मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

Primary-econdary Scholarship Exam-2023-24 answer key

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૩-૨૪

શિક્ષણ અને મજુર વિભાગ, ગાંધીનગરના તા.૦૯/૧૧/૧૯૮૪ના ઠરાવ ક્રમાંક: એસ.સી.એચ. ૧૦૮૯/૪૦૪૯ તથા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના, ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃક્રમાંક:એસસીએચ/૧૧૧૬/૫૩૯/છ, તા.૧૪/૦૮/૨૦૧૭ અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૩- ૨૪ (શહેરી/ગ્રામ્ય/ટ્રાયબલ)વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા:૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૧/૦૩/૨૦૨૪ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

પરીક્ષાનો કાર્યક્રમ :

  • જાહેરનમું બહાર પાડ્યાની તારીખ :  २७/०२/२०२४
  • પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો  :  તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૧/૦૩/૨૦૨૪
  • પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો  :  તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૨/૦૩/૨૦૨૪
  • પરીક્ષા તારીખ  :  २८/०४/२०२४

ઉમેદવારની લાયકાત :

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:
  • જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
  • ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:
  • જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
  • ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ

અભ્યાસક્રમ:

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
  • પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૧ થી ૫ સુધીનો રહેશે.
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
  • માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૬ થી ૮ સુધીનો રહેશે.

માધ્યમ:

  • પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.
પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ: પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા :

વધારે માહિતી માટે ઓફીશીયલ પરિપત્ર વાંચો .

આવક મર્યાદા:

  • પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી.

ઓનલાઇન અરજી કરવાની રીત:-

આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવાર તા.૦૧/૦૩/૨૦૨૪(બપોરના ૧૪.૦૦) થી તા.૧૧/૦૩/૨૦૨૪ (રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન વેબસાઈટ પર અરજીપત્રક ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક Confirm કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે.

આવેદનપત્રો જમા કરાવવા બાબત: (મહત્વનો મુદ્દો )
  • હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આવેદનપત્રોની હાર્ડકોપી રાજય પરીક્ષા બોર્ડ ખાતે જમા કરાવવાના રહેશે નહિ. જેથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવી.
ધોરણ 6 અને ધોરણ 9 માં ભણતા બાળકો માટે શિષ્યવૃત્તિ પરીક્ષાની હોલટીકીટ જાહેર.

 પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE-SSE)-૨૦૨૩-૨૪ પરીક્ષાના A સિરીઝના પ્રશ્નપત્ર

ઓફીશીયલ જાહેરાત : click here 

ઓનલાઈન ફોર્મ ભરવા માટે સેન્ટર : click here

હોમ પેજ : click here 

FAQ:
* પરીક્ષા કોણ આપી શકશે ?
- આ સ્કોલરશીપ પરીક્ષા સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી (નોન ગ્રાન્ટેડ ) શાળાના ધોરણ 6 માં અને ૯ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી આપી શકશે.
* ફોર્મ ઓનલાઈન ભર્યા પછી ક્યાં જમા કરવાના રહેશે ?
- ઓનલાઈન ભરેલ ફોર્મ કોઈપણ જગ્યાએ જમા કરવાના રહેશે નહિ.
* આવક મર્યાદા કેટલી હ્વું જોઈએ ?
- આ સ્કોલરશીપ માટે કોઇપણ અવાકની મર્યાદા નથી.
*સ્કોલરશીપ માટે ફી કેવી રીતે ભરવાની રહેશે ?
- સ્કોલરશીપ માટેની ફી ઓનલાઈન ભરવાની રહેશે.

તમારા મિત્ર તથા પરિવાર જનોને શેઅર કરવાનું ભૂલશો નહિ . ધન્યવાદ !

             Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 


Follow on google news : click here 

Whatsapp channel : click here


टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा