मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

શિક્ષક પસંદગી સમિતિ : શાળા સંગાથી ભરતી ગુજરાત

 શિક્ષક પસંદગી સમિતિ ભરતી : ગુજરાત

સમાજમાં આજે શિક્ષણની તાતી જરુરિયાત છે અને આ વાતને સમજી સાગર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના મેધાવી અને દૂરદર્શી પ્રમુખ શ્રી દેવાંગભાઈ સાગરે ટ્રસ્ટ ના માધ્યમ થી “શાળા સંગાથી" નામની સુંદર યોજનાની શરૂઆત કરી છે.
પરિવર્તન અને પ્રગતિ એ દરેક વ્યક્તિનો અધિકાર છે. ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન અને શિક્ષણ મળી રહે તે હેતુ થી શરુ થયેલ આ પહેલને આવકારવાની સમાજ જોડે એક બહુ મોટી તક છે. “શાળા સંગાથી” એ ફકત એક અભિયાન જ નહીં પણ એક ઝુંબેશ છે. જે થકી ફકત શૈક્ષણિક ક્રાંતિ જ નહી પણ સમાજમાં રોજગારી ની અનેકાનેક તક અમે પૂરી પાડવા માંગીએ છીએ.


બદલાતા શૈક્ષણિક પરિપ્રેક્ષ્ય માં આવનારા સમયમાં શાળામાં શીખવવામાં આવી રહેલા વિષયો અને તેને અનુરૂપ અત્યાધુનિક માહિતી અને જ્ઞાન ધરાવતા શિક્ષકોની જરૂર હાલમાં સૌથી વધારે છે. વિદ્યાથીઓ ની જરૂરિયાત તથા માઇન્ડ સેટ સમજી તે અનુરૂપ ભણાવનારા શિક્ષકોની ઘટ પૂરી કરવાનો આ પ્રયાસ છે.

આ બાબતોને ધ્યાનમાં લઈને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરી શૈક્ષણિક ગુણવત્તા માં વધારો કરવા આ "શાળા સંગાથી" યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. જે તે ધોરણ ને અનુરુપ નિષ્પત્તિ પ્રાપ્ત કરાવવા એક સક્ષમ શિક્ષકની જરૂર છે. ધોરણ દીઠ શિક્ષક ની ઉપલબ્ધતાને પહોંચી વળવા આ લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ થકી ૫૦૦ જેટલા શિક્ષકો આવનાર સમયમાં (જે તે શાળામાં માંગ, યોગ્યતા અને અનુકૂળતા આધારે) રોજગારી આપવાની તૈયારી અને નેમ ટ્રસ્ટની છે.

યોજનાનું નામ

આ યોજના હેઠળ એવા ઉમેદવારોને પસંદ કરવામાં આવનાર છે જેવો જે તે પસંદ કરેલ જિલ્લાની શાળામાં જઈ મુખ્યત્વે શિક્ષણનું કાર્ય કરશે આ ઉપરાંત શાળાને જરૂર પડે ત્યારે ટ્રસ્ટ સાથે કરેલ કરાર આધીન શાળાનું અન્ય ઓફિસ તથા રોજબરોજ ના સંચાલન નું કાર્ય કરવાના હોવાથી આ યોજનાનું નામ "શાળા સંગાથી રહેશે.

શાળા સંગાથીની વિગતો નીચે મુજબ રહેશે.


યોજના

ગુજરાત રાજ્યના દરેક જિલ્લા મથકે, શહેરો, તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તાર માંથી શિક્ષકોની ઘટ ઘરાવતી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, તથા વિવિધ ટ્રસ્ટ અને મંડળો સંચાલીત શાળાઓમાં ધો ૧ થી ૧૦ના વિદ્યાથીઓ માટે લાયકાત વાળા તાલિમબદ્ધ શિક્ષકોને શોધી. તેમને કરાર આધારીત નિમુણક આપવી. આ તમામ શિક્ષકોને માનદ વેતન પૂરા પાડવા.

શાળા સંગાથી તરીકે જોડાવવા માટે ઓનલાઈન અરજીની પદ્ધતિ :

1. નવા એકાઉન્ટ માટે સાઇન અપ / લોગિન
2. તમારી પ્રોફાઇલ સેટ કરો
3. તમારી પોસ્ટ માટે અરજી કરો
4. પ્રોફાઇલ સાથે સમ્બિટ વિગતો
5. ચોઈસ ફિલિંગ અને ફીની ચુકવણી કરો

ફી માળખુ :

ગુજરાત રાજ્યના તમામ કેટેગરીના ઉમેદવારોએ પ્રથમ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ ઓનલાઈન ફ્રી રુ ૫૦૦/- ભરવાની રહેશે. કોઈપણ સંજોગોમાં ભરેલ ફ્રી પરત મળવાપાત્ર રહેશે નહિ.

ફી ભરવાની પદ્ધતિ :

"શાળા સંગાથી” તરીખે ઉમેદવારી નોંધાવાં ઇચ્છુક ઉમેદવારે ઓનલાઈન ફી ભરવા માટે યુ.પી.આઈ, નેટ બેંકિગ, ડેબિટકાર્ડ, ક્રેડિટકાર્ડ વગેરે માધ્યમથી ઑનલાઈન ફી ભરી શકશે.

નિમણૂક વિષય અને ધોરણ :

ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં ધો. ૧થીપ માં વર્ગ શિક્ષક તેમજ ધો.૬ થી ૧૦માં વિષય શિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવશે.
• જે તે જીલ્લામાં જે તે શાળાની શિક્ષકની માંગને અનુરુપ જ નિમણૂક આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત :

  • ગુજરાત રાજ્યની શાળાઓમા વર્ગ શિક્ષક તરીકે અથવા વિષય શિક્ષક તરીકે ઉમેદવારી કરવા ગુજરાત રાજ્યની માન્યતા પ્રાપ્ત થયેલ સંસ્થાઓમાં ગ્રેજ્યુએટ અથવા બી. એડ અથવા પી.ટી.સીની લાયકાત પૂર્ણ કરેલી હોવી જોઈએ.
  • શૈક્ષણિક અને તાલીમી લાયકાતની વિગતો ચકાસણી ભરતી પસંદગી સમિતિ અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. આ અંગે ટ્રસ્ટનો નિર્ણય જ અંતિમ રહેશે.

નિમણૂક કાર્યક્ષેત્ર :

  • ઉમેદવારની અરજીમાં આપેલ સરનામાના અનુસંધાને તેમના જ જિલ્લા અથવા તાલુકા, ગામવિસ્તારમાં નિમણૂક આપવામાં આવશે. ઉમેદવારને આપવામાં આવેલ શાળા તેમણે સ્વિકારવાની રહેશે. આ અંગે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવવામાં આવશે નહી.
  • કોઇ સંજોગોમાં માંગેલ જિલ્લામાં જો જગ્યા નહી હોય તો ટ્રસ્ટ દ્વારા અન્ય જગ્યાએ જો જગ્યા હશે તો તે માટે ઉમેદવારને જણાવવામાં આવશે.

વય મર્યાદા :

આ યોજના શિક્ષણ જગતને વધુ મજબુત કરવાના હેતુ થી બનાવેલ હોઈ ૨૨ વર્ષથી ૪૦ વર્ષ (અરજી ની તારીખ સુધીમાં) સુધીની ઉંમર ધરાવતા દરેક ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે..

ભરતી પ્રક્રિયા :

"શાળા સંગાથી" યોજના હેઠળ કોઈપણ પ્રકારની પરીક્ષાનું આયોજન કરેલ નથી. માત્ર મેરીટના આધારે તેમ જ વિશિષ્ટ આવડત, કૌશલ્યના આધારે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે..
પસંદગી અને મેરીટ યાદી
  • તાલીમ વર્ગ 
  • ડોક્યુમેન્ટ ચકાસણી 
  • ફાયનલ પસંદગી 
  • નિમણુક પત્ર 
  • નિમણૂક પત્ર  : "શાળા સંગાથી" યોજના હેઠળ ની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઈનલ પસંદગી યાદીમાં સ્થાન પામેલ દરેક ઉમેદવારે નિમણૂક પત્ર આપવામાં આવશે. દરેક ઉમેદવારની નિમણૂક પોતાના જિલ્લા અથવા તાલુકા ગામ વિસ્તારમાં આપવામાં આવશે.. (* જે તે જીલ્લામાં શિક્ષકની જરુરીયાત પ્રમાણે)

પગાર ધોરણ :

અત્રે ઉલ્લેખનીય છે કે “શાળા સંગાથી" યોજના એ કરાર આધારિત ભરતી પ્રક્રિયા છે. જેમાં માનદ વેતન સ્વરૂપે પ્રાથમિક વિભાગમાં માસિક પગાર રૂા.૨૧,૦૦૦/-, માધ્યમિક વિભાગમાં માસિક પગાર રૂા.૨૪,૦૦૦/- આપવામાં આવશે... (વેકેશન સમય દરમિયાન પગાર મળવા પાત્ર નથી)


ઓફીશીયલ નોટીફીકેશન : click here 

ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ : ૧૧/05/૨૦૨૪ થી ૧૧/06/૨૦૨૪ સુધી.

નોંધ: બધી ડિટેલ કન્ફર્મ કર્યા બાદ જ ફોર્મ ભરવું. આ પોસ્ટ ફક્ત તમે માહિતી આપી છે. 

ઓનલાઈન ફોર્મ : Apply Now

હોમ પેજ : click here 

               Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 


Follow on google news : click here 

Whatsapp channel : click here

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

संपर्क फॉर्म

पाठवा