मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

RTE GUJARAT School Selection : 2024-25

 RTE GUJARAT ADMISSION: 2024-25

નમસ્તે મિત્રો--------
              ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ 2024-2025 માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં શુરુ થઇ જશે..આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ,પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા તેના બેંક ખાતામાં જમા થાય છે. માટેની યોજનાનો લાભ લેવા ઇચ્છતા સમાજના જરૂરિયાતમંદ બંધુઓ એ નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખવો.

* RTE માં ફોર્મ ભરવા માટે બાળક છ વર્ષ નું હોવું જોઈએ.

  • યોજનાનું નામ : RTE પ્રવેશ ફોર્મ ૨૦૨૪- ૨૫
  • યોજનાના લાભ : ધોરણ ૧ થી ૮ માં ખાનગી સ્કુલમાં ફરી પ્રવેશ / એડમીશન
  • ફોર્મ ભરવાની તારીખ : ટૂંક સમયમાં અપડેટ કરવામાં આવશે.
  • લાયકાત : બાળક તા. ૧ જુન ૨૦૨૪ સુધી માં 6 વર્ષ પૂર્ણ હોવું જોઈએ 

*RTE માટે જરૂરી દસ્તાવેજ
૧. વિદ્યાર્થીનો જન્મ નો દાખલો.
૨. રહેઠાણનો પુરાવો(લાઇટબીલ, રેશન કાર્ડ)
૩. વાલીનું જાતિનું પ્રમાણપત્ર
૪. વિદ્યાર્થી નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
૫. વાલીનો આવકનો દાખલો(મામલતદારનો)
૬. વિદ્યાર્થી નું આધાર કાર્ડ
૭. વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ,
૮. બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક

9. કેટેગરી ક્રમાંક:૯ - આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો માટે મેળવવાનો થતો આંગણવાડી પ્રમાણપત્રનો નમૂનો

         પાન કાર્ડ(PAN  CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN  CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું  આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે. 

વાલીઓ માટે ફોર્મ ભરવા અંગેની ખાસ સુચના:
           આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખાઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.
           તથારહેઠાણનો પુરાવો જો બે પેજમાં હોય તો બન્ને પેજ PDF સ્વરૂપે અપલોડ કરવાનાં રહેશે. દા.ત, ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં રહેઠાણની વિગત પાછળના ભાગે આપેલ હોઈ બન્ને પેજને PDF સ્વરૂપે ફરજિયાત પણે અપલોડ કરવાનું રહેશે. માત્ર આગળનું પેજ અપલોડ કરેલ હશે તો રહેઠાણની વિગતોની ચકાસણી થઈ ન શકવાના સંજોગોમાં આપનું ફોર્મ રદ થવાપાત્ર રહેશે. જેની ખાસ નોંધ લેશો.

             શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ ૧૪/૦૩/૨૦૨૪ થી 30/૦૩/૨૦૨૪ છે.

            સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન  વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.

આ પણ વાચો : NMMS સ્કોલરશીપ પરીક્ષા ૨૦૨૪-૨૫ ફોર્મ જાહેરાત.

વાલા મિત્રો માટે ખાસ સુચના :

૧. આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે

ર. રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.

              જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર - ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે. (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં).

૩. પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું.

૪. ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું. ફોર્મ સબમિટ કર્યાં બાદ કોઈ સુધારો થઈ શકશે નહીં.

૫. ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાયતો હોમપેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરની સંપર્ક કરવો.

આ પણ વાચો : ગુજરાત માં સ્પેશીયલ કાયમી ટીચર ની 3000 જેટલી ભરતી શુરુ.

ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ્સ : 


                વાલીઓ ને બધી સુચના ધ્યાને લઈને ફોર્મ ભરવાના રહેશે. વધારે માહિતી જોઈએ છે તો આ અધિકૃત સર્વિસ સેન્ટર ઉપર આવીને ફોર્મ ભરવા વિનંતી છે. કોઈપણ ખોટી માહિતી ધ્યાને લેવાની રહેશે નહિ. કોઈપણ છેતરપીંડી થાય તો સરકાર એને જબબદાર રહેતો નથી. ફોર્મ ઓનલાઈન જ ભરવાના છે. કોઈ પણ તમે કહે કે હું તમારા નંબર લગાવી દેઇશ મને એટલા પૈસા આપજો. તો એવા કોઈપણ કામ કરશો નહિ. તમારા ડોકયુમેન્ટ્સ બધા બરાબર છે તો તમે ફક્ત ફોર્મ ભરવાના જ પૈસા આપવાના છે.. સરકાર ને આ ફોર્મ ભરવાની કોઈપણ ફી ભરવાની રહેશે નહિ. 

RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાનું નવું ટાઇમ ટેબલ :

ફોર્મ ફક્ત ઓનલાઈન ભરવાના છે. આ ફોર્મ કોઈ પણ સ્કુલ કે ઓફીસ માં જમા કરવાના રહેશે નહિ. તમારા પાસે સાચવી રાખશો.

Download Admit card  : click here 

શાળાઓની પુનઃ પસંદગી માટે અહી ક્લિક કરો : click here 

ઓનલાઈન સર્વિસ સેન્ટર  click here 

શાળાની લીસ્ટ :  click here

ડોકયુમેન્ટ્સ લીસ્ટ :  click here

અરજી ની સ્થિતિ :  click here

અરજી ની પ્રિન્ટ કરવા માટે : click here 

એડમીટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે  : click here 

હોમ પેજ   : click here 

તમારા મિત્ર તથા પરિવાર જનોને શેઅર કરવાનું ભૂલશો નહિ . ધન્યવાદ !

             Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 


Follow on google news : click here 

Whatsapp channel : click here


टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा