मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

UG AND PG Courses Admission process (GCAS) 2024-25 : Gujarat

 યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજમાં સ્નાતક કક્ષાના વિવિધ ડિગ્રી ફોર્સ અને અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા 2024-25

ગુજરાત ની તમામ ૧૪-સરકારી યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સંસ્થા/કોલેજમાં વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, એજ્યુકેશન, કાયદા તથા અન્ય વિદ્યાશાખામાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ - જીકૅસ (GCAS)ની રચના કરવામાં આવેલ છે.


ગુજરાત શિક્ષણ વિભાગ અનુસંધાને ગુજરાત રાજ્યની તમામ ૧૪-સરકારી યુનિવર્સિટીઓને સ્નાતક કોર્સીસમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયાનું ટેકનિકલ અને એડમિનિસ્ટ્રેટિવ ઇન્ટીગ્રેશન ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) પોર્ટલ સાથે કરવાની જરૂરિયાત જણાય છે. યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજમાં વિવિધ ડિગ્રી કોર્સ અને અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા યુનિવર્સિટી દ્વારા આ પોર્ટલ દ્વારા કરવામાં આવશે. તમામ વિદ્યાર્થી ને આ વર્ષથી આ પોર્ટલ થ્રુ એડમીશન કરવાની રહેશે.



કોલેજ / યુનિવર્સીટી ના તમામ કોર્સેસ ની પ્રવેશ પ્રક્રિયા વિષે વિગતવાર કાર્યક્રમ : 
  1. તમામ પ્રવેશવાંછુ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે જીકૅસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી બેઝીક માહિતી (profile) સાથે પોતાને જે તે કોલેજ માં પસંદગીનાં કોર્સમાં અભ્યાસ કરવો હોય તે પસંદગી (Choice) આપ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  2. તમામ પાસ થયેલા પ્રવેશવાંછુ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે જીકૅસ પોર્ટલ પર શૈક્ષણીક માહિતી (Academic) ભરી ઓનલાઈન ફી (Payment) 300/- ભરવાની રહેશે. તેમજ અરજી ફાઈનલ સબમીટ કરવાની રહેશે. (ધોરણ ૧૨ ના રીઝલ્ટ પછી રીઝલ્ટની તારીખ થી બે અઠવાડિયામાં પોતાનું એડમીશન ફોર્મ submit કરવાનું રહેશે.)
  3. પોર્ટલ ઉપર મુકેલ હેલ્પસેન્ટરની યાદી મુજબ લાગુ પડતા વિદ્યાર્થીઓએ નજીકની કોલેજ ખાતેના હેલ્પ સેન્ટરમાં જઈને પોતાના ઓરિજીનલ તમામ ડોક્યુમેન્ટસનું વેરીફીકેશન કરાવવાનું રહેશે.
  4. ડોક્યુમેન્ટસ વેરીફીકેશન થયા બાદ જે કોઈ યુનિવર્સિટીઓએ રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓને યુ. જી. કોર્સીસમાં એન્ટ્રન્સ ટેસ્ટ (પ્રવેશ પરીક્ષા) લઈને પ્રવેશ આપવાનો હોય તેવી યુનિવર્સિટીઓએ એક અઠવાડિયામાં એન્ટ્રન્સ ટેસ્ટ તથા પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.અન્ય તમામ યુનિવર્સિટીઓએ આ સમયગાળામાં પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ બનાવવાનું રહેશે.
  5. ગુજરાત બોર્ડ (GSHSEB) ધોરણ ૧૨નું પરિણામ જાહેર થયાના ત્રણ અઠવાડિયામાં તમામ યુનિવર્સિટીઓએ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ એક સાથે જાહેર કરવાનું રહેશે.
  6. વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ બાબતે જો કોઈ ગ્રીવન્સ હોય તો તે અંગે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર થયા બાદ દિન-૨માં જે તે યુનિવર્સિટી/કોલેજના ગ્રીવન્સ સેલમાં જઇ રજૂઆત કરવાની રહેશે.
  7. ઉપર ક્રમાંક-૬ માં ફાળવેલ ગ્રીવન્સના દિન-૨ બાદ યુનિવર્સિટી/કોલેજ દ્વારા ફાઇનલ મેરિટ લીસ્ટ અને અલોટમેન્ટ જાહેર કરવાનું રહેશે.
  8. વિદ્યાર્થીઓને જે કોલેજ કે યુનિવર્સિટી માં પ્રવેશ મળેલ છે તેમની સૂચના મુજબ ફી ભરવાની રહેશે.
  9. ઉપરોક્ત ક્રમ-૧ થી ક્રમ-૮ માં દર્શાવેલ સમયગાળા બાદ જો યુનિવર્સિટીઓને જરૂરીયાત હોય તો પ્રવેશ ૯ પ્રક્રિયાના દ્વિતીય અને તૃતીય રાઉન્ડ બન્ને રાઉન્ડ મળીને વધુમાં વધુ દિન-૧૦ ની સમય મર્યાદામાં આ કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.
  10. ગુજરાત બોર્ડ (GSHSEB) ધોરણ-૧૨નું પુરક પરીક્ષાનું પરિણામ આવી ગયા પછી GCAS પોર્ટલ ફરી દિન-(૫) માટે ઓપન થશે. આ સમયગાળા દરમ્યાન પુરક પરીક્ષામાં ઉતીર્ણ થયેલ તેમજ જે વિદ્યાર્થીઓનું અગાઉની પ્રવેશ પ્રક્રીયામાં અરજી કરવાની બાકી રહી ગઈ હોય તેવા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, અને આવા તમામ વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રક્રિયા યુનિવર્સિટીએ દિન- (૫) માં પૂર્ણ કરવાની રહેશે. (ઉપરોક્ત ક્રમ (૧) થી (૧૦) માં દર્શાવેલ સમયગાળામાં જાહેર રજાનો સમાવેશ કરેલ છે.)


ઉક્ત સમયપત્રક મુજબ સદર પોર્ટલ પર વિદ્યાર્થીની અરજીના રજીસ્ટ્રેશન બાદ તે અંગેની સંપૂર્ણ માહિતી સંલગ્ન યુનિવર્સિટીઓને લોગ ઇન આઈ.ડી. માં ઉપલબ્ધ કરાવવામાં આવશે. યુનિવર્સિટીઓએ પોતાના વિવિધ ડિગ્રી અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા માટે સંપૂર્ણ સ્વાયત્તતાપૂર્વક, સરકારશ્રીના પ્રવર્તમાન નિયમાનુસાર મેરીટ લીસ્ટ તૈયાર કરી પુરક પરીક્ષા સિવાયના તમામ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા મહત્તમ ત્રણ રાઉન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.




પ્રવેશ / એડમીશન માટે જરૂરી દસ્તાવેજ :
હાલ જે વિધાર્થી GCAS પોર્ટલ પર જે કોઇ દસ્તાવેજ ઉપલબ્ધ હોય તેને અપલોડ કરીને રજીસ્ટ્રેશન કરી શકશે. બાકીના લાગુ પડતાં દસ્તાવેજો ફોર્મ લોક કરતાં સુધીમાં અપલોડ કરવાના રહેશે.
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (સફેદ બેકગ્રાઉન્ડ ધરાવતો કલર ફોટો)
  • સહીનો નમૂનો (સફેદ બેકગ્રાઉન્ડ)
  • ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની માર્કશીટ (HSC)
  • સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (LC)
  • પાસિંગ સર્ટિફિકેટ/ટ્રાયલ સર્ટિફિકેટ
  • માઇગ્રેશન સર્ટિફિકેટ (જો વિધાર્થીએ ગુજરાત બહારથી 12મું ધોરણ પાસ કર્યું હોય તો)
  • ડોમિસાઇલ સર્ટિફિકેટ
  • કેટેગરી સર્ટિફિકેટ
  • પારિવારિક આવકનું પ્રમાણપત્ર
  • ફ્રી શિપ સર્ટિફિકેટ
  • વિકલાંગપણું ધરાવતી વ્યક્તિનું પ્રમાણપત્ર
  • ઓળખના પૂરાવા (આધાર કાર્ડ, પાન કાર્ડ)
  • 10મા થોરણની માર્કશીટ (ઉંમરના પૂરાવા માટે)
  • અંડરગ્રેજ્યુએટ કોર્સ સર્ટિફિકેટ માર્કશીટ
  • અનુસ્નાતક અભ્યાસક્રમ પ્રમાણપત્રો/ માર્કશીટ
  • સફેદ બેકગ્રાઉંડ ધરાવતો અને બંને કાન જોઈ શકાય તેવા વિદ્યાર્થીના તાજેતરના પાસપોર્ટ સાઇઝના રંગીન ફોટોગ્રાફ.
  • સફેદ બેકગ્રાઉન્ડ પર કાળી/વાદળી શાહીથી કરેલ વિષાર્થીની સહી.
ઓનલાઈન એડમીશન શુરુ થવાની તારીખ : 01/04/2024
  • જીકેસ પોર્ટલ પર સ્નાતક કક્ષાના ( Under Graduate ) અભ્યાસક્રમો માં Complete ફોર્મ Fill-up અને Submission ( એકેડેમિક Details અને ચોઈસ Selection સાથે ) ની કામગીરી તા.16/05/2024 થી શરુ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન અને Profile Fill-up ની કામગીરી હાલ ચાલુ જ છે.

છેલ્લી તારીખની રાહ જોવાની નહિ. આપેલ સમય મર્યાદામાં ફોર્મ ભરી દેવાનું રહેશે. 

દરેક પ્રોગ્રામ માટે શૈક્ષણિક લાયકાત : click here

મહત્વપૂર્ણ લિંક :

પ્રવેશ પ્રક્રિયા અંગેનું ગુજરાત સરકારનું પરિપત્ર : click here

પ્રવેશ પ્રક્રિયા માટે ઓફીશીયલ વેબસાઈટ : click here 

એડમીશન ફોર્મ ભરવા માટે સેન્ટર : click here 

વીર નર્મદ યુનિવર્સીટી ઓફીશીયલ વેબસાઈટ : click here

ગુજરાત યુનિવર્સીટી ઓફીશીયલ વેબસાઈટ : click here 

હોમ પેજ : click here 

               Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 


Follow on google news : click here 

Whatsapp channel : click here

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

संपर्क फॉर्म

पाठवा