मी योगेश जाधव (शिक्षक, लेखक, कवी) आपल्या DNYAN SAGAR या वेबपेजवर आपले हार्दिक स्वागत करतो.|

શિક્ષક હસ્તપુસ્તિકા

             જો તેમે એક શિક્ષક હોય તો તમારા માટે ખુબજ મહત્વની માહિતી તમે આપું  છું. શિક્ષક જયારે વિદ્યાર્થીને ભણવા માંગતા હોય તો શિક્ષક ને આ વાતોની જાણ હોવી જોઈએ . શિક્ષક માટે ગુજરાત સરકાર દ્વારા શિક્ષક માર્ગદર્શિકા જાહેર કરે છે . આ બૂક શિક્ષકો માટે ખુબજ ઉપયોગી છે. જેના મદત થી શિક્ષક ભણાવી શકે છે. વિવિધ પ્રવૃત્તિ કરાવી શકે છે. શિક્ષણને એક નવી અને અસરકારક બનાવી શકે છે.

            શિક્ષણમાંશિક્ષક એ વ્યક્તિ છે જે અન્યોને શાળાકીય શિક્ષણ પૂરું પાડે છે. એક એકલા વિદ્યાર્થીને શિક્ષણની સુવિધા આપનાર શિક્ષકને વ્યક્તિગત શિક્ષક પણ કહી શકાય. ઘણા દેશોમાં, રાજ્યદ્વારા ચાલતી શાળાઓમાં શિક્ષક બનવા ઈચ્છતી વ્યક્તિએ પ્રથમ યુનિવર્સીટી(વિદ્યાપીઠ) કે કોલેજ(મહા શાળા) તરફથી વ્યાવસાયિક યોગ્યતા કે પ્રમાણપત્રો ફરજિયાતપણે પ્રાપ્ત કરવા પડે છે. શિક્ષકની ભૂમિકા સંસ્કૃતિઓ મુજબ બદલાઈ શકે. શિક્ષકો વાંચન-લેખન અને સંખ્યા-જ્ઞાન, કે અમુક અન્ય શાળાના વિષયો શીખવી શકે. અન્ય શિક્ષકો કારીગરી કે રોજગારલક્ષી તાલીમ, કલાઓ, ધર્મ કે અધ્યાત્મનાગરિકશાસ્ત્ર, સામુદાયિક ભૂમિકાઓ, કે જીવન જીવવાની કળાનું માર્ગદર્શન પૂરું પાડી શકે. ધાર્મિક અને આધ્યાત્મિક શિક્ષકો, જેમ કે ગુરુઓ,મુલ્લાઓરબ્બીઓ પાદરીઓ/યુવા પાદરીઓ અને લામાઓ ધાર્મિક પાઠો શીખવે છે જેમ કે કુરાનતોરાહ કે બાઈબલ.
            શિક્ષકોના જ્ઞાન અને વ્યાવસાયિક પ્રતિષ્ઠાને ક્રમશઃ વધારવા,જાળવી રાખવા અને અદ્યતન બનાવવા વિવિધ મંડળોની રચના થઇ છે. વિશ્વભરમાં ઘણી સરકારો શિક્ષકો માટેની કોલેજોનું સંચાલન કરે છે, જેની સ્થાપના સામાન્ય રીતે શિક્ષણના વ્યવસાયના અભ્યાસના ધોરણોને પ્રમાણિત, નિયંત્રિત અને પ્રવર્તમાન કરીને શિક્ષાના વ્યવસાયમાં જનતાના રસને જાળવી રાખવાના હેતુને પાર પાડવા થાય છે. શિક્ષકોની કોલેજનું કાર્ય મહાવરાના સ્પષ્ટ ધોરણો નક્કી કરવા, તત્કાલીન શિક્ષણ પૂરુ પાડવું, સભ્યોને સામેલ કરી ફરિયાદનું નિરાકરણ લાવવું, ગેરવર્તણુંકની સભ્યો પાસે સૂનાવણી કરવી અને યોગ્ય શિસ્તબધ્ધ નિર્ણયો લેવા સાથે શિક્ષકોના શિક્ષણ કાર્યક્રમની ભલામણ કરવાનું હોય છે. ઘણી વાર શિક્ષકો સાર્વજનિક શાળાઓ કોલેજ જેટલા સારા સ્તર, અને ખાનગી શાળાઓ તેમના શિક્ષકો કોલેજના હોવાનો આગ્રહ રાખે છે.
              શિક્ષણમાં શિક્ષકો વિદ્યાર્થીને સહાયરૂપ બને છે,તો ઘણી વાર શાળા કે શૈક્ષણિક કે બીજી બહારની બાબતોમાં પણ સહાય કરે છે. શિક્ષક કે જે દરેકના ધોરણે ભણાવે છે તેને શિક્ષક કહેવાય છે.
                શિક્ષકોમાં તણાવની પાછળ ઘણા પરિબળો છે. આ પરિબળોમાં વર્ગમાં વિતાવેલ સમય,વર્ગ માટે તૈયારી,વિદ્યાર્થીઓને સલાહ આપવી, અને શિક્ષક પરિષદો માટે મુસાફરી; મોટી સંખ્યામા અને વિવિધ જરૂરિયાતોવાળા વિદ્યાર્થીઓ સાથે કામ લેવું, સમર્થતાઓ, અસમર્થતાઓ, અને જ્ઞાનના સ્તરો; નવી પદ્ધતિ શીખવી;વહીવટી નેતૃત્વમા પરિવર્તનો;આર્થિક અને કર્મચારીઓના આધારનો અભાવ; અને સમયનું દબાણ અને સમયમર્યાદાનો સમાવેશ થાય છે. આ મુદ્દાઓ સાથે કામ પાર પાડવા સાથે શિક્ષકોએ વ્યક્તિગત સમસ્યાઓ અને મુદ્દાઓ સાથે પણ કામ લેવાનું હોય છે. આ તણાવો પણ શિક્ષણની ગુણવત્તા પર અસર કરી શકે. તણાવ વ્યવસ્થાપન ના હકારાત્મક અને નકારાત્મક સ્વરૂપો છે. સમય કાઢવો અને હળવા થવાની રીતો, તંદુરસ્ત જીવનસરણી વિકસાવવી, જે બદલી ન શકાય તેમ હોય તેને સ્વીકારી લેવુ,અને બિનજરૂરી તનાવથી દૂર રહેવ્ય એ શિક્ષણના તનાવ સાથે કામ લેવાના રસ્તા છે

            ઔપચારિક અથવા અનૌપચારિક શિક્ષાનો હેતુ શીખવાની રીત, સમવિશ્ટ અભ્યાસક્રમ અને પાઠ યોજના થી જ્ઞાન માહિતી અને વૈચારિક આવડત પૂરું પાડવાનો હોય છે. શીખવવાના વિવિધ માર્ગો મોટેભાગે અધ્યાપનશાસ્ત્રને અનુસરે છે. જ્યારે શિક્ષકને કઇ પદ્ધતિથી ભણાવવું એ નક્કી કરવુ હોય ત્યારે એ વિદ્યાર્થીનુ જ્ઞાન, વાતાવરણ અને તેમના શીખવાના ધ્યેય અને એની સાથોસાથ સંબંધિત અધિકૃત અભ્યાસક્રમને ધ્યાનમાં લે છે. ઘણી વાર શિક્ષક વિદ્યાર્થીને વર્ગખંડની બહારની દુનિયાનુ શિક્ષણ આપવા પ્રવાસ દ્વારા શિક્ષા આપે છે. ટેક્નોલોજીના વધતા ઉપયોગ, ખાસ કરીને ગયા દાયકામાં વધેલા ઇન્ટરનેટના ઉપયોગે વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકાને આકાર આપ્યો છે.

નિયત અભ્યાસ, પાઠ આયોજન કે વ્યવહારુ કૌશલ્યનો હેતુ છે. શિક્ષકે સંબંધિત અધિકૃત નિશ્ચિત અભ્યાસક્રમને અનુસરવામાં આવે છે. શિક્ષકે દરેક વયના-શિશુથી યુવાન,વિવિધ ક્ષમતાવાળા અને શીખવાની ખામીવાળા વિદ્યાર્થી સાથે તાદાત્મ્ય રાખવુ જોઇએ. અધ્યાપન-શાસ્ત્રનો ઉપયોગ શીખવવામાં વિદ્યાર્થીના નિશ્ચિત કૌશલ્યો શિક્ષણનુ સ્તર નક્કી કરવામાં સંયોજાય છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અધ્યાપન-શાસ્ત્રને સમજવા વિવિધ સૂચનો અને નિરીક્ષણનો ઉપયોગ દરેક વિદ્યાર્થીની જરૂરિયાત પ્રમાણે સંકળાય છે. અધ્યાપન-શાસ્ત્રને બે રીતે પ્રયોજી શકાય છે. પહેલાં તો,શિક્ષણ પોતે જ વિવિધ રીતે શીખવી શકાય છે, જેમકે,શીખવવાની ઢબનુ અધ્યાપન શાસ્ત્ર. બીજું, શીખનારનું અધ્યાપનશાસ્ત્ર ત્યારે અનુભવમાં મૂકાય, જ્યારે શિક્ષક અધ્યાપન શાસ્ત્રને તેના/તેણીના વિદ્યાર્થીઓને અનુલક્ષીને વ્યક્તિગત રીતે અલગ કરે.

            કદાચ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના શિક્ષણ વચ્ચે સૌથી સચોટ ભેદ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંબંધો જ હશે. પ્રાથમિક શાળામાં દરેક વર્ગમાં શિક્ષક હોય છે,જે તેમની સાથે જ મોટા ભાગનું અઠવાડિયું રહે છે અને આખો અભ્યાસક્રમ ભણાવે છે. માધ્યમિક શાળાઓમાં તેમને વિવિધ વિષય નિષ્ણાંત ભણાવે છે અને દરેક વિભાગને અઠવાડિયા દરમિયાન 10 કે વધુ શિક્ષકો ભણાવે છે. પ્રાથમિક શાળામાં બાળકો અને તેમના શિક્ષકોના સંબંધો નજીક હોય છે,જ્યારે પછી એ નિશ્ચિત શિક્ષક, નિષ્ણાંત શિક્ષક અને બીજા વાલી જેવાં બની જતાં હોય છે.

               આ બાબત મોટાભાગે સત્ય છે,યુનાઇટેડ સ્ટેટમાં પણ. છતાં પણ,પ્રાથમિક શિક્ષણનો અન્ય અભિગમ પણ પ્રવર્તે છે. આમાંનું એક કોઇક વાર "પ્લાટૂન સિસ્ટમ" તરીકે વિદ્યાર્થીઓના એક સમૂહને એક સાથે એક નિષ્ણાંત પાસેથી બીજા પાસે દરેક વિષયમાં સાંકળે છે. અહીં ફાયદો એ છે કે વિદ્યાર્થીઓ વિષય નિષ્ણાંત શિક્ષકો પસેથી ઘણું જ્ઞાન લઇ શકે જે એક જ શિક્ષક પાસેથી ઘણાં વિષયો શીખવામાં મળતુ હોય છે. દરેક વર્ગ માટે એક જ સાથી મિત્રો મળતાં હોવાથી વિદ્યાર્થીઓને રક્ષણની લાગણી અનુભવાય છે. સહ શિક્ષણ એ શિક્ષણ સંસ્થાઓ માટે એક નવો પથ બન્યો છે. સહ શિક્ષણ એટલે વિદ્યાર્થીઓની દરેક જરૂરિયાત પૂરી કરવા માટે બે કે વધુ શિક્ષકો એક વર્ગખંડમાં રાખવા.

             સડબરી આદર્શ લોકશાહી શાળાઓ એવો દાવો કરે છે કે સરકારો અને શાળાઓમાં સમાન રીતે સરમુખત્યારશાહી કરતા લોકશાહી વધુ અસરકારક રીતે શિસ્ત જાળવી શકે. તેઓ એ પણ દાવો કરે છે કે આ શાળાઓમાં જાફેર શિસ્ત જાળવવી બીજે ક્યાય કરતા વધુ સરળ અને વધુ કાર્યક્ષમ છે. તેનું મુખ્ય કારણ એ છે કે નિયમો અને કાયદાઓ સંપૂર્ણપણે સમુદાય દ્વારા બનાવેલ છે,તેથી શાળાનું વાતાવરણ કોઈ મતભેદ ધરાવતું ન હોઈ મતભેદભર્યું હોવાની બદલે સમજણભર્યું અને વ્યવહારુ છે. સડબરી આદર્શ લોકશાહી શાળાઓનો અનુભવ દર્શવે છે કે ન્યાયપૂર્ણ રીતે અને લોકશાહીના ધોરણે સમગ્ર શાળા સમુદાય દ્વારા સારા પસાર કરેલ સારા,સ્પષ્ટ કાયદાઓ અને તેમનુ પાલન કરાવતી સારી અદાલતી વ્યવસ્થા ધરાવતી શાળામાં સામૂહિક શિસ્ત પ્રવર્તે છે અને વધતી જતી સુઘડ કાયદા અને વ્યવસ્થાનો વિચાર વિકસે છે, જ્યારે આજની અન્ય શાળાઓમાં, જ્યાં નિયમો મનસ્વી, સત્તા આપખુદ, સજા તરંગી છે, અને યોગ્ય કાયદા પદ્ધતિ અજ્ઞાત છે.

એક વ્યવસાય તરીકે ,અમુક દેશોમાં શિક્ષણને અન્ય કોઈ પણ વ્યવસાય કરતા સૌથી વધુ તણાવપૂર્ણ વ્યવસાયની યાદીમાં મૂકાય છે. આ સમસ્યાની માત્રામાં વધારો જણાયો છે અને તેનાથી રક્ષણ આપતી પ્રણાલીઓ શરૂ કરવામાં આવી છે.


                આપણા ધોરણ મુજબ અહી આપેલ બૂક માંથી જોઇને ત્યાં ક્લિક કરીને બૂક ડાઉનલોડ કરી શકે છે. બધા શિક્ષક ભાઈ બહેનો માટે આ બૂક ઉપયોગી રહેશે. દરેક શિક્ષકોને એની જાણ હોઈ જોઈએ એના માટે અહી આપેલ લીનક પર ક્લિક કરો : 


ડાઉનલોડ કરો

टिप्पण्या

Have any doubt ?
तुम्ही माझ्या DNYAN SAGAR -https://www.yogeshjadhave.com या वेबसाईट ला दिलेल्या प्रतिसादाबद्दल धन्यवाद !

Archive

संपर्क फॉर्म

पाठवा