मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

Gujarat Police Bharti (LRD) 2024

LRD Recruitment 2024 : પોલીસ વિભાગમા આવી મોટી ભરતી, 12472 જગ્યાઓ પર મોટી ભરતી

પોલીસ ભરતી 2024: ગુજરાત પોલીસ વિભાગ મા જોડાઇને કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે ખુશખબર છે. ગુજરાત પોલીસ વિભાગમા 12472 જગ્યાઓ પર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથે અરજીઓ મંગાવવામા આવી છે.


ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ ૧૨૪૭૨ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવનાર છે.

પોલીસ ભરતીની જગ્યાની વિગત :


ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત https://ojas gujarat gov.in વેબસાઇટ ઉપર ભરતી અંગેની મુકવામાં આવનાર સુચનાઓમાં દર્શાવવામાં આવશે. જે જોઇ લેવાની રહેશે. ૩૮ પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • જોબ સંસ્થા   : લોકરક્ષક ભરતી બોર્ડ
  • કુલ જગ્યા  : 12472
  • પોસ્ટ   : પી.એસ.આઇ. /  લોકરક્ષક
  • ફોર્મ ભરવાની તારીખ   :  ता.26-08-2024 थी  dl. 09-09-2024
  • અરજી મોડ  :  ઓનલાઇન
  • ઓફીસીયલ વેબસાઇટ   :  https://lrdgujarat2021.in
પોલીસ ભરતી 2024 :
  • ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગત શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉકત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે.
  • ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે.
  • ઘર- ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફકત એક જ અરજી કરવાની રહેશે અને કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજી પત્રક મોકલવાના રહેશે નહીં. તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
  • આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડને સંપૂર્ણ હકક / અધિકાર રહેશે.

પી.એસ.આઇ. ભરતી
લોકરક્ષક ભરતી અન્વયે આવેલી પી.એસ.આઇ. ભરતી માટેની જરૂરી વિગતો નીચે મુજબ છે.

• વય મર્યાદા: પી.એસ.આઇ. ભરતી માટે લઘુતમ વયમર્યાદા 21 વર્ષ જયારે મહતમ વયમર્યાદા 35 વર્ષ નિયત કરવામા આવી છે.

• શૈક્ષણિક લાયકાત: પી.એસ.આઇ. ભરતી માટે શૈક્ષણિક લાયકાત તરીકે માન્ય યુનિવર્સિટી માથી સ્નાતકની ડીગ્રી મેળવેલી હોવી જોઇએ.

લોકરક્ષક ભરતી (LRD) :
લોકરક્ષક કેડરની ભરતી માટેની જરૂરી વિગતો નીચે મુજબ છે.

• વય મર્યાદા: લોકરક્ષક ની તમામ કેડર માટે માટે લઘુતમ વયમર્યાદા 18 વર્ષ જયારે મહતમ વયમર્યાદા 33 વર્ષ નિયત કરવામા આવી છે.

• શૈક્ષણિક લાયકાત: વોકરક્ષક ની ભરતી માટે શૈક્ષણિક લાયકાત તરીકે પોરન 12 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત મેળવેલી હોવી જોઇએ.

શારીરિક ધોરણો

લોકરક્ષક ભરતી અને પી.એસ.આઇ. ભરતી માટે શારીરિક ધોરનો નીચે મુજબ નિયત કરવામાં આવ્યા છે.


પુરૂષ ઉમેદવારો માટે શારીરિક ધોરણો નીચે મુજબ નિયત કરવામાં આવેલ છે.

મહિલા ઉમેદવારી માટે શારીરિક ધોરણો નીચે મુજબ નિયત કરવામાં આવેલ છે.

Application fee :


લોકરક્ષક ભરતી શારીરિક કસોટી

લોકરક્ષક ભરતી અને પી.એસ.આઇ. ની બન્ને ભરતી માટે ઉમેદવારો એ એક જ શારીરિક કસોટી દોડ પાસ કરવાની રહેશે. જેના ધારા ધોરનો નીચે મુજબ છે.

• પુરૂષ ઉમેદવારો એ 5000 મીટર દોડ વધુ મા વધુ 25 મીનીટ મા પુરી કરવાની રહેશે.

• મહિલા ઉમેદવારો એ 1600 મીટર દોડ વધુ મા વધુ 9 મીનીટ અને 30 સેકન્ડ મા પુરી કરવાની રહેશે. એકસ સર્વિસમેન ઉમેદવારો એ 2400 મીટર દોડ વધુ મા વધુ 12 મીનીટ અને 30 સેકન્ડ મા પુરી કરવાની રહેશે.

લોકરક્ષક ભરતીનો સંભવિત કાર્યક્રમ :

શારીરિક કસોટી માટેના કેન્દ્ર (ગ્રાઉન્ડ) ની વિગત

(૧) પુરૂષ ઉમેદવારો માટે

અ. નં.PET/PST માટેના કેન્દ્ર (ગ્રાઉન્ડ) નું નામ અને સરનામું
(૧)રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, સૈજપુર બોઘા, કૃષ્ણનગર, અમદાવાદ પીનકોડ-૩૮૨૩૪૬
(૨)રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૫,લુણાવાડા રોડ,કોલીયારી ગોધરા. જી.પંચમહાલ-૩૮૯૦૦૧
(૩)પોલીસ હેડ કવાર્ટર, કાળી તલાવડી, સીવીલ લાઇન્સ, બંબાખાના રોડ, ભરૂચ પીનકોડ-૩૯૨૦૦૧
(૪)રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૧૧ વાવ(સુરત), મુ.વાવ, પોસ્ટ-કામરેજ તા.કામરેજ જી.સુરત -૩૯૪૧૮૫
(૫)રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૮, કોટડા સાંગાણી રોડ, ગોંડલ જી.રાજકોટ-૩૬૦૩૧૧
(૬)પોલીસ હેડ કવાર્ટર, શરૂ સેક્શન રોડ, જામનગર-૩૬૧૦૦૮
(૭)રાષ્ટ્રવિર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, બિલખારોડ, જૂનાગઢ-૩૬૨૦૦૧
(૮)પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખેડા હેડ ક્વાર્ટર, ખેડા કેમ્પ, ખેડા. પીનકોડ-૩૮૭૫૭૦
(૯)રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૭ નડીયાદ, કપડવંજ રોડ, જલારામ મંદિરની સામે, નડીયાદ જી.ખેડા-૩૮૭૦૦૧
(૧૦)પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડ કવાર્ટર, સિવીલ હોસ્પિટલ પાસે, રાજમહેલ રોડ, મહેસાણા-૩૮૪૦૦૧
(૧૧)પોલીસ હેડ કવાર્ટર, હિંમતનગર ઇડર રોડ, જીલ્લા જેલની બાજુમા, હિંમતનગર જી.સાબરકાંઠા-૩૮૩૦૦૧

(૨) મહિલા ઉમેદવારો માટે

(૧)જે.ડી નગરવાલા પોલીસ સ્ટેડીયમ, પોલીસ મુખ્ય મથક, શાહિબાગ અમદાવાદ-૩૮૦૦૦૪
(ર)પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ, SRP ગ્રૃપ-૧ કેમ્પસ, કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં, લાલબાગ,વડોદરા-૩૯૦૦૦૧
(૩)મવડી પોલીસ હેડ કવાર્ટર, સર્વણભુમી એપાર્ટમેન્ટ સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, મવડી, રાજકોટ-૩૬૦૦૦૪
(૪)પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ, પોલીસ અધીક્ષકશ્રીની કચેરી, સેકટર-૨૭, ગાંધીનગર.-૩૮૨૦૨૮

નોંધઃ તમામ માજી સૈનિક ઉમેદવારોની શારીરિક કસોટી તા.૨૮/૦૧/૨૦૨૫ અને તા.૨૯/૦૧/૨૦૨૫ નારોજ મવડી પોલીસ હેડ કવાર્ટર, સર્વણભુમી એપાર્ટમેન્ટ સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, મવડી, રાજકોટ-૩૬૦૦૦૪ ખાતે યોજવામાં આવનાર છે.

મહત્વની અપડેટ : 

ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી બાબત (Call Letter)

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયેની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ કલાક ૧૪/૦૦ થી ડાઉનલોડ કરી શકાશે.  Click Here


બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટની બઢતી માટેની પરીક્ષા (મોડ-૩)નું આખરી પરિણામ

તા.૨૯/૧૦/૨૦૨૪ના રોજ બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટની બઢતી માટેની પરીક્ષા (મોડ-૩)નું હંગામી પરિણામ જાહેર કરવામાં આવેલ તેમજ રી-ચેકિંગ કરાવવા માંગતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ.

ઉમેદવારો તરફથી રીચેકિંગ માટે મળેલ કુલ-૫૨૬ અરજીઓની ચકાસણી કરી, આખરી પરિણામ જાહેર કરવામાં આવેલ છે.

આખરી પરિણામ જોવા માટે અહીં કલીક કરો....


પોલીસ ભરતી official website :  Click here

LRD Recruitment 2024 નોટીફીકેશન  : click here

Re open LRD Recruitment 2024 નોટીફીકેશન  : click here

Details notification : click here

Home page  : click here

               Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 


Follow on google news : click here 

Whatsapp channel : click here


टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

संपर्क फॉर्म

पाठवा