मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

વિદ્યાસહાયક ભરતી ગુજરાત 2024

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ભરતી ધોરણ ૧ થી ૫ અને ધો.૬ થી ૮- ગુજરાતી/અન્ય માધ્યમ

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ, ગાંધીનગર દ્વારા તા.૦૧/૧૧/૨૦૨૪ ના રોજ આપવામાં આવેલ ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ની ગુજરાતી/અન્ય માધ્યમની જાહેરાત સંદર્ભે ઉમેદવારો ઓનલાઈન અરજીપત્રક વેબસાઈટ https://vsb.dpegujarat.in ઉપર તા.૦૭/૧૧/૨૦૨૪ ના રોજ સવારના ૧૨:૦૦ કલાકથી તા.૧૬/૧૧/૨૦૨૪ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકશે. સ્વીકાર કેન્દ્ર પર અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ ૧૯/૧૧/૨૦૨૪ (૧૭:૦૦ કલાક સુધી) રહેશે.


શિક્ષણ વિભાગના તા.૨૯/૧૦/૨૦૨૪ ના પત્રથી મળેલ મંજૂરી સંદર્ભે ઉક્ત જાહેરાતમાં હાલ માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલ છે અને ભરતીની જગ્યાઓની માધ્યમવાર, વિષયવાર, જાતિવાર અને જિલ્લાવાર વિગતો સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકોના જિલ્લાફેર બદલી કેમ્પ પૂર્ણ થયેથી જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતાં પહેલાં વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત:

શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક, તા. ૧૭/૦૩/૨૦૨૩ તથા ત્યારપછીના વખતો- વખતના સુધારા ઠરાવો અન્વયે વિદ્યાસહાયકની ભરતી અને ઉમેદવારોની પસંદગી માટેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત નીચે મુજબ છે.

(i) ઉચ્ચ પ્રાથમિક (ધોરણ ૬ થી ૮) વિદ્યાસહાયક:
(અ) ગણિત/વિજ્ઞાનના વિદ્યાસહાયક:
  • શૈક્ષણિક લાયકાત:- બી.એસસી. /બી.ઈ./બી.ટેક. /બેચલર ઓફ ફાર્મસી (B.PHARM) અને
  • તાલીમી લાયકાત:- બે વર્ષીય પી.ટી.સી./D.EL.Ed    અથવા
  • શૈક્ષણિક લાયકાત:- ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ સાથે બી.એસસી. /બી.ઈ./બી.ટેક. /બેચલર ઓફ ફાર્મસી (B.PHARM) અને
  • તાલીમી લાયકાત:- એક/બે વર્ષીય બી.એડ. અથવા
  • શૈક્ષણિક લાયકાત:- ધોરણ-૧૨ (એચ.એસ.સી) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને
  • તાલીમી લાયકાત:- ચાર વર્ષીય બેચલર ઇન એલીમેન્ટરી એજ્યુકેશન (B.El.Ed)    અથવા
  • શૈક્ષણિક લાયકાત:- ધોરણ-૧૨ (એચ.એસ.સી) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને
  • તાલીમી લાયકાત:- ચાર વર્ષીય બી.એસસી એજ્યુકેશન. (B.Sc.Ed) અથવા
  • શૈક્ષણિક લાયકાત:- ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે બી.એસસી. /બી.ઈ./બી.ટેક. /બેચલર ઓફ ફાર્મસી (B.PHARM) અને
  • તાલીમી લાયકાત:- એક/બે વર્ષીય બી એડ (સ્પેશીયલ એજ્યુકેશન)
तथा 
  • આ વર્ગ માટે નિયત થયેલ શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ-ટી.ઈ.ટી. (TET-2) ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ- ગણિત/વિજ્ઞાન) અરજી કરવાની છેલ્લી તારીખે પાસ કરેલી હોવી જોઈશે. શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ-ટી.ઈ.ટી. (TET-2) માં નિયત થયેલ લઘુત્તમ ગુણ મેળવવાના રહેશે. તથા જે માધ્યમની શાળામાં શિક્ષક થવા ઇચ્છતા હશો તે માધ્યમ માટે શિક્ષણ વિભાગના તા.૨૬/૦૪/૨૦૧૨ ના ઠરાવથી નિયત થયેલ શિક્ષક યોગ્યતા કસોટી પાસ કરેલ હોવી જોઈશે. તેમજ શિક્ષણ વિભાગના તા ૩૦/૦૭/૨૦૨૪ ના કરાવથી નિયત થયેલ અવિધવાળું શિક્ષક યોગ્યતા કસોટીનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે.
  • ગુણાંકન પધ્ધતિ: શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ ના ઠરાવના ફકરા- ૨ (A) (III) મુજબ ગુણાંકન/ ગણતરી કરી મેરીટ ગણતરી કરવામાં આવશે અને તેના આધારે મેરીટયાદી તૈયાર કરવામાં આવશે.
(બ) ભાષાઓના વિદ્યાસહાયક:
  • શૈક્ષણિક લાયકાત:- બી.એ./બી.આર.એસ./બી.એસ.એસસી (અંગ્રેજી,ગુજરાતી, હિન્દી,સંસ્કૃત વિષય સાથે) અને
  • તાલીમી લાયકાત:- બે વર્ષીય પી.ટી.સી./D.EL.Ed   અથવા
  • શૈક્ષણિક લાયકાત:- ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ સાથે બી.એ. /બી.આર.એસ /બી.એસ.એસસી (અંગ્રેજી,ગુજરાતી, હિન્દી,સંસ્કૃત વિષય સાથે) અને
  • તાલીમી લાયકાત:- એક/બે વર્ષીય બી એડ.  અથવા
  • શૈક્ષણિક લાયકાત:- ધોરણ-૧૨ (એચ.એસ.સી) ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને
  • તાલીમી લાયકાત - ચાર વર્ષીય બેચલર ઇન એલીમેન્ટરી એજ્યુકેશન (B.El.Ed)  અથવા
  • શૈક્ષણિક લાયકાત:- ધોરણ-૧૨ (એચ.એસ.સી) ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને
  • તાલીમી લાયકાત:- ચાર વર્ષીય બી.એ. /બી.આર.એસ./બી એસ.એસસી એસસી (અંગ્રેજી,ગુજરાતી, હિન્દી સંસ્કૃત વિષય સાથે) એજ્યુકેશન (B.A Ed)  અથવા
  • શૈક્ષણિક લાયકાત:- ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે બી.એ./બી.આર.એસ./બી.એસ.એસસી (અંગ્રેજી,ગુજરાતી,હિન્દી, સંસ્કૃત વિષય સાથે) અને
  • તાલીમી લાયકાત:- એક/બે વર્ષીય બી.એડ. (સ્પેશીયલ એજ્યુકેશન)
તથા
  • આ વર્ગ માટે નિયત થયેલ શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ-ટી ઈ.ટી.) TET-2 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ- (ભાષાઓ) અરજી કરવાની છેલ્લી તારીખે પાસ કરેલી હોવી જોઈશે. શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ) TET-2 માં નિયત થયેલ લઘુત્તમ ગુણ મેળવવાના રહેશે. તથા જે માધ્યમની શાળામાં શિક્ષક થવા ઇચ્છતા હશો તે માધ્યમ માટે શિક્ષણ વિભાગના તા.૨૬/૦૪/૨૦૧૨ ના ઠરાવથી નિયત થયેલ શિક્ષક યોગ્યતા કસોટી પાસ કરેલ હોવી જોઈશે. તેમજ શિક્ષણ વિભાગના તા ૩૦/૦૭/૨૦૨૪ ના કરાવથી નિયત થયેલ અવિધવાળું શિક્ષક યોગ્યતા કસોટીનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે.
  • ગુણાંકન પધ્ધતિ: શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ ના ઠરાવના ફકરા- ૨ (A) (III) મુજબ ગુણાંકન/ ગણતરી કરી મેરીટ ગણતરી કરવામાં આવશે અને તેના આધારે મેરીટયાદી તૈયાર કરવામાં આવશે.
(ક) સામાજિક વિજ્ઞાનના વિદ્યાસહાયક:
  • શૈક્ષણિક લાયકાત:- બી.એ/બી.આર.એસ./બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, ગૃહ વિજ્ઞાન (Home Science) तथा भारतीय संस्कृति (Indian Culture) विषय સાથે) અથવા બી.કોમ. અથવા બી.સી.એ. અથવા બી.બી.એ. અને
  • તાલીમી લાયકાત:- બે વર્ષીય પી.ટી.સી./D.EL.Ed   અથવા
  • શૈક્ષણિક લાયકાત - ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ સાથે બી.એ/બી.આર.એસ./બી.એસ એસસી. (ઈતિહાસ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, ગૃહ વિજ્ઞાન (Home Science) તથા ભારતીય સંસ્કૃતિ (Indian Culture) વિષય સાથે) અથવા બી.કોમ. અથવા બી.સી.એ. અથવા બી.બી.એ. અને
  • તાલીમી લાયકાત:- એક/બે વર્ષીય બી એડ.   અથવા
  • શૈક્ષણિક લાયકાત-- ધોરણ-૧૨ (એચ એસ. સી) ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને
  • તાલીમી લાયકાત:- ચાર વર્ષીય બેચલર ઇન એલીમેન્ટરી એજ્યુકેશન (B El.Ed)    અથવા
  • શૈક્ષણિક લાયકાત:- ધોરણ-૧૨ (એચ.એસ.સી) ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને
  • તાલીમી લાયકાત:- ચાર વર્ષીય બી.એ/બી આર.એસ./બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનાવિજ્ઞાન, તત્વજ્ઞાન, પૂર વિજ્ઞાન (Home Science) તથા ભારતીય સંસ્કૃતિ (Indian Culture) साये) तथा भी.ओम जेशन (B.A.Ed/ B.R.S.Ed/ B.S.Sc.Ed/B.Com.B.Ed)  અથવા 
  • શૈક્ષણિક લાયકાત:- ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે બી.એ/બી.આર.એસ./બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ,નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, ગૃહ વિજ્ઞાન (Home Science) તથા ભારતીય સંસ્કૃતિ (Indian Culture) વિષય સાથે) અથવા બી.કોમ. અથવા બી.સી.એ. અથવા બી.બી.એ. અને
  • તાલીમી લાયકાત:- એક/બે વર્ષીય બી.એડ.(સ્પેશીયલ એજ્યુકેશન)
તથા
  • આ વર્ગ માટે નિયત થયેલ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ- ટી.ઈ.ટી. TET-2 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ- સામાજિક વિજ્ઞાન) અરજી કરવાની છેલ્લી તારીખે પાસ કરેલી હોવી જોઈશે. અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ- ટી.ઈ.ટી. TET-2) માં નિયત થયેલ લઘુત્તમ ગુણ મેળવવાના રહેશે. તથા જે માધ્યમની શાળામાં શિક્ષક થવા ઇચ્છતા હશો તે માધ્યમ માટે શિક્ષણ વિભાગના તા.૨૬/૦૪/૨૦૧૨ ના ઠરાવથી નિયત થયેલ શિક્ષક યોગ્યતા કસોટી પાસ કરેલ હોવી જોઈશે. તેમજ શિક્ષણ વિભાગના તા. ૩૦/૦૭/૨૦૨૪ ના ઠરાવથી નિયત થયેલ અવિધવાળું શિક્ષક યોગ્યતા કસોટીનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે.
  • ગુણાંકન પધ્ધતિ: શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ ના ઠરાવના ફકરા- ૨ (A) (III) મુજબ ગુણાંકન/ ગણતરી કરી મેરીટ ગણતરી કરવામાં આવશે અને તેના આધારે મેરીટયાદી તૈયાર કરવામાં આવશે.
(ii) નિમ્ન પ્રાથમિક ધોરણ ૧ થી ૫ વિદ્યાસહાયક

(૧) શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછી એચ.એસ.સી. પાસ અને
(૨) તાલીમી લાયકાત: (ક) પી.ટી.સી./D.EI.Ed (બે વર્ષ)
અથવા
                            (ખ) ચાર વર્ષની ઍલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી (B.El.Ed)
અથવા
                                  (ગ) બે વર્ષનો ડિપ્લોમાં ઇન એજ્યુકેશન (સ્પેશીયલ એજ્યુકેશન)
તથા 
(૩) આ વર્ગ માટે નિયત થયેલ નિમ્ન પ્રાથમિક શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ-ટી.ઈ.ટી. TET-1 નિમ્ન પ્રાથમિક શિક્ષણ) અરજી કરવાની છેલ્લી તારીખે પાસ કરેલી હોવી જોઈશે. અને નિમ્ન પ્રાથમિક શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજિબીલીટી ટેસ્ટ-ટી.ઈ.ટી. TET-1) માં નિયત થયેલ લઘુત્તમ ગુણ મેળવવાના રહેશે. તથા જે માધ્યમની શાળામાં શિક્ષક થવા ઇચ્છતા હશો તે માધ્યમ માટે શિક્ષણ વિભાગના તા.૨૬/૦૪/૨૦૧૨ ના ઠરાવથી નિયત થયેલ શિક્ષક યોગ્યતા કસોટી પાસ કરેલ હોવી જોઈશે. તેમજ શિક્ષણ વિભાગના તા.૩૦/૦૭/૨૦૨૪ ના ઠરાવથી નિયત થયેલ અવધિવાળું શિક્ષક યોગ્યતા કસોટીનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે.
(૪) જગ્યાઓ પૈકી ૧૦% જગ્યાઓ એચ.એસ.સી. (વિજ્ઞાન પ્રવાહ) માં ૪૫% ગુણ સાથે પાસ થયેલ ઉમેદવારોથી ભરવાની રહેશે. 
(૩) ગુણાંકન પધ્ધતિ:
શિક્ષણ વિભાગના તા. ૧૭/૦૩/૨૦૨૩ ના ઠરાવના ફકરા- ૧ (ડ) મુજબ ગુણાંકન/ ગણતરી કરી મેરીટ ગણતરી કરવામાં આવશે અને તેના આધારે મેરીટયાદી તૈયાર કરવામાં આવશે.

પગાર ધોરણ:
વિદ્યાસહાયકને પાંચ વર્ષ સુધી પ્રતિમાસ રૂ.૨૬૦૦૦/- અથવા સરકારશ્રી વખતો વખત નક્કી કરે તે પ્રમાણેનું ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે. વિદ્યાસહાયક તરીકે નિમાયેલ ઉમેદવારની સેવાઓ પાંચ વર્ષ દરમિયાન સંતોષકારક જણાય તો પાંચ વર્ષ પૂર્ણ કરેથી જિલ્લા/મહાનગર પાલિકા/નગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિના મહેકમમાં પ્રાથમિક શિક્ષકના નિયમિત પગાર ધોરણ છઠ્ઠા પગારપંચ મુજબ રૂ:૫૨૦૦-૨૦૨૦૦ (ગ્રેડ પે ૨૪૦૦) (સાતમા પગારપંચ મુજબ લેવલ-૪ માં ૨૫૫૦૦-૮૧૧૦૦) માં અથવા સરકાર વખતો વખત નક્કી કરે તે મુજબ સમાવવામાં આવશે.

(૩) વયમર્યાદા:
  • પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫) માટે લઘુત્તમ વયં મર્યાદા ૧૮ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૩૩ વર્ષ
તથા 
  • ઉચ્ચ પ્રાથમિક શાળા (ધોરણ ૬ થી ૮) માટે લઘુત્તમ વર્ષ મર્યાદા ૧૮ વર્ષ અને મહત્તમ વય મૈર્યાદા ૩૫ રહેશે.

new ફોર્મ સાથે જોડવાના આધારો- ધોરણ ૧ થી ૫

નીચે મુજબના પ્રમાણિત કરેલા પ્રમાણપત્રો/ગુણપત્રકોની નકલ મળેલ છે.

1. શાળા છોડયાનું પ્રમાણપત્ર
2. જાતિ અંગેનું પ્રમાણપત્ર (SC, ST, SEBC)
૩. ઉન્નતવર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર (SEBC)
4. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર (EWS)
5. શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર (PH)
6. માજી સૈનિકનું પ્રમાણપત્ર (Ex SL)
7. એચ.એસ.સી.ની માર્કશીટ
8. એચ.એસ.સી.નું ટ્રાયલ સર્ટી
9. TET-1 ની માર્કશીટ
10. સ્નાતકની માર્કશીટ
11. સ્નતકનું ડીગ્રી પ્રમાણપત્ર
12. સ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ
13. પી.ટી.સી./D.ELED ની માર્કશીટ
14. પી.ટી.સી./D.EL.ED નું ટ્રાયલ સર્ટીફીકેટ
15.એન.સી.ટી.ઇ/આર.સી.આઇ.માન્યતા પ્રમાણપત્ર (પી.ટી.સી./D.El.Ed)
16. જિલ્લા/નગર શિક્ષણ સમિતિ (ધોરણ 1 થી 5) માં વિદ્યાસહાયક/શિક્ષક નિમણૂંક હુકમ
17. નિમણૂંક અધિકારીના N.O.C. ની નકલ
18. વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
19. વિધવા મહિલા ઉમેદવારે પુન લગ્ન કરેલ નથી તે અંગેનું સોગંદનામું
20 અન્ય
new  ફોર્મ સાથે જોડવાના આધારો- ધોરણ ૬ થી ૮
નીચે મુજબના પ્રમાણિત કરેલા પ્રમાણપત્રો/ગુણપત્રકોની નકલ મળેલ છે.

1. શાળા છોડયાનું પ્રમાણપત્ર
2. જાતિ અંગેનું પ્રમાણપત્ર (SC,ST, SEBC)
૩. ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર (SEBC)
4. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર (EWS)
5. શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર (PH)
6. માજી સૈનિકનું પ્રમાણપત્ર (EX.SL)
7. એચ.એસ.સી.ની માર્કશીટ
8. એચ.એસ.સી.નું ટ્રાયલ સર્ટી
9. TET-II ની માર્કશીટ
10. સ્નાતકની માર્કશીટ
11. સ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર
12 સ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ
13. બી.એડ/પી.ટી.સી./D.ELLED ની માર્કશીટ
14. બી.એડ/પી.ટી.સી./D.EL Eત નું ટ્રાયલ સર્ટીફીકેટ
15 અનુસ્નાતકની માર્કશીટ
16 અનુસ્નાતકનું ડીગ્રી પ્રમાણપત્ર
17. નુસ્નાતકનું ટ્રાયલ સર્ટીફીકેટ
18.એન.સી.ટી.ઇ/આર.સી.આઇ.માન્યતા પ્રમાણપત્ર (બી.એડ./પી.ટી.સી./D.El.Ed.)
19 જિલ્લા/નગર શિક્ષણ સમિતિ (ધોરણ 6 થી 8) માં વિદ્યાસહાયક/શિક્ષક નિમણૂંક હુકમ
20 નિમણૂંક અધિકારીના N.O.C ની નકલ
21. વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
22 વિધવા મહિલા ઉમેદવારે પુન લગ્ન કરેલ નથી તે અંગેનું સોંગદનામુ
23 અન્ય

નોંધ : ઉમેદવારોએ હાર્ડકોપી સાથે ઉપરોક્ત દર્શાવેલ પૈકી લાગુ પડતા આધારો/પ્રમાણપત્રો ઉપર પાન નંબર આપી અરજીપત્ર સાથે ક્રમમાં જોડવાના રહેશે. (અરજીપત્ર, ચેકલિસ્ટ અને ફી ભર્યાની પાવતી નંબર આપ્યા સિવાય સૌ પ્રથમ જોડવાના રહેશે).

મહત્વની તારીખો : 
  • ઓનલાઈન અરજી કરવાની શુરુવાત :  તા.૦૭/૧૧/૨૦૨૪ ના રોજ સવારના ૧૨:૦૦ કલાકથી 
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :  તા.૧૬/૧૧/૨૦૨૪ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી. 
  • સ્વીકાર કેન્દ્ર પર અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ : ૧૯/૧૧/૨૦૨૪ (૧૭:૦૦ કલાક સુધી) રહેશે.
મહત્વપૂર્ણ લિંક :
જાહેરાત : click here 

વિસ્તૃત જાહેરાત : click here 

જીલ્લાના ડોક્યુમેન્‍ટ વેરીફીકેશન કેન્દ્રની યાદી. : click here

ઓફિશીયલ વેબસાઈટ : click here

Home page  : click here 

                 Follow me to get more such important information. And to stay connected with me, join the channel given below.

WhatsApp Group : Click here 

Telegram channel : Click here 

Download App  for daily update: click here 

Follow on google news : click here 


Whatsapp channel : click here


Follow on twitter : click here

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

संपर्क फॉर्म

पाठवा