मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

બાળવાર્તા

 બાળવાર્તા :

ઈસપ બોધકથા : સાબરના શિંગડા

પ્રાચીન સમયની વાત છે. એક ખૂબ ગીચ જંગલ હતું, તેમાં ઘણાં પશુ પક્ષીઓ રહેતા હતાં. એ જંગલની વચ્ચે ઘાસનું એક મેદાન હતું. તેમાં સાબરનું એક ટોળું રહેતું હતું. એક વખત એક સાબર તે ટોળામાંથી વિખુટું પડી ગયું હતું. માર્ગ શોધતાં શોધતાં તે ખૂબ આગળ નીકળી ગયું હવે તે ખૂબ તરસ્યું થયું હતું. તેણે એક તળાવ જોયું. તે રાજી થઈ ગયું. તળાવ કિનારે આવી તે નીચું મોં કરી પાણી પીતું હતું ત્યાં તેની નજર પાણીમાંના પોતાના પ્રતિબિંબ પર પડી, એ પોતાના સુંદર રૂપને ઘડીભર જોઈ રહ્યું. પોતાનો ભરાવદાર સુંદર દેહ અને રૂપાળા શિંગડા તેને ખૂબ ગમી ગયાં. પણ તેણે પોતાના પાતળા અને લાંબા પગ જોયા ત્યારે તેને ખૂબ અફસોસ થયો અને શરમ આવી, તે મનોમન બોલ્યું, “અહા, શું મારા શિંગડા છે, જાણે મારા માથા ઉપર સુંદર મુગટ, આ શિંગડાથી તો હું ખૂબ શોભું છું, આ રૂપાળા શિંગડા મારી શાન છે, પરંતુ આ લાંબા કદરૂપા પગથી તો હું લજવાઈ જાઊં છું.”

સાબર પાણી પીતું હતું એવામાં કેટલાંક શિકારી કૂતરાઓનો ના ભસવાનો અવાજ એના કાને પડ્યો. તે સમજી ગયું કે શિકારી કૂતરાઓ પોતાની તરફ આવી રહ્યાં હતાં. સાબર ત્યાંથી જીવ લઈને નાઠું, અને જંગલની ઝાડી સુધી પહોંચી ગયું.

તે સમય દર્મ્યાન પેલા શિકારી કૂતરાઓ પણ ખૂબ ઝડપથી તેની પાછળ પાછળ આવી પહોંચ્યા.કૂતરાઓથી બચવા સાબર આ ઝાડીમાંથી છટકીને આગળ ભાગી જવા માંગતું હતું. પણ એના વાંકાચૂકા શિંગડા ઝાડીમાં ભરાઈ ગયા, એ ઝાડીમાં એવા તે ફસાઈ ગયા કે સાબર ત્યાંથી ભાગી ન શક્યું.

શિકારી કૂતરાઓ ત્યાં આવી પહોંચ્યા, તેમણે સાબરને ફસાયેલું જોયું. તેઓ સાબર તરફ દોડી આવ્યાં. સાબરે પોતાનું સમ્ગ્ર જોર લગાવી ઝાડી તોડી કાઢી અને ભાગવા લાગ્યું. કૂતરાઓ તેની પાછળ પડ્યાં પણ સાબરથી ઝડપને કારણે તેને નાથી શક્યાં નહી.છેવટે સાબર બચી ગયું. સાબરને વિચાર આવ્યો: “મારા કદરૂપા પગ જેનાથી હું લજવાઈ જતું હતું એણે તો મારો જીવ બચાવ્યો, પણ આ વખાણેલા રૂપાળા શિંગડા જેને જોઈને મને ગર્વ થતો હતો એણે જ મને ફસાવ્યું, અને મારા મૃત્યુનું કારણ બન્યાં હોત.”

બોધ – સાચા કે ખોટા સાથીદારનું પારખું સંકટ સમયે જ થાય છે.


ડોશી અને તેના દીકરા  -ગિજુભાઈ બધેકા

એક હતી ડોશી. એને ત્રેવીસ દીકરા હતા.ત્રેવીસ જણા એક વાર મુસાફરીએ ચાલ્યા. ચાલતા ચાલતા રસ્તામાં એક કિલ્લો આવ્યો. કિલ્લાના કોઠા નીચે સૌ ભાતું ખાવા બેઠા. કોઠો જૂનો હતો અને પડુંપડું થઈ રહ્યો હતો. તેથી તે પડ્યો અને નીચે સાત જણા દબાઈ ગયા.

બાકી રહ્યા તે આગળ ચાલ્યા. રસ્તામાં એક નદી આવી. ચોમાસું હતું તેથી નદીમાં પૂર આવ્યું હતું. નદી ઓળંગી જવા જાય ત્યાં તો નવ જણા તણાઈ ગયા.

ખરાબ ભાતું ખાધેલું હોવાથી આગળ જતાં ત્રણ જણને શેરણું થયું અને તેઓ પણ મરી ગયા.

બાકી રહેલા એક ગામમાં પેસતા હતા, ત્યાં એક ગાંડી ભેંસ આવી. તેણે બીજા બે જણને મારી નાખ્યા.

ગામમાં ગયા ત્યાં એકને તાવ આવ્યો એટલે તે મરી ગયો.

છેવટે એક જીવતો રહ્યો તે ઘરે આવ્યો. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેની માએ તેને પૂછ્યું : 'કહે ને, ભાઈ ! વાત.'

છોકરો કહે : 'માડી ! કોઠે દાબ્યા સાત.'

મા કહે : 'મેરમૂઆ મદી !'

છોકરો કહે : 'માડી ! નવ તાણી ગઈ નદી.'

મા કહે : 'અરરર !'

છોકરો કહે : 'માડી ! ત્રણ તો ગયા ટરરર.'

માડી કહે : 'હેં હેં ?'

છોકરો કહે : 'બે તો દાબ્યા ભેંહે.'

મા કહે : 'ઓહો !'

છોકરો કહે : 'એક તો મૂઓ તાવે.'

મા કહે : 'અરે !'

છોકરો કહે : 'હું તો આવ્યો ઘરે.'

              એવી બાળવાર્તા તમે આ પીડીએફ  માં આપેલ છે. ગુજરાતી ભાષા સીખવા માટે ખુબજ ઉપયોગી થશે.

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

संपर्क फॉर्म

पाठवा