક્ષામાં થતી ગેરરીતિ તથા પ્રશ્નપત્રો લીક થવા બાબતનો Gujarat Public Examination (Prevention of Unfair Means) Act, 2023 અધિનિયમ માર્ચ,૨૦૨૩થી અમલી કરેલ છે. ઉક્ત અધિનિયમમાં “examination authority” તરીકે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો પણ સમાવેશ કરેલ હોઇ, મંડળ દ્વારા આયોજિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓને જાહેર પરીક્ષાઓ તરીકે ગણવાની થતી હોવાથી, સદર અધિનિયમ મંડળની પરીક્ષાઓમાં પણ લાગુ પડે છે. આથી, ઉક્ત પરીક્ષામાં જો કોઇ પણ ઉમેદવાર Gujarat Public Examination (Prevention of Unfair Means) Act, 2023 ની જોગવાઇઓનો ભંગ કરતો જણાઇ આવશે અને તેમાં કસૂરવાર સાબિત થશે તો તેની સામે સદર અધિનિયમમાં દર્શાવ્યા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
12 આ કસોટી માટેની તમારી ઉમેદવારી કામચલાઉ છે. આ પરીક્ષા અગાઉ ઉમેદવારની લાયકાતની ખરાઇ કરવામાં આવેલ નથી. આ પ્રવેશપત્ર કેવળ તમારા દ્વારા ઓનલાઈન અરજી ફોર્મમાં ભરવામાં આવેલી વિગતોના આધારે જારી કરવામાં આવેલ છે, જે વિગતવાર તપાસને આધીન છે અને જો ભરતીના કોઈપણ તબક્કે કોઈ વિસંગતતા જોવા મળશે અથવા તમે વિગતવાર જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા/માપદંડોને પૂર્ણ કરતા નથી, તો તમારી ઉમેદવારી રદ કરવામાં આવશે.
13 પરીક્ષાના દિવસે ઉમેદવારનું ફરજિયાત બાયોમેટ્રિક કેપ્ચર કરવામાં આવશે. જેમાં ફિંગર સ્કેનીંગ અને આઇરીશ સ્કેનીંગનો સમાવેશ થશે.
14 પરીક્ષાખંડમાં કોમ્પ્યુટર સેટ, કી-બોર્ડ, માઉસ કે અન્ય કોઈ પણ ઉપકરણ સાથે છેડછાડ કે ચેડા કરનાર ઉમેદવાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
15 પરીક્ષાના સંચાલનના સંદર્ભમાં, કેન્દ્ર સંચાલકનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે.
16 પરીક્ષા સંબંધિત માર્ગદર્શન માટે સરકારી કામકાજના દિવસો અને સમય દરમ્યાન 079-23258916 પર સંપર્ક કરવો.
17 અહીં દર્શાવેલ સૂચનાઓનું અથવા પછીથી જારી કરવામાં આવેલી સૂચનાઓનું પાલન ન કરનાર અથવા કસોટી દરમિયાન કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કૃત્ય માટે જવાબદાર ઉમેદવાર સામે નિયમો અનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
18 સદરહુ જાહેરાતના અનુસંધાને જો કોઇ ઉમેદવાર એકથી વધુ અરજી ફોર્મ ભરીને એકથી વધુ વખત પરીક્ષા આપેલ હોવાનું ધ્યાને આવશે તો તેવા ઉમેદવારને ગેરલાયક ઠેરવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
19 આ પરીક્ષામાં ઉપસ્થિત રહેતા દરેક ઉમેદવારની ફિંગર સ્કેનીંગ કરવામાં આવનાર હોવાથી હાથમાં મહેંદી કે અન્ય ચીજ- પદાર્થનો ઉપયોગ કરેલ હશે, તો Finger image Capture કરવામાં મુશ્કેલી સર્જાઇ શકે છે અને પરીણામ સ્વરૂપે ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં બાધા આવી શકે છે. આ બાબતને ટાળવા ઉમેદવારને મહેંદી કે અન્ય પદાર્થ હાથના પંજા ઉપર નહીં લગાવવા સૂચના આપવામાં આવે છે.
20 પરીક્ષા પૂર્ણ થયે, ખંડ નિરીક્ષક પરીક્ષા ખંડ છોડવાનું કહે ત્યાર બાદ જ ઉમેદવારે પરીક્ષાખંડ છોડવાનો રહેશે.
21 રફકામ માટે અલગથી કોરા કાગળ આપવામાં આવશે. આથી, પ્રવેશપત્રની ઉપર કે આગળ-પાછળ ક્યાંય પણ ઉમેદવારે રફકામ કે અન્ય કોઇપણ પ્રકારનું બિનજરૂરી લખાણ કરવાનું નથી. પરીક્ષા પૂર્ણ થયે ખંડ નિરીક્ષક દરેક ઉમેદવારના પ્રવેશપત્રની ચકાસણી કરશે ત્યારે જો કોઇ ઉમેદવારે આવું કૃત્ય કરેલ હશે તેમની સામે નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે.
ગૌણ સેવા પરીક્ષા તારીખમાં ફેરફાર કરવા બાબત પરિપત્ર : click here 




ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCE પ્રિલિમ પરીક્ષા ની RESPONSE SHEET : click here 

હોમ પેજ : click here 

                 Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 

Follow on google news : click here


Whatsapp channel : click here


Follow on twitter : click here

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा